મહારાષ્ટ્રમાં પ્રવેશ માટે કોરોનાનો પીસીઆર ટેસ્ટ નેગેટિવ હોવો ફરજિયાત


મુંબઇ, તા. 23 નવેમ્બર, 2020, સોમવાર

કોરોના મહામારી વચ્ચે અન્ય રાજ્યોમાંથી મહારાષ્ટ્રમાં આવતા લોકો માટે રાજ્ય સરકારે નવા નિયમો જાહેર કર્યા છે. જેને પગલે હવેથી મહારાષ્ટ્રમાં પ્રવેશ મેળવતા પહેલા કોરોનાનો આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવો ફરજિયાત રહેશે. અને જે લોકોનો ટેસ્ટ નેેગેટિવ આવશે તેમને જ પ્રવેશ આપવામાં આવશે. જ્યારે પોઝિટિવ રિપોર્ટ આવે તેમને પ્રવેશ નહીં મળે.

કોરોના મહામારીને ફેલાતી અટકાવવા આ નિર્ણય લેવાયો છે. જોકે આ નિયમો ગુજરાત, દિલ્હી, રાજસૃથાન, ગોવાથી આવતા લોકોને જ લાગુ રહેશે. બીજી તરફ છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 39373 કેસો સામે આવ્યા છે જેની સામે તેનાથી પણ વધુ 41269 લોકોને સાજા કરી લેવાયા છે.

દરમિયાન એક જ દિવસમાં કોરોનાથી વધુ 398 લોકોના મોત નિપજતા કુલ મૃત્યુઆંક 133968 પર પહોંચી ગયો છે. જ્યારે સાજા થયેલાની કુલ  સંખ્યા 85,95,112ને વટાવી ચુકી છે. તે સાથે જ કોરોનાના કુલ કેસોની સંખ્યા હવે વધીને 91,70,592એ પહોંચી ગઇ છે. બીજી તરફ દિલ્હીમાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે જેના માટે દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારે દોષનો ટોપલો પરાળી સળગાવવા પર ઢોળ્યો હતો. 

દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને દાવો કર્યો હતો કે છેલ્લા કેટલાક સમયથી પરાળી સળગાવવાનું પ્રમાણ વધી જતા કોરોનાના કેસો વધ્યા છે કેમ કે હવા દુષીત રહે છે. જ્યારે સાથે એવો પણ દાવો કર્યો હતો કે આગામી બેથી ત્રણ સપ્તાહમાં સમગ્ર પરિસિૃથતિમાં બદલાવ આવી જશે અને પહેલા જેમ કેસોમાં ઘટાડો પણ થશે.

દિલ્હીમાં હાલ કોરોના બેકાબુ જેવી સિૃથતિમાં છે અને એક કલાકમાં પાંચ લોકોના મોત નોંધાઇ રહ્યા છે જેને પગલે પ્રશાસન દોડતુ થઇ ગયું છે. રાજસૃથાનના સ્વાસ્થ્ય મંત્રી રઘુ શર્માનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર અપાઇ રહી છે. આ જાણકારી રઘુ શર્માએ ટ્વીટર દ્વારા આપી હતી સાથે કહ્યું હતું કે મારા સંપર્કમાં આવેલા લોકો કોરોના ટેસ્ટ ફરજિયાત કરાવી લે.

ઉત્તરાખંડના રાજ્યપાલ બેબી રાની મૌર્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સાથે તેમણે દાવો કર્યો હતો કે મારૂ સ્વાસ્થ્ય એકદમ બરાબર છે અને કોઇ જ પ્રકારની બિમારી કે લક્ષણો નથી તેમ છતા હું ખુદને આઇસોલેટ કરી રહ્યો છું કે જેથી અન્યોને તેની અસર ન થાય.

મહારાષ્ટ્રમાં હવેથી ગુજરાત, ગોવા, રાજસૃથાન અને દિલ્હીથી આવતા લોકોને કોરોના રિપોર્ટ નેગેટિવ હશે તો જ એન્ટ્રી આપવામાં આવશે. બીજી તરફ હિમાચલ પ્રદેશ અને કર્ણાટક સરકારે 31મી ડિસેમ્બર સુધી સ્કૂલોને બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો