જુલાઈના ત્રિમાસિક ગાળામાં દેશની અર્થવ્યવસ્થામાં 7.5%નો ઘટાડો

નવી દિલ્હી, તા. 27 નવેમ્બર 2020, શુક્રવાર

કોરોનાકાળમાં આજે બીજી વાર જીડીપી ગ્રોથના આંકડા સામે આવ્યા છે. કોરોના સંકટ વચ્ચે દેશની અર્થવ્યવસ્થામાં ચાલુ નાણાંકિય વર્ષ 2020-21ની બીજા ત્રિમાસિક ગાળો જુલાઈ-સપ્ટેમ્બરમાં 7.5%નો ઘટાડો આવ્યો છે.

સ્ટેટિસ્ટિક્સ વિભાગે જાહેર કરેલા આંકડા અનુસાર તેનાથી પૂર્વ નાણાંકિય વર્ષ 2019-20ના આ ત્રિમાસિક ગાળામાં GDPમાં 4.4%ની વૃદ્ધિ થઈ હતી. તે સાથે જ ઓક્ટોબરમાં 8 મુખ્ય પાયાગત ઉદ્યોગોનું ઉત્પાદન વાર્ષિક આધાર પર 2.5% ઘટ્યો.

કોરોના મહામારી અને તેને અટકાવવા માટે 'લોકડાઉન'ના કારણે ચાલુ નાણાંકિય વર્ષની પહેલા ત્રિમાસિક ગાળા એપ્રિલ-જુનમાં અર્થવ્યવસ્થામાં 23.9%ની મોટો ઘટાડો આવ્યો હતો. ઉલ્લેખનિય છે કે, ચીનની આર્થિક વૃદ્ધિ દર જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકગાળામાં 4.9% રહ્યો જ્યારે એપ્રિલ-જુનના ત્રિમાસિકગાળામાં તેમાં 3.2%નો વધારો થયો હતો.

અર્થતંત્રીની માન્ય પરિભાષા પ્રમાણે જો કોઈ દેશની GDP સતત બે ત્રિમાસિક ગાળા સુધી નેગેટિવ રહે છે તો મંદીની હાલત માની લેવામાં આવે છે. આ હિસાબે જો બીજા ત્રિમાસિકમાં ભારતનો GDP વાસ્તવમાં નેગેટિવ રહ્યો તો એવુ જ કહી શકાય છે કે, દેશમાં મંદી આવી ગઈ છે.

કોર સેક્ટરની વાત કરીએ તો, તેમાં ઓક્ટોબરમાં ગ્રોથ 2.5% રહ્યો. જે સપ્ટેમ્બરના 0.8%ની સરખામણીએ ઓછો છે. કોલસા, કાચુ તેલ, સ્ટીલ, પેટ્રો, રિફાઈનીંગ, વિજળી અને નેચરલ ગેસ ઉદ્યોગોને કોઈ પણ અર્થવ્યવસ્થાનો પાયો માનવામાં આવે છે. આ સેક્ટરો કોર સેક્ટર કહેવામાં આવે છે.

ઉલ્લેખનિય છે કે, ભારતીય રિઝર્વ બેંક સહિત દેશ અને વિદેશની નાણાકીય એજન્સીઓને કોરોના વાયરસની અસરના કારણએ સપ્ટેમ્બરના ત્રિમાસિકમાં અર્થવ્યવસ્થામાં વૃદ્ધિ નેગેટિવ રહેવાનું અનુમાન લગાવ્યુ હતું. માર્ચ ત્રિમાસિકમાં GDP ગ્રોથ 3.1% હતું. આ જ કારણે નાણાંકીય વર્ષ 2019-20 દરમિયાન GDP ગ્રોથ ફક્ત 4.2% રહ્યો હતો.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો