કાશીથી PMનો ચીન પર પ્રહાર, કહ્યું- વિસ્તારવાદી તાકતોને મળી રહ્યો છે જડબાતોડ જવાબ
નવી દિલ્હી, તા. 30 નવેમ્બર 2020, સોમવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેવ દિવાળી મહોત્સવથી લોકોને સંબોધિત કરતા ચીનનું નામ લીધાં વિના તેના પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું, વિસ્તારવાદી તાકતોને દેશે જડબાતોડ જવાબ આપ્યો છે. ભલે સરહદે ઘુસણખોરી થવાનો પ્રસાસ થઈ રહ્યો હોય, વિસ્તારવાદી તાકતોના દુસ્સાહસ હોય કે પછી દેશની અંદર દેશને તોડવાના ષડયંત્રો, ભારત બધાનો જડબાતોડ જવાબ આપી રહ્યું છે.
તેમણે વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે, અમારા માટે વિરાસતનો અર્થ છે દેશની ધરોહર જ્યારે કેટલાંક લોકો માટે વિરાસતનો અર્થ હોય છે પોતાનો પરિવાર અને પોતાના પરિવારનું નામ. આપણાં માટે વિરાસતનો અર્થ છે આપણી સંસ્કૃતિ, આપણી આસ્થા, આપણાં મુલ્યો. તેમના માટે વિરાસતનો અર્થ છે પોતાની પ્રતિમાઓ અને પરિવારોની તસવીરો. તેમનું ધ્યાન પરિવારની વિરાસત બચાવવામાં રહ્યું. અમારું ધ્યાન દેશની વિરાસત બચાવવા અને તેને સંરક્ષિત કરવામાં છે.
નવા કૃષિ કાયદા સામે થઈ રહેલા ધરણાં પ્રદર્શન પર કહ્યું કે, નવા કામ દરમિયાન આ રીતે વિરોધ થતા રહ્યાં છે. તેમણે કહ્યું કે, આજે આપણે સાધારાની વાતો કરીએ છીએ. સમાજ અને વ્યવસ્થામાં સુધારાના ખુબ મોટા પ્રતિક તો સ્વયં ગુરુ નાનક દેવજી હતા. અમે તે પણ જોયું છે કે, જ્યારે સમાજ, રાષ્ટ્રહિતમાં પરિવર્તન થાય છે તો જાણે-અજાણે વિરોધના સ્વર જરૂર ઉઠે છે. પરંતુ જ્યારે આ સુધારાની સાર્થકતા સામે આવવા લાગે છે તો બધુ ઠીક થઈ જાય છે. આ સીખ આપણને ગુરુનાનક દેવજીના જીવનથી મળે છે.
Comments
Post a Comment