અમરનાથ ગુફા નજીક વાદળ ફાટ્યુ -10 શ્રદ્ધાળુઓના મોત, 40 લાપતા
નવી દિલ્હી : ભારતની સૌથી પવિત્ર યાત્રાઓમાંની એક પર અમરનાથ યાત્રા પર કુદરતે કહેર વર્તાવ્યો છે. પવિત્ર અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાની માહિતી મળી રહી છે.
10 શ્રદ્ધાળુઓના મોત અને 40 લાપતા
અમરનાથ ગુફાથી 2 કિમી દૂર વાદળ ફાટતા લગભગ 10 શ્રદ્ધાળુઓના મોત અને 40થી વધુ શ્રદ્ધાળુંA લાપતા થયા હોવાના અહેવાલ છે. નીચા ભાગમાં આવેલા કેમ્પમાં ૧૦ હજારથી વધુ શ્રદ્ધાળુંઓ રોકાયેલા છે. વાદળ ફાટવાની ઘટના બાદ સરકાર દ્વારા અમરનાથ યાત્રા અટકાવી દેવામાં આવી છે.
અમરનાથ ગુફા પાસે વાદળ ફાટતાની ઘટના બાદ અમિત શાહે જમ્મૂ કશ્મીરના ઉપરાજ્યપાલ સાથે ફોન પર કરી વાત સ્થિતિની માહિતી મેળવી હતી.
પ્રાથમિક માહિતી મુજબ વાદળ ફાટ્યા બાદ પાણી વધવાને કારણે અનેક શ્રદ્ધાળુઓ ત્યાં ફસાઈ ગયા હતા. ઘટનાની જાહેર થતા જ રાહત અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
અમરનાથ ગુફા પાસે ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે પાણી આવ્યું છે. હાલ સ્થાનિક વહીવટી તંત્ર ITBPની ટીમ સાથે રાહત અને બચાવ કાર્યમાં લાગેલું છે અને મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવાના પ્રયાસો ચાલી રહ્યાં છે.
અહેવાલ અનુસાર જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ ગુફા પાસે વાદળ ફાટતા પાણીના જોરદાર પ્રવાહથી ત્રણ લંગર અને અનેક ટેન્ટ પણ ધોવાઈ ગયા છે. આ ઘટનામાં બે લોકો પાણીમાં તણાઈ ગયાના પણ અહેવાલ સામે આવ્યા છે. અત્યાર સુધી સદનસીબે કોઈપણ વ્યક્તિની મૃત્યુની પુષ્ટિ થઈ નથી.
Comments
Post a Comment