છત્તીસગઢના સુકમામાં IED બ્લાસ્ટ, આસિસ્ટન્ટ કમાન્ડન્ટ શહીદ, 9 જવાન ઈજાગ્રસ્ત


રાયપુર, તા. 29 નવેમ્બર 2020 રવિવાર

છત્તીસગઢના સુકમા જિલ્લામાં નક્સલીઓએ કોબરા 206 બટાલિયનના જવાન પર આઈઈડીથી હુમલો કર્યો છે. આ હુમલામાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ નિતિન શહીદ થઈ ગયા છે જ્યારે 9 સીઆરપીએફ જવાનો ઈજાગ્રસ્ત થવાની જાણકારી મળી છે. આ તમામ જવાન રાતે દસ વાગ્યે લગભગ ઑપરેશનથી પાછા ફરી રહ્યા હતા ત્યારે તાડમેટલા વિસ્તારના બુર્કાપાલથી છ કિલોમીટર દૂર એક સ્થાન પર જવાન નક્સલીઓના નિશાને પર આવી ગયા.

ઈજાગ્રસ્ત તમામ જવાન કોબરા 206 બટાલિયનના છે. સુકમા એસપી કેએલ ધ્રુવે આ હુમલાની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યુ કે તમામ ઈજાગ્રસ્ત જવાનોને હેલિકોપ્ટરથી રાયપુર લઈ જવાયા છે જ્યારે આસિસ્ટન્ટ કમાન્ડન્ટ નિતિને રસ્તામાં જ અંતિમ શ્વાસ લીધા.

ત્યાં બસ્તર આઈજી સુંદરરાજ પી એ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યુ કે આ મુદ્દે વધારે જાણકારી જંગલમાંથી જવાનોના પાછા ફર્યા બાદ જ મળી શકશે. જવાન બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત થયા છે અથવા સ્પાઈક હોલથી આની પણ જાણકારી લેવામાં આવી રહી છે.

જોકે શનિવારે સેનાની સંયુક્ત પાર્ટી તાડમેટલા વિસ્તારમાં નક્સલીઓ વિરૂદ્ધ સર્ચિંગ ઑપરેશન પર નીકળી હતી. આ દરમિયાન મોડી રાતે નક્સલીઓ દ્વારા લગાવવામાં આવેલા સ્પાઈક હોલમાં ફસાઈને કેટલાક જવાન ઈજાગ્રસ્ત થઈ ગયા. કેટલાક આઈઈડીની ચપેટમાં આવવાની માહિતી છે. તમામ જવાન કોબરા 200 બટાલિયનના છે.

ઈજાગ્રસ્ત જવાનોને રેસ્ક્યુ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. નક્સલીઓ હોવાની માહિતી પર બુરકાપાલ, તેમલવાડા અને ચિંતાગુફાથી જોઈન્ટ ઑપરેશન ચલાવવામાં આવ્યુ. મોડી સાંજે તાડમેટલાના જંગલમાં પેટ્રોલિંગ કરતા જવાન આગળ વધી રહ્યા હતા કે આ દરમિયાન જવાન સ્પાઈક હોલ અને આઈઈડીની ચપેટમાં આવી ગયા.

આ વિસ્ફોટમાં 9 જવાનોના ઈજાગ્રસ્ત હોવાની જાણકારી મળી છે. ઈજાગ્રસ્ત જવાનોના રેસ્ક્યુ માટે વાયુ સેનાના હેલિકૉપ્ટરને રવાના કરવામાં આવ્યુ છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો