ઓવૈસીની પાર્ટી હૈદ્રાબાદના લોકોની જગ્યાએ ઘૂસણખોરોની સાથેઃ સ્મૃતિ ઈરાની

નવી દિલ્હી, તા. 25 નવેમ્બર 2020 બુધવાર

હૈદ્રાબાદ કોર્પોરેશનની આગામી મહિને યોજાનારી ચૂંટણીને લઈને રાજકીય પારો ઉપર ચઢી રહ્યો છે.ખાસ કરીને ભાજપના નેતાઓએ હવે અસદુદ્દીન ઓવૈસીને ટાર્ગેટ બનાવવાનુ શરુ કર્યુ છે.

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ હૈદ્રાબાદમાં પ્રચાર દરમિયાન રાજ્યના સીએમ કેસીઆર અને એઆઈએમઆઈએમના ઓવૈસી પર પ્રહારો કરતા કહ્યુ હતુ કે, આ બંને પાર્ટીઓ હૈદ્રાબાદના લોકોની જગ્યાએ ઘૂસણખોરોને સમર્થન આપે છે.આપણા સૈનિકો જ્યારે દેશની સીમાઓનુ રક્ષણ કરવા માટે જાનની બાજી લગાવી રહ્યા છે ત્યારે હૈદ્રાબાદમાં ઓવૈસી અને કેસીઆર ઘૂસણખોરોને વોટર્સ યાદીમાં સામેલ કરવા માટે મળીને કામ કરી રહ્યા છે.આ માટે તેમણે લોકોને જવાબ આપવો પડશે.

સ્મૃતિ ઈરાનીએ કહ્યુ હતુ કે, આપણે ઘૂસણખોરોથી ભારતીયોના હિતોની રક્ષા કરવી પડશે.એઆઈએમઆઈએમ અને ટીઆરએસ આમ ભારતીય કે હૈદ્રાબાદના વોટરો સાથે નથી પણ ઘૂસણખોરો સાથે છે.જેથી પોતાનુ રાજકીય હિત સાધી શકે.ઓવૈસીની પાર્ટીએ પોતાના રાજકીય કાર્યલયનો દુરપયોગ કર્યો છે.વોટરોની યાદીમાં ઘૂસણખોરોના નામ સામેલ કરવા સામે રાજ્ય સરકારે પણ કોઈ કાર્યવાહી કરી નથી.

તેમણે કહ્યુ હતુ કે, ટીઆરએસ અને એઆઈએમઆઈએમ સાબિત કરવા માંગે છે કે, આ શહેર પર ઘૂસણખોરોનો અધિકાર છે અને ભારતના નાગરિકોનો નહી.તેલંગાણામાં થનારી વિધાનસભા ચૂંટણીઓની દિશા હૈદ્રાબાદ કોર્પોરેશનની ચૂંટણીઓથી નક્કી થશે.




Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો