દેશને 'વન નેશન- વન ઈલેક્શન'ની જરુર, પીએમ મોદીનુ બંધારણ દિવસ નિમિત્તે સંબોધન

નવી દિલ્હી, તા.26 નવેમ્બર 2020, ગુરૂવાર

આજે બંધારણ દિવસ નિમિત્તે પીએમ મોદીએ કેવડિયા કોલોની ખાતે યોજાઈ રહેલા કાર્યક્રમમાં સંબોધન કરતા કહ્યુ હતુ કે, દેશને આજે વન નેશન, વન ઈલેક્શનની તાતી જરુરિયાત છે.

તેમણે કહ્યુ હતુ કે, દેશમાં દર થોડા મહિને ચૂંટણીઓ થતી હોય છે અને આ બાબત પર મંથન થવુ જોઈએ.હવે આપણે ડિજિટલાઈઝેશન તરફ વળવાની પણ જરુર છે.કાગળનો ઉપયોગ બંધ કરવો પડશે.આઝાદીના 75 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે ત્યારે દેશે કેટલાક ટાર્ગેટ નક્કી કરવાની જરુર છે.

પીએમ મોદીએ કહ્યુ હતુ કે બંધારણના રક્ષણમાં ન્યાયપાલિકાની ભૂમિકા બહુ મહત્વની રહી છે.70ના દાયકામાં ઈમરજન્સી સ્વરુપે બંધારણને તોડવાની કોશીશ થઈ હતી પણ ઉલટાનુ ઈમજન્સી બાદ બંધારણની સિસ્ટમ વધારે મજબૂત બની હતી.આપણા માટે આ એક શીખવા જેવી બાબત છે.

તેમણે નાગરિકોને પણ અપીલ કરી હતી કે, દરેક નાગરિકે બંધારણને સમજવુ જોઈએ અને તેના હિસાબે જ ચાલવુ જોઈએ.વિધાનસભામાં પણ લોકભાગીદારી કેવી રીતે વધે તેના પર ચર્ચા કરવાની જરુર છે.કોરોના કાળમાં લોકોએ બંધારણ પર ભરોસો મુક્યો છે.સંસદમાં પણ ઉલટાનુ વધારે કામ થયુ છે.સાંસદોએ પોતાનો પગાર કાપવા માટે પણ સંમતિ આપી છે.કોરોનાના સમયમાં પણ દેશમાં  ચૂંટણીઓ થઈ છે અને નિયમ પ્રમાણે જ સરકારો બની છે તે બંધારણની તાકાત બતાવે છે.

પીએમ મોદીએ કહ્યુ તહુ કે, દરેક વ્યક્તિએ રાષ્ટ્રહિત માટે કામ કરવુ જોઈએ.રાષ્ટ્રહિત સાથે જોડાયેલા મુદ્દાઓ પર રાજકારણ રમાય છે ત્યારે તેનુ નુકસાન થતુ હોય છે.સરદાર સરોવર ડેમ પણ રાજકારણનો શિકાર બન્યો છે.અમુક લોકોના કારણે ડેમનુ કામ રોકાઈ રહ્યુ અને તેના કારણે તેના ખર્ચમાં કરોડો રુપિયાનો વધારો થઈ ગયો હતો.આજે પણ આવા લોકોના ચહેરા પર કોઈ પસ્તાવો નથી.સરદાર પટેલ ક્યારેય ભાજપ કે જનસંઘમાં નહોતા જોડાયા પણ ત્યાં રાજકીય આભડછેટ નથી.જેના કારણે આજે સરદાર સાહેબનુ સ્ટેચ્યુ ઉભુ છે અને લોકોને નોકરીઓ પણ મળી રહી છે.


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો