દેશમાં વધુ 38359 સાથે કોરોનાના કુલ કેસ 94.31 લાખ, મૃત્યુઆંક 1.37 લાખ


મહારાષ્ટ્રમાં કોરોનાનો કેર યથાવત્  : 24 કલાકમાં 85ના મોત, નવા 5,444 કેસ, રિકવર 4362

નવી દિલ્હી, તા. 29 નવેમ્બર, 2020, રવિવાર

દેશભરમાં કોરોનાના કેસો બહુ જ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં જ કોરોનાના 38359 કેસો સામે આવ્યા હતા. જેને પગલે કોરોનાના કુલ કેસોની સંખ્યા 94,31,227એ પહોંચી ગઇ છે. દરમિયાન વધુ 417 લોકોના મોત સાથે મૃત્યુઆંક પણ 137092ને પાર પહોંચી ગયો છે.  

જોકે છેલ્લા 24 કલાકમાં જ 45613 લોકોને સાજા કરી લેવામાં આવ્યા છે. જે સાથે જ સાજા થયેલાની કુલ સંખ્યા 88,45,714ને પાર પહોંચી ગઇ છે. હાલ દેશમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા પાંચ લાખ જેટલી છે. બીજી તરફ કોરોનાની વેક્સિનની ટ્રાયલ અંતિમ તબક્કામાં છે ત્યારે દરેક પ્રકારની સાવચેતી રાખવામાં આવી રહી છે. 

સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કોરોનાની રસીની શોધ સાથે સંકળાયેલી ત્રણ ટીમોની સાથે વાતચીત કરશે અને સમગ્ર રિપોર્ટ લેશે. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મોદી આ ટીમોનો સંપર્ક કરશે. જે ટીમોની સાથે મોદી વાત કરશે તે ગેન્નોવા બાયોફાર્મા, બાયોલોજિકલ ઇ અને ડો. રેડ્ડીનો સમાવેશ થાય છે. 

બીજી બાજુ આજે મહારાષ્ટ્રમાં કોરોનાથી 85 દરદીના મોત થયા હતા.નવા 5444 દરદી નોંધાયા હતા. આથી રાજ્યમાં કોરોનાના દરદીની સંખ્યા વધીને 18,20,051 થઈ છે. અને મરણાંકનું પ્રમાણ 47071 થયું છે. જ્યારે આજે કોરોનાના 4362 દરદી સાજા થતાં હોસ્પિટલથી ડિસ્ચાર્જ અપાયા છે. તેમ જ રાજ્યમાં 90997 એક્ટિવ દરદી વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે.

મહારાષ્ટ્રમાં કોરોનાના દરદી સાજા થવાનું પ્રમાણ એટલે કે રિકવરીનું પ્રમાણ 92.36 ટકા છે.  એટલે કે 16 લાખ 80 હજાર 926 દરદી કોરોનાથી મુક્ત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 1,08,04,422 ટેસ્ટ કર્યા છે. એમાંથી 18 લાખ 20,058 દરદી પોઝિટિવ નોંધાયા હતા આથી રાજ્યમાં કોરોના દરદીનું પ્રમાણ 16.85 ટકા થયું છે. અને મરણાંકનું પ્રમાણ 2.59 ટકા છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો