સ્ટાર્ટઅપ માટે 100 વેબિનાર 90,000 વ્યૂઅર્સે ભાગ લીધો

- જૂની શિક્ષણ પ્રથાઓમાં નવા ફેરફાર લાવતા પ્રોજેક્ટ માટે ગુજરાત અગ્રેસર


કોરોનાના સમયગાળામાં વિદ્યાર્થીઓનું એજ્યુકેશન અટવાઈ જાય એવી સ્થિતિમાં હતું ત્યારે ઇન્ટરનેટ ટેક્નોલોજી વહારે આવી હતી મોટા ભાગની શિક્ષણ સંસ્થાઓએ ઑનલાઇન એજ્યુકેશનની સિસ્ટમ અપનાવી  લીધી હતી. કેટલાક વિડિયો ક્લાસીસ ચલાવતા હતા તો કેટલાક એજ્યુકેશનની એપ્લિકેશન પર ઑનલાઇન શિક્ષણ આપતા હતા. ઇન્ટરનેટ ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ શિક્ષણ ક્ષેત્રે કોરોના કાળ દરમ્યાન કર્યો છે.

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે પણ વિદ્યાર્થીઓને ઑનલાઇન શિક્ષણ તરફ વાળવાની સવલતો ઉભી કરી હતી. ગઈ તા. ૧૬મી માર્ચથી બંધ થયેલી શિક્ષણ સંસ્થાઓ વિદ્યાર્થીઓના અટવાયેલા અભ્યાસક્રમની ચિંતા હતી પરંતુ ઑનલાઇન શિક્ષણ તેમજ વિવિધ વિષયો પરના વેબિનારોએ વિદ્યાર્થીઓમાં રસ ઉભો કર્યો હતો. 

અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતનું ઉચ્ચ શિક્ષણ અગ્રેસર રહ્યું હતું કેમ કે વિદ્યાર્થીઓને સતત ઑનલાઇન એજ્યુકેશન મળ્યા કરતું હતું. 

શિક્ષણ ખાતાએ ઉભી કરેલી ઑનલાઇન શિક્ષણની સિસ્ટમ ઑનલાઇન પરિણામો તેમજ એકેડેમિક કેલેન્ડર માટે મહત્ત્વની સાબિત થઈ હતી.

ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા ૧૮૫૦  જેટલા વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૬૦૦૦૦૦ જેટલા વ્યૂઅર્સે ભાગ લીધો હતો.

કોરોના વાઇરસની મહામારી હોવા છતાં વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર ન પડે તથા વિદ્યાર્થીઓનો વિદ્યા-શિક્ષણ-તાલીમ સાથેનો સંબંધ સાતત્યપૂર્ણ બની રહે, અધ્યાપકો ઓનલાઈન શૈક્ષણિક કાર્ય કરી શકે તે જરૂરી છે. આ માટે રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણની કોલેજો ખાતે એકસરખા માધ્યમથી ઓનલાઈન શૈક્ષણિક કાર્ય થઇ શકે અને એકસુત્રતા જળવાય તે માટેની વ્યવસ્થા ઉભી કરવા શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા “Unlimited Digital Advanced Year Long Academic Method (UDAYAM)” પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવેલ છે. જૂની શિક્ષણ પ્રથાઓમાં ફેરફાર કરવાનો સમય હવે પાકી ગયો છે.

શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ કોલેજોના વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ પ્રાપ્ત થાય તે હેતુથી સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ કોલેજો માટે માઈક્રોસોફ્ટ ટીમ્સ સોફ્ટવેર ઉપલબ્ધ કરવામાં આવેલ છે. જેના માધ્યમથી તમામ સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ કોલેજોમાં સફળતાપૂર્વક ઓનલાઈન શૈક્ષણિક કાર્ય ચાલુ છે. આશરે ૧લાખ જેટલા વિદ્યાર્થીઓ ર્હનૈહી 

online education નું લાભ પ્રતિદિન મેળવી રહયા છે.આ સાથે રાજ્યની તમામ યુનિવર્સિટીઓ અને સેલ્ફ-ફાઈનાન્સ સંસ્થાઓ ખાતે પણ ઓનલાઈન માધ્યમો દ્વારા શૈક્ષણિક કાર્ય કરવામાં આવી રહ્યું છે. 

રાજ્યમાં આવેલી સરકારી અને સેકટોરલ યુનિવસટીઓ દ્વારા ઓનલાઈન ટીચિંગ સાથે સાથે વિવિધ વિષયો જેવા કે કોવીડ-૧૯ અને તેની શારીરિક, માનસિક, આર્થિક, અને સાંસ્કૃતિક અસરો, રીસર્ચ મેથોડોલોજી અને ફેકલ્ટી ડેવલપમેન્ટ વર્કશોપ પર વેબિનારનું આયોજન પણ સાથે સાથે થયું. અત્યાર સુધીમાં ૨૧ જેટલી સરકારી અને સેકટોરલ યુનિવસટીઓ દ્વારા ૪૦૦ વેબિનારનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ૮,૭૦,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા ભાગ લેવામાં આવેલ છે. 

વિદ્યાર્થીઓને લોકડાઉનની પરિસ્થિતિમાં પણ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન માટે જરૂરી માર્ગદર્શન અને પ્રોત્સાહન મળી રહે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા i-Hub મારફત વિવિધ વેબિનાર સીરીઝ શરૂ કરવામાં આવેલ છે. અત્યાર સુધીમાં શિક્ષણ વિભાગ દ્વારા i-Hub મારફત સ્ટાર્ટઅપ અને ઇનોવેશનને લગતા વિવિધ વિષયો પર ૧૦૦ જેટલા વેબિનારનું આયોજન થયેલ છે જેનો ૯૦,૦૦૦ જેટલા વ્યુઅર દ્વારા લાભ લીધેલ છે. આ કાર્યક્રમ ફેસબુક લાઇવ માધ્યમ દ્વારા પણ પ્રસારિત થતો હોઈ વધુમાં વધુ વિદ્યાર્થીઓ સહેલાઇથી લાભ મેળવે છે. આ કાર્યક્રમમાં ભાગ લેવાના કારણે વધુમાં વધુ વિદ્યાર્થીઓએ નવીનીકરણ પ્રત્યે રુચિ દાખવી હતી. તથા ઘરે બેઠાં નવીન સ્ટાર્ટઅપ શરૂ કરેલ છે.  

Comments

Popular posts from this blog

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .