Posts

Showing posts with the label Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper

દિલ્હીની વાત : મોદીએ શાહને દિલ્હી કેમ પાછા બોલાવ્યા ?

Image
નવીદિલ્હી, તા.13 નવેમ્બર 2020, શુક્રવાર દિવાળી મનાવવા વતન ગુજરાત આવેલા અમિત શાહને નરેન્દ્ર મોદીએ શુક્રવારે પ્રવાસ ટૂંકાવીને તાત્કાલિક દિલ્હી આવી જવા કહેવાતાં રાજકીય અટકળો તેજ બની છે. શાહ રવિવાર સુધી દિલ્હી રોકાવાના હતા તેના બદલે મોદીનો આદેશ આવતાં શુક્રવારે સાંજે જ દિલ્હી પાછા ઉપડી ગયા. સત્તાવાર રીતે શાહના પ્રવાસ ટૂંકાવા પાછળ કોઈ કારણ નથી અપાયું પણ ભાજપનાં સૂત્રો બિહારની રાજકીય સ્થિતીને કારણભૂત ગણાવે છે. બિહારમાં ભાજપને નીતિશ કુમારની જેડીયુ કરતાં વધારે બેઠકો મળી તેના પગલે સરકારની રચનામાં મડાગાંઠ સર્જાઈ છે, નીતિશ કુમાર મુખ્યમંત્રી બનશે એ નક્કી છે પણ ખાતાંની ફાળવણીના મુદ્દે ખેંચતાણ ચાલુ છે. ભાજપનો આગ્રહ છે કે, ભાજપની રાજકીય તાકાત વધી છે તેથી ગૃહ મંત્રાલય સહિતનાં મહત્વનાં ખાતાં તેને અપાય પણ નીતિશ એ માટે તૈયાર નથી. જે.પી. નડ્ડા અને ભૂપેન્દ્ર યાદવ અત્યાર સુધી નીતિશ સાથે આ મુદ્દે વાત કરતા હતા પણ બંને ઢીલા પડી રહ્યા હોવાનું મોદીને લાગતાં તેમણે તાત્કાલિક શાહને બોલાવી લીધા. સૂત્રોના મતે, શાહ શનિવારે પટણા પણ જઈ શકે છે. ભાજપ દલિત નેતા ચૌપાલને નાયબ મુખ્યમંત્રી બનાવશે બિહારમાં એનડીએની સરકાર રચવા...

ડિજિટલ પ્લેટફોર્મ પર લગામ કસવાનો આવકારદાયક નિર્ણય

Image
તમામ ઓવર ધ ટોપ એટલે કે ઓટીટી પ્લેટફોર્મ તેમજ ઓનલાઇન ન્યૂઝસહિતના તમામ ડિજિટલ પ્લેટફોર્મ હવે સરકારની દેખરેખ હેઠળ આવી ગયા છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલા નોટિફિકેશન અનુસાર તમામ ડિજિટલ પ્લેટફોર્મ હવે માહિતી અને પ્રસારણ ખાતા અંતર્ગત આવશે. ઇન્ટરનેટ પર સમાચાર અને મનોરંજન પ્રસારિત કરતી સેવાઓ પર નજર રાખવા માટે કેબિનેેટે નિયમોમાં ફેરફાર કર્યાં છે અને રાષ્ટ્રપતિએ આ સુધારાને મંજૂરી પણ આપી દીધી છે. હવેથી ઓનલાઇન ન્યૂઝ આપતી વેબસાઇટ્સ અને મનોરંજન કાર્યક્રમ પ્રસારિત કરતી નેટફ્લિક્સ, એમેઝોન અને યૂટયૂબ જેવી સેવાઓ માટે માહિતી અને પ્રસારણ ખાતું દિશાનિર્દેશ જાહેર કરશે અને વેબસાઇટ્સે એનું પાલન કરવું પડશે.  આ ફેરફાર સાથે મોદી સરકારે એક સાથે બે મોટા ક્ષેત્રો પર નિયંત્રણ મૂકવાની શરૂઆત કરી દીધી છે. ભારતમાં ઇન્ટરનેટ પર સમાચાર અને કરન્ટ અફેર્સ તેમજ મનોરંજન બંને પર આધારિત વેબસાઇટ્સ અને એપ પ્રમાણમાં નવા જ કહી શકાય એવા છે. આ સેવાઓને ભારતમાં શરૂ થયે હજુ એક દાયકો પણ વીત્યો નથી. ભારતમાં સિનેમાગૃહોમાં રિલીઝ થતી ફિલ્મો માટે સેન્સર બોર્ડ, ટેલિવિઝન પર પ્રસારિત થતા કાર્યક્રમો માટે ટ્રાઇ તેમજ માહિતી અને પ્રસારણ ખાતું, ન...

ભૂલ પ્રત્યે મનુષ્યનું વલણ એનો દરજ્જો બતાવે છે

Image
માણસ એ મનુષ્ય છે અને મનુષ્ય માત્ર ભૂલને પાત્ર છે. કોઈ માણસ એમ કહે કે, 'જીંદગીમાં મેં કોઈ ભૂલ જ કરી નથી.' તો કાં એની વાતમાં વિશ્વાસ નહીં કરવો જોઈએ અને કાં તો એને માણસ નહીં ફરિશ્તો ગણવો જોઈએ. જીવનમાં નાની મોટી ભૂલો કરે એનું નામ જ માણસ. પણ એને એ ભૂલો કરવાની આઝાદી હોવી જોઈએ અને એ ભૂલમાંથી શીખવવાની એની તૈયારી હોવી જોઈે. અલબત્ત કયારેક એક નાનકડી ભૂલ જીવનમાં મોટી કરુણતાંનું નિમિત્ત બની રહે છે. અમેરિકાના સર્વ સત્તાધીશ રાષ્ટ્રપ્રમુખ નિકસન બહુ મહેનતે બે વાર હારી ગયાં. પછી ત્રીજા પ્રયત્ને રાષ્ટ્રપતિ બન્યા અને એમની જીવનભરની મહત્વાકાંક્ષા પૂરી થઈ છે. પણ, મહામહેનતે મળેલી ખુરશી સાચવતાં ન આવડી. પોતાના વિરોધીઓની જાસૂસી કરવા માટેનું કાવતરૂં કરવાની ભૂલ કરી અને એમની આખી કારકિર્દી ખતમ થઈ ગઈ. એક ભૂલ કર્યા પછી એનો એકરાર કરવાને બદલે બીજી ભૂલો કરતા જ રહ્યા, જૂઠાણાં ઉચ્ચારતા જ રહ્યાં, અને અંતે સત્તા ખોવી પડી. હોદ્દા પરથી ઊતરી ગયા પછી એક જૂઠા રાષ્ટ્રપતિનું કલંક લાગી ગયું. લોકો એમને મકાન બાડે આપવા પણ તૈયાર ન હતાં. પણ, નિકસન પછી અનેક વર્ષે આવેલા રોનાલ્ડ રીંગન જયારે ''ઈરાન ગેટ કૌબાંડમાં સપડાયા ત્ય...

દિવાળીઃ તુમ આ ગયે હો તો નૂર આ ગયા હૈ

Image
- આ ન્યૂઇયર પર લેવા જેવા કેટલાક રીઝોલ્યુશન્સ આ રહ્યા નહી તો ચરાગો સે જા રહી થી... ઘણા બધા લોકોના ગયા પછી આ પહેલી દિવાળી છે. સદીની સૌથી મોટી મહામારી આવી અને ઘરની છતની વચ્ચોવચ ઝળહળતા સૂરજને ઉઠાવી ગઈ. સાંજ પડવાની પણ રાહ ન જોઈ. કોઈના ગયા પછી આવતો પહેલો ઉત્સવ ઉજવવો કેમ? ઉજવવો પડશે. કારણ કે ઘરમાં જે નાના-નાના ફૂલ જેવા ચહેરાઓ છે તેના પર સ્મિતના દીપ પ્રગટાવવાના છે. તેમને જોઈએ તો થાય છે કે ગયેલું નૂર કોઈ બીજા સ્વરૂપે પાછું આવી રહ્યું છે. એક સૂરજના જતા રહેવાના અને દીવા તરીકે ફરી પ્રગટ થવાના આ ચક્રીય ઉપક્રમને કારણે જ પેલો ઊર્જાનો નિયમ શોધાયો હશેઃ ઊર્જાનો ક્યારેય નાશ કે સર્જન થતાં નથી, માત્ર એક સ્વરૂપમાંથી બીજામાં રૂપાંતર થાય છે. દિવાળી આપણી ઊર્જાનો ઉત્સવ છે. આપણી આશા, આકાંક્ષા, સામર્થ્ય અને ધીરજનું પ્રકાશ ઊર્જામાં રૂપાંતર. ધમનીઓમાં જેમ લોહી ધસે એમ બજારમાં ખરીદી માટે ધસારો જોવા મળી રહ્યો છે તે દર્શાવે છે કે માણસ ઘાયલ થયો છે, હાર્યો નથી. મુવ ઑન થઈ રહ્યો છે. તૂટીને પણ જોડાતા શીખી ગયો છે. પથ્થરને પાટું મારીને ખુશી બહાર કાઢતા શીખી ગયો છે. એણે ફરીથી આંગણામાં ચિરોડી સપનાંની ભાત પાડવાનું શરૂ કરી દીધુ...

ચીનમાં ક્રાન્તિના અંગારા

Image
જ્યાં સુધી સંયુક્ત રશિયાના ટુકડા ન થયા ત્યાં સુધી આખું જગત એમ જ માનતું હતું કે રશિયા તો સામ્યવાદી શાસકોની હકૂમતમાં એક રંગ અને એક રાગે એક શક્તિશાળી મહાન રાષ્ટ્ર તરીકે આગળ વધી રહ્યું છે. દુનિયા એને અજેય મહાસત્તા જ માનતી હતી. પરંતુ ભીતરથી રશિયા વિચ્છિન્ન થતું જતું હતું. વાસ્તવિકતા સાવ જુદી જ હતી. ગ્લાસનોસ્ત અને પેરેસ્ત્રોઈકાના નવા વિચારો પછી રશિયામાં હવામાન બદલાઈ ગયું હતું અને પછી સમજણપૂર્વક એના ટુકડા થયા જેનો ઇતિહાસ બહુ લાંબો છે. જે રીતે સામ્યવાદી સંયુક્ત રશિયાએ જગતની સામે પોતાનો અડીખમ ચહેરો સજાવી રાખ્યો હતો એ જ હાલત અત્યારે ચીનની છે. કોરોના પછી ચીન આથક રીતે પણ ચોતરફથી ઘેરાઇ ગયેલું છે. અમેરિકા સાથેના વ્યાપાર યુદ્ધના પરિણામો હવે તેણે ભોગવવાના આવ્યા છે. ચીનને આવતા દસ વર્ષ સુધી ભારતીય બજારની સખત જરૂર છે. અમેરિકાના નકારાત્મક અભિગમને કારણે યુરોપની બજારમાં પણ ચીનની નિકાસ હવે ઘટવા લાગી છે. ચીનમાં લોકક્રાન્તિ ચાલે છે અને લગભગ દરેક પ્રાન્તમાં એના જુદા જુદા સ્વરૂપો છે. ચીનના જિનઝિયાંગ પ્રાંતમાં ઘણા લાંબા સમયથી અલગાવવાદી સ્વતંત્રતા આંદોલન ચાલે છે. ચીન પોતાનો ડેટા બે ચાર વરસ મોડો જાહેર કરે છે. હમ...

દિલ્હીની વાત : મોદીનો નીતિશ માટે આગ્રહ, ભય વિના પ્રીત નહીં

Image
નવીદિલ્હી, તા.12 નવેમ્બર 2020, ગુરુવાર બિહાર વિધાનસભાની ચૂંટણીમાં જેડીયુના શરમજનક દેખાવ પછી પણ ભાજપે નીતિશ કુમારને જ મુખ્યમંત્રી બનાવવાનું નક્કી કર્યું છે. નરેન્દ્ર મોદીએ બુધવારે વિજય સંદેશમાં આ વાત સ્પષ્ટ કરી દીધી. નીતિશ કુમાર સુધી આ વાત પહોંચાડી દેવાઈ છે અને ૧૬ નવેમ્બરે ભાઈ બીજના દિવસે નીતિશના મુખ્યમંત્રીપદે શપથ થઈ જાય તેવી શક્યતા છે. ભાજપ નીતિશને મુખ્યમંત્રી બનાવવા માટે ચૂંટણી પહેલાં તેણે આપેલા વચનની દુહાઈ આપે છે પણ વાસ્તવમાં ભાજપ ડરના કારણે નીતિશને ટેકો આપી રહ્યો છે. જેડીયુમાં ભાજપ સામે ભારે આક્રોશ છે અને નીતિશ પણ નારાજ છે. ભાજપે પોતાનું રાજકીય વર્ચસ્વ વધારવા ચિરાગ પાસવાનને આગળ કરીને જેડીયુને નુકસાન કર્યું હોવાનું જેડીયુ માને છે. ભાજપને ડર છે કે, નીતિશને મુખ્યમંત્રી નહીં બનાવાય તો જેડીયુ ભાજપ સામે પડશે. જેડીયુ પાસે ૪૩ ધારાસભ્યો છે એ જોતાં ૧૫ ધારાસભ્યો સામે પડીને તેજસ્વીને ટેકો આપે તો તેજસ્વી ગાદી પર બેસી જાય. ભાજપનો મુખ્યમંત્રી બનાવવાની લ્હાયમાં તેજસ્વીને ફાયદો થઈ જાય તેથી ભાજપનો નીતિશને  ગાદી પર બેસાડયા વિના છૂટકો નથી. દીવાળી પછી મોદી કેબિનેટમાં જેડીયુની એન્ટ્રી બિહારનાં...

ભારત અને ચીન વચ્ચેનો સ્ટેન્ડ ઓફ ખતમ થવાના અણસાર

Image
ભારત અને ચીન વચ્ચે સરહદી વિવાદ ઉકેલવા માટે મંત્રણાના દોર ચાલી રહ્યાં છે ત્યારે આઠમા તબક્કાની મંત્રણા બાદ પૂર્વ લદ્દાખમાં સેનાઓ પાછી હટવા માટેની શરતો પર સહમતિ સધાઇ ગઇ હોવાના અહેવાલ છે. આ સહમતિ પેન્ગોંગ સો-ચૂશુલ પ્રદેશ સુધી લાગુ થશે. આ વિસ્તારમાંથી સૈનિકો, ટેન્કો, તોપો અને અન્ય લશ્કરી વાહનો દૂર કરવા માટે સંમતિ સધાઇ ગઇ છે.  સેનાઓ પાછળ હટાવવાની આ કામગીરી પેન્ગોંગ સરોવરના ઉત્તરી કિનારાથી શરૂ થશે. આ વિસ્તારમાં ચીની સેનાએ ગત મે મહિનાથી ફિંગર ચારથી લઇને ફિંગર આઠ પર કબજો જમાવેલો છે. સમજૂતિ એ વાતે થઇ છે કે ચીની સેના પોતાના પહેલાના સ્થાન એટલે કે ફિંગર આઠની પૂર્વ તરફ પાછી ફરશે અને ભારતીય સેના પશ્ચિમની તરફ ફિંગર ટૂ અને થ્રીની વચ્ચે ધનસિંહ થાપા ચોકી પર પાછી ફરશે. આ કામગીરી અનેક તબક્કામાં ચાલશે અને દરેક તબક્કામાં એક તૃતીયાંશ સૈનિકો પાછા હટશે. ત્યારબાદ ફિંગર ચાર અને આઠ વચ્ચેના વિસ્તારમાં બંનેમાંથી કોઇ પક્ષને પેટ્રોલિંગ કરવાની અનુમતિ નહીં મળે. જોકે આ વિસ્તાર ભારતની હદમાં આવે છે.  આ ઉપરાંત પેન્ગોંગ સરોવરના દક્ષિણ કિનારે ચુશુલ સેક્ટરમાં બંને સેનાઓ પોતાનો શસ્ત્ર સરંજામ પાછો લેશે. અંતિમ તબક્કા...

સાઇકલ કોઇનો ભોગ લે કે રોગ લે ?

Image
સાઇકલ મારી  સ.... ર.... ર....ર.... જાય ટ્રીન ટ્રીન ટોકરી વગાડતી જાય .... સાઇકલ જેવું જરા પણ પ્રદૂષણ ન ફેલાવે, શરીરને સતત કસરત કરાવે અને ટ્રાફીક જામમાં ન ફસાવે એવું સોંઘુ અને સ્વાસ્થ્યવર્ધક વાહન આખી દુનિયામાં શોધ્યું નહી જડે. એક પૈસાનું ઇંધણ ન વપરાય કોઇને અથડાય તો ઇજા  પહોંચાડે પણ જીવ તો ન જ લેને? પણ સરકારે ગયા વર્ષે કયા વાહનના અકસ્માતમાં કેટલા રાહદારીઓનો ભોગ લેવાયો તેની આંકડાવારી બહાર પાડી ત્યારે વાહન-વ્યવહાર ક્ષેત્રના નિષ્ણાતોની આંખો પહોળી થઇ ગઇ. શુ કામ ખબર છે ? રિપોર્ટમાં જણાવ્યા મુજબ ૨૦૧૯માં સાઇકલ અથડાવાને કારણે આઠ રાજ્યોમાં ૧૯૫ વ્યકિતએ જીવ ગુમાવ્યો હતો. આ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, પંજાબ, ઝારખંડ, મધ્ય  પ્રદેશ, છત્તીસગઢ, તામિલનાડુ, ગુજરાત અને અરૂણાચલ પ્રદેશનો સમાવેશ થાય છે. સાઇકલ અથડાવાથઈ રાહદારીનું મોત નિપજે એવી વૈશાખનંદન (ગધેડા)ને તાવ આવે એવી વાત કોણ માને ? સાઇકલસવાર જતો હોય અને તેને બીજુ કોઇ વાહન અડફેટે લે ત્યારે સાઇકલીસ્ટની મોતની ઘટના બનતી હોય છે. બાકી રસ્તે ચાલીને જતા રાહદારીના સાઇકલ અથડાવાથી મોત થાય એ માનવા નિષ્ણાતો તૈયાર નથી. આવાં ખોટા આંકડા બહાર પાડવા કરતાં આંકડા...

કોરોનાના ભરડા વચ્ચે અંતે સં.2076ની વસમી વિદાય

Image
- આશ્ચર્ય એ વાતનું છે કે પૈસાદાર વધુ પૈસાદાર બન્યો છે અને ગરીબ વધુ  ગરીબ બન્યો છે.. વિક્રમ સંવત ૨૦૭૬ના કેલેન્ડરનું છેલ્લું પાનું અને તેની છેલ્લી તારીખોને નવા વર્ષના ટકોરા સંભળાઇ રહ્યા છે. જેમના ઘેર કેલેન્ડરના ડટ્ટા વપરાય ચે તેમને ત્યાં છેલ્લા બે પાનાં બચ્યા હશે. આ ડટ્ટાની વિશેષતા એ હોય છે કે તેને જ્યારે પહેલા દિવસે લટકાવાય ત્યારે તે ૩૬૫ પાનાનો મોટો જથ્થો હોય છે, તે ડટ્ટા તરીકે પ્રચલિત થયો હતો. તેના પાના રોજ ે રોજ એક પછી એક ઓછા થતા જાય છે. જે ઘરના લોકોને સંકતે આપે છે કે જીવનમાં એક દિવસ ઓછો થાય છે અને છેલ્લે તેના માંડ બે પાના બચશે ત્યારે તેની જગ્યાએ નવો ડટ્ટો આવી જશે.  સંવત ૨૦૭૬ના વર્ષમાં માનવ સમુદાયને કોરોના વાઇરસ જોરદાર ડંખ મારી ગયો છે અને લોકોને આરોગ્ય પ્રત્યેની જાગૃતિનું મહત્વ સમજાવી ગયો છે. ૨૦૭૬ના પ્રારંભથીજ કોરોનાની એન્ટ્રી થઇ ચૂકી હતી અને અંત સુધીમાં તો તેણે માનવજાત ફરતે ભરડો લઇ લીધો હતો. લોકો રોજ નવતર ઉકાળા  પીને પોતાની રોગ પ્રતિકારક શક્તિ વધારવા પ્રયાસ કર્યા કરતા હતા . ઘેર ઘેર ઇમ્યુનિટી નામનો શબ્દ ચર્ચાવા લાગ્યો છે. ૨૦૭૬ની વિદાય સાથે કોરોના જવા તૈયાર નથી તે દેખા...

50થી 60 ટકા ગીતો ખેમટા તાલમાં અને બધાં સુપરહિટ...

Image
વેરાન રણ જેવું રેતાળ-ખડકાળ લોકેશન, એવી જ ખરબચડી કથા, કથાનું કેન્દ્ર ડાકુઓ અને એમનો અડ્ડો. રાજ કપૂરની ફિલ્મ 'જિસ દેશ મેં ગંગા બહતી હૈ'માં  આઠ-નવ ગીતોમાં ફક્ત એક હસરત જયપુરીનું. બાકીનાં બધાં ગીતો શૈલેન્દ્રની ઋજુ કલમે રચાયેલાં. નવમાંથી ચાર-પાંચ ગીતો ખેમટા તાલમાં. બધાં ગીતો સુપરહિટ નીવડયાં. શંકર જયકિસનની સર્જનકલાનો આ એક અુત નમૂનો છે. ધાગ્ ધીના ગીન તાક્ તીના ગીન બોલ ધરાવતા ખેમટા તાલમાં ફિલ્મના બધાં ગીતો સંગીત રસિકને ગણગણવા ગમે એવાં બન્યાં. પાંચમાંથી બે ગીતો પર લોકસંગીતની અસર. એકાદમાં સંગીતકારોની માનીતી ભૈરવીની અસર, બાકીના બે ગીતો સહેલાઇથી હોઠે ચડી જાય એવાં. પહેલું આવું ગીત એટલે ટાઇટલ ગીત કહેવાય એ 'હોઠોં પે સચ્ચાઇ રહતી હૈ, જહાં દિલ મેં સફાઇ રહતી હૈ, હમ ઉસ દેશ કે વાસી હૈં જિસ દેશ મેં ગંગા બહતી હૈ....' .  અહીં ગીતની તર્જ અને ખેમટા તાલ હોવા છતાં શબ્દોના ભાવને અનુરૂપ ઠેકાના વજનમાં થતા ફેરફારને પણ માણવો જોઇએ. આ ગીત જોડે એક રોમાન્ટિક ગ્રુપસોંગ માણવાની લાલચ રોકી શકાય નહીં. અહીં સંગીતકારની લાડકી રાગિણી ભૈરવીનો અહેસાસ થઇ શકે- 'હમ ભી હૈં, તુમ ભી હો, દોનોં હૈં આમને સામને, દેખ લો ...

બજાર ચડતી કળાએ .

Image
દેશના વિદ્વાન અર્થશાસ્ત્રીઓ ભલે મંદીની સૂસવાટા મારતી આગાહી અને પછી ગવાહી આપતા હોય. પરંતુ વિરાટ જનસંખ્યાને કારણે ભારતીય બજારમાં ડિમાન્ડ અને સપ્લાયના ચક્ર એટલા તો ગતિશીલ રહે જ છે કે મંદીની લહેર આવે પણ સરળતાથી મંદી ઘર ન કરી શકે. કેન્દ્રના નાણામંત્રાલયે રાજ્ય સરકારોને ઠપકો આપતા કહ્યું કે મંદીની વાતો દરેક રાજ્યમાં સાંભળવા મળે છે. લોકડાઉન અને પછી અનલોક પછી બજાર સુધારા તરફી છે પરંતુ કોઇ રાજ્ય સરકાર હજુ કરવેરા ઓછા કરતી નથી. ખરેખર તો આ જ સમય છે કે, રાજ્યોએ પોતાના વિવિધ વેરાની જાળ ટૂંકી કરવી જોઇએ. આ વખતે વરસાદ સારો થયો છે. એનું નકારાત્મક પાસુ એ છે કે દેશમાં ૫૦ ટકા વિસ્તારોમાં કૃષિ ક્ષેત્રનું ધોવાણ થઇ ગયું છે. પરંતુ એ સિવાય ખરીફ પાક સારો ઉતર્યો છે અને હવે પછીની રવિ પાકની મોસમ પણ જમાવટ કરવાની છે. એક રીતે જુઓ તો વરસાદે દેશના અર્થતંત્રને યોગાનુયોગ એક મહત્ત્વનો અને ખરા સમયનો ટેકો કરેલો છે. કેન્દ્રની એનડીએ સરકારનો ઝુકાવ હજુ પણ દેશના કોર્પોરેટ સેકટર તરફ છે અને એ તો રહેવાનો જ છે, કારણ કે એનડીએ સરકારની વિચારધારામાં પહેલેથી એની કિચન કેબિનેટમાં કોર્પોરેટ કિંગ કહેવાય એવા અનેક ઉદ્યોગપતિઓના પડાવ છે. નાણાંપ...

જો બાઇડન પાસેથી શું અપેક્ષાઓ છે?

Image
ભૂલો કરવી જરૂરી છે. ભૂલો ન કરીએ તો સાચા અને ખોટા વચ્ચેનો ફરક કેવીરીતે સમજાય. કોઈ સુખમાં ભૂલો કરે છે. કોઈ દુ:ખમાં. ૨૦૧૬નો સમય અમેરિકા માટે સુખનો સમય હતો. ઑબામાના નેતૃત્વના આઠ સોનેરી વર્ષો ભોગવનારા અમેરિકાને પોતાની પાસે જે હતું તેની કિંમત સમજાઈ રહી નહોતી. આથી તે એક સનકી માણસને રાજનીતિમાં લઈ આવી. ને પરિણામ આખી દુનિયાએ જોયું. ભૂલ કરવી એ ગુનો નથી. ભૂલો ન સુધારવી એ ગુનો છે. અમેરિકાની જનતા ગુનો કરતા બચી ગઈ છે. ખરાબ સમયમાં સારા માણસો સત્તા પર આવી જાય તો એ સમય એટલો ખરાબ રહેતો નથી. બીજા વિશ્વયુદ્ધ પહેલા બ્રિટનમાં ચર્ચિલ અને અમેરિકામાં રુઝવેલ્ટ ન ચૂંટાયા હોત તો આજે દુનિયાનો નાક-નકશો જુદો હોત. પૃથ્વી પણ પોતાનું ભાગ્ય લઈને ચાલે છે. આવનારા દિવસોમાં કશુંક સારું લખાયું હશે એટલે જ આજે જો બાઇડન જેવા કુશળ નેતા જગતની સૌથી મોટી સત્તાના પ્રમુખ પદ પર ચુંટાઈ આવ્યા. દુનિયા ઐતિહાસિક મહામારીમાંથી પસાર થઈ રહી છે ત્યારે બાઇડન ચૂંટાઈ આવ્યા એ ઘટના રસી શોધાયા જેવી ઐતિહાસિક છે. એક સારા ડૉક્ટર મળી જાય તો અડધો રોગ મટી જતો હોય છે. એક સારા નેતા મળી જાય ત્યારે અડધી સમસ્યાઓ આપોઆપ ઉકેલાઈ જતી હોય છે. એમાંય અમેરિકાના પ્રમુખન...

દિલ્હીની વાત : મોદીએ આભાર માન્યો પણ નીતિશ સૌજન્ય ચૂક્યા

Image
નવીદિલ્હી, તા.11 નવેમ્બર 2020, બુધવાર બિહાર વિધાનસભાની ચૂંટણીમાં જીત પછી નરેન્દ્ર મોદીએ ભાજપ મુખ્યાલયે કાર્યકરોને સંબોધન કરીને બિહારના મતદારોનો આભાર માન્યો ત્યારે નીતિશ કુમારે એ સૌજન્ય પણ ના દાખવ્યું તેની ટીકા થઈ રહી છે. ચૂંટણીમાં હાર-જીત પછી દરેક પક્ષના નેતા તમામનો આભાર માને એ પરંપરા છે પણ નીતિશે એ પરંપરાને અવગણી છે. મંગળવારે મોડી રાત્રે જ સ્પષ્ટ થઈ ગયું હતું કે, બિહારમાં ફરી એનડીએની સરકાર આવશે. બુધવારે ભાજપે સ્પષ્ટ કરી દીધું કે, ભાજપની બેઠકો વધારે આવી હોવા છતાં મુખ્યમંત્રીપદે નીતિશ કુમાર જ બેસશે. આ જાહેરાત પછી નીતિશ અને ભાજપના નેતાઓ સંયુક્ત રીતે મીડિયાને સંબોધીને આભાર વ્યક્ત કરશે એવી અપેક્ષા હતી એ પણ ના ફળી. નીતિશ બુધવારે આખો દિવસ જાહેરમાં દેખાયા જ નહીં. સોશિયલ મીડિયાના માધ્યમથી પણ તેમણે કશું કહ્યું નથી. પટણામાં જેડીયુના મુખ્યાલયે પણ કોઈ મોટા નેતા ના જોવા મળતાં જેડીયુમાં અંદરખાને શું ચાલી રહ્યું છે એ અંગે સસ્પેન્સ છે. નીતિશ કુમાર કોઈ મોટો ધડાકો કરવાની ફિરાકમાં છે કે શું એવો સવાલ પણ પૂછાઈ રહ્યો છે. સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા પણ મોદી ચૂપ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં જીતના પગલે બુધ...

કોરોના સામેની લડતમાં વેક્સિનની દિશામાં આશા જન્મી

Image
ભલે દુનિયા કોરોનાની વેક્સિનની રાહ જોઇ રહી હોય પરંતુ એ વેક્સિન કંઇ જાદુઇ નહીં હોય, દરેક દવાની જેમ તેની પણ આડઅસરો હોઇ શકે છે, જોકે જરૂરી નથી કે દરેક વ્યક્તિ પર એ ખરાબ અસર કરે પરંતુ અમુક એલર્જી ધરાવતા લોકો પર વિપરિત અસર કરી શકે છે દુનિયાભરમાં કોરોનાના સંક્રમણમાં ફરી વખત વધારો થઇ રહ્યો છે. કોરોનાની આ બીજી લહેર વધારે આકરી નીવડવાની આશંકા છે ત્યારે લોકો કોરોનાની વેક્સિનની કાગડોળે વાટ જોઇ રહ્યાં છે. એવામાં અમેરિકાની કંપની ફાઇઝર અને જર્મન કંપની બાયોએનટેક સાથે મળીને બનાવી રહેલી વેક્સિન કોવિડ-૧૯ને રોકવામાં ૯૦ ટકા કરતા વધારે સફળ હોવાના દાવાથી લોકોમાં આશા જન્મી છે. વેક્સિનની દિશામાં મળેલા આ સમાચારને કોરોના વિરુદ્ધના જંગમાં વિજય તરીકે નિહાળવામાં આવી રહ્યાં છે. કોરોના મહામારીના કારણે દસ લાખ કરતા વધારે લોકોના મૃત્યુ નીપજી ચૂક્યાં છે અને વૈશ્વિક અર્થવ્યવસ્થાની હાલત ખરાબ છે અને તમામ લોકોના જીવન પણ ખરાબ રીતે અસર પામ્યા છે. વેક્સિન ટ્રાયલ કરનારી બંને કંપનીઓનું કહેવું છે કે વેક્સિન મામલે અત્યાર સુધી કોઇ ગંભીર સુરક્ષાનો મુદ્દો જણાયો નથી. હવે તેઓ વેક્સિનના ઇમરજન્સી ઉપયોગ માટે અમેરિકાના સત્તાવાળાઓની પરવાનગ...

સ્ટાર્ટઅપ માટે 100 વેબિનાર 90,000 વ્યૂઅર્સે ભાગ લીધો

Image
- જૂની શિક્ષણ પ્રથાઓમાં નવા ફેરફાર લાવતા પ્રોજેક્ટ માટે ગુજરાત અગ્રેસર કોરોનાના સમયગાળામાં વિદ્યાર્થીઓનું એજ્યુકેશન અટવાઈ જાય એવી સ્થિતિમાં હતું ત્યારે ઇન્ટરનેટ ટેક્નોલોજી વહારે આવી હતી મોટા ભાગની શિક્ષણ સંસ્થાઓએ ઑનલાઇન એજ્યુકેશનની સિસ્ટમ અપનાવી  લીધી હતી. કેટલાક વિડિયો ક્લાસીસ ચલાવતા હતા તો કેટલાક એજ્યુકેશનની એપ્લિકેશન પર ઑનલાઇન શિક્ષણ આપતા હતા. ઇન્ટરનેટ ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ શિક્ષણ ક્ષેત્રે કોરોના કાળ દરમ્યાન કર્યો છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે પણ વિદ્યાર્થીઓને ઑનલાઇન શિક્ષણ તરફ વાળવાની સવલતો ઉભી કરી હતી. ગઈ તા. ૧૬મી માર્ચથી બંધ થયેલી શિક્ષણ સંસ્થાઓ વિદ્યાર્થીઓના અટવાયેલા અભ્યાસક્રમની ચિંતા હતી પરંતુ ઑનલાઇન શિક્ષણ તેમજ વિવિધ વિષયો પરના વેબિનારોએ વિદ્યાર્થીઓમાં રસ ઉભો કર્યો હતો.  અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતનું ઉચ્ચ શિક્ષણ અગ્રેસર રહ્યું હતું કેમ કે વિદ્યાર્થીઓને સતત ઑનલાઇન એજ્યુકેશન મળ્યા કરતું હતું.  શિક્ષણ ખાતાએ ઉભી કરેલી ઑનલાઇન શિક્ષણની સિસ્ટમ ઑનલાઇન પરિણામો તેમજ એકેડેમિક કેલેન્ડર માટે મહત્ત્વની સાબિત થઈ હતી. ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા ૧૮૫૦  જેટલા...

આપણા સહુમાં મહાન બનવાની શક્તિ નિહિત છે !

Image
પચીસેક વર્ષ પૂર્વેનું એક સ્મરણ એકાએક ચિત્તમાં જાગી ઊઠયું. ૧૯૯૪ની ૧૨મી નવેમ્બરે અમેરિકાના પ્રવાસ દરમિયાન એ દિવસે ચિત્ત પર શોક અને દુઃખના વાદળો ઘેરાઇ વળ્યાં. આખો દિવસ વિશ્વખ્યાત દોડવીર વિલ્મા રૂડોલ્ફના અવસાનથી શોકમાં ગરકાવ થઇ ગયો હતો. એ દિવસે ટેનિસી રાજ્યનો ધ્વજ અડધી કાઠીએ ફરક્યો હતો અને ટેનિસીના ક્લાર્ક વિલેના એજફિલ્ડ મિશનરી બાપ્ટિસ્ટ ચર્ચમાં વિલ્મા રૂડોલ્ફને અંતિમ વિદાય આપવામાં આવી. પાંચ દિવસ પછી આ રાજ્યની યુનિવર્સિટીના એક વિશાળ હોલમાં એની સ્મૃતિમાં મેમોરિયલ સર્વિસ યોજાઇ, ત્યારે અમેરિકન, એશિયન, અશ્વેત - સહુ કોઇએ વિલ્મા રૂડોલ્ફને અશ્રુભરી અંજલિ સાથે વિદાય આપી હતી. એમ કહેવાય છે કે માણસને સંજોગો ઘડે છે, પરંતુ આ વિલ્મા રૂડોલ્ફે જીવનમાં સંજોગોને પોતાનાં સ્વપ્નો પ્રમાણે ઘડયાં છે એ જન્મી એ દિવસથી જ એના પર આફતો, દુર્ભાગ્ય અને મુશ્કેલીઓ વરસતી રહી અને વિલ્મા રૂડોલ્ફ આ સઘળી મુશ્કેલીઓને મહાત કરીને પોતાની ધ્યેયસિદ્ધિ તરફ આગળ વધતી રહી. ૧૯૪૦ની ૨૩મી જૂને ઘરકામ કરતી માતા બ્લેન્ચને પ્રિમેચ્યોર પ્રસૂતિ થઇ અને વિલ્મા જન્મી ત્યારે એનું વજન માત્ર સાડા ચાર પાઉન્ડનું હતું. માતાને આ છોકરી જીવશે એવી બહુ ઓછી...