સમગ્ર રાજ્યમાં ભયનો માહોલ છેલ્લાં 24 કલાકમાં સૌથી વધુ 1540 કેસ


અમદાવાદ, તા.25 નવેમ્બર 2020, બુધવાર

ગુજરાતમાં કોરોનાની બીદી લહેરે ભયજનક પરિસ્થિતિ સર્જી છે, આજે રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધઉ ૧૫૪૦ કેસ નોંધાયા છે અને ૧૪ કોરોના દર્દીઓના મૃત્યુ થયા છે. છેલ્લાં ૨૪ કલાકમાં નોંધાયેલા ૧૪ મૃત્યુ પૈકી૧૦ મૃત્યુ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં આજે ૩૪૯ પોઝિટિવ કેસ નોંધાયા છે, જે અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે. આજે ૧૫૪૦ પોઝિટિવ કેસ સામે ૧૨૮૩ દર્દીઓ સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

આજે ગુજરાતમાં કુલ ૯૧,૪૯૫ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં ૧૫૪૦ વ્યક્તિના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આજે સૌથી વધુ અમદાવાદમાં ૩૪૯ કેસ, સુરતમાં ૨૭૭, વડોદરામાં ૧૬૯, રાજકોટમાં રાજકોટમાં ૧૨૭, ગાંધીનગરમાં ૮૧, બનાસકાંઠામાં ૫૭, પાટણમાં ૪૯, મહેસાણામાં ૪૫, જામનગરમાં ૪૪, ખેડામાં ૩૦, પંચમહાલમાં ૨૭, અમરેલીમાં ૨૬, ભરૂચમાં ૨૬, મોરબીમાં ૨૪, સાબરકાંઠામાં ૨૧, આણંદમાં ૨૦, જૂનાગઢમાં ૨૦, સુરેન્દ્રનગરમાં ૨૦ અને કચ્છમાં ૧૯ કેસ નોંધાયા છે.

અત્યારે એક્ટિવ કેસોની કુલ સંખ્યા ૧૪,૨૮૭ છે, જેમાંથી ૯૬ દર્દીઓ વેન્ટિલેટર પર અને  ૧૪,૧૯૧ દર્દીઓ સ્ટેબલ છે. છેલ્લાં ૨૪ કલાકમાં અમદાવાદમાં દસ, સુરતમાં બે, બોટાદમાં એક અને વડોદરામાં એક કોરોના દર્દીનું મૃત્યુ થયું છે અને રાજ્યનો કુલ મૃત્યુઆંક ૩૯૦૬ થયો છે. આજે ૧૨૮૩ દર્દીઓને ડિસ્ચાર્જ કરાતા કુલ ડિસ્ચાર્જનો આંક ૧,૮૩,૭૫૬ પર પહોંચ્યો છે. હાલની પરિસ્થિતિએ જુદાં-જુદાં વિસ્તારમાં ૪,૯૪,૬૦૭ વ્યક્તિઓને ક્વોરન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે, જે પૈકી ૪,૯૪,૪૭૫ વ્યક્તિ હોમ ક્વોરન્ટાઇન હેઠળ અને ૧૩૨ વ્યક્તિ ફેસિલિટી ક્વોરન્ટાઇનમાં છે.

પોઝિટિવ કેસ અને રિકવર કેસ વચ્ચેનો તફાવત પણ ઘટયો

રાજ્યમાં કોરોનાના કેસોમાં ઉત્તરોત્તર થઇ રહેલો વધારો તો ચિંતાજનક છે જ પરંતુ પોઝિટિવ કેસો અને રિકવર થનારા કેસો વચ્ચેનો વધી રહેલો તફાવત વધુ ધ્યાન માગતો મુદ્દો છે. 

છેલ્લાં ત્રણ-ચાર મહિનાથી એવી પરિસ્થિતિ હતી કે રોજ પોઝિટિવ આવતા કેસો સામે રિકવર થનારા દર્દીઓની સંખ્યા વધુ હતી અથવા તો પોઝિટિવ કેસોની સંખ્યા આસપાસની હતી. જેથી એક્ટિવ કેસોની સંખ્યામાં બહુ ફેરફાર થતો નહોતો, પરંતુ છેલ્લાં વીસેક દિવસથી પોઝિટિવ કેસોની સામે રિકવર દર્દીઓની સંખ્યા ધીમે-ધીમે ઓછી થતાં એક્ટિવ કેસોમાં જંગી વધારો થયો છે.

અમદાવાદમાં અત્યાર સુધીના સૌથી વધુ 349 કેસ આજે નોંધાયા

 અમદાવાદમાં આજે ૩૪૯ કેસ નોંધાયા છે, જે અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. અમદાવાદમાં કોરોનાના બીજા તબક્કાએ એપ્રિલ-મે મહિનાની પરિસ્થિતિ કરતાં પણ વધુ ચિંતા જન્માવી છે. કેસોની દ્રષ્ટિએ અમદાવાદ ફરી ઉપર આવી ગયું છે ઉપરાંત અહીંનો મૃત્યુદર પણ ભયજનક છે. આજે અમદાવાદ શહેરમાં ૯ મૃત્યુ અને ગ્રામ્યમાં એક મૃત્યુ નોંધાતા અમદાવાદ જિલ્લાનો કુલ મૃત્યુઆંક ૨૦૦૨ થયો છે. જે સમગ્ર રાજ્યના કુલ મૃત્યુઆંકના બે તૃતિયાંશ કે ૬૫ ટકા જેટલો છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે