આંદોલનકારી ખેડૂતોને કોરોનાનું જોખમ : કાઉન્સિલ કોરોના કરતા કૃષિ કાયદા વધુ ખતરનાક : ખેડૂતો
સાવચેતી રાખીને અમે કોરોનાથી તો બચી જઇશું પણ કેન્દ્રના કૃષિ કાયદા અમને જરૂર મારી નાખશે : આંદોલનકારી ખેડૂતોનો રોષ
નવી દિલ્હી, તા. 30 નવેમ્બર, 2020, સોમવાર
દિલ્હીમાં હાલ મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા છે. સૌથી વધુ પંજાબ અને હરિયાણાના ખેડૂતો આવ્યા છે. જ્યારે બાદમાં રાજસૃથાન અને ઉત્તર પ્રદેશના ખેડૂતો પણ જોડાયા હતા.
આ પરિસિૃથતિ વચ્ચે હવે કેટલાક નિષ્ણાંતોનો દાવો છે કે ખેડૂતોને કોરોના થઇ શકે છે અને મોટી સંખ્યામાં તેમને નુકસાન પણ કરી શકે છે. જ્યારે ખેડૂતોએ વળતો જવાબ આપતા કહ્યું છે કે અમારા માટે આ કોરોના નહીં પણ કેન્દ્રના કૃષિ બિલો વધુ જોખમકારક છે.
ખેડૂતોના ધરણા વચ્ચે ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલના ડીસિઝ ડિવિઝનના વડા ડો. સમિરન પાંડાએ જણાવ્યું હતું કે કોઇ પણ પ્રકારના ધરણા પ્રદર્શન હાલના સમયમાં ભારે નુકસાનકારક સાબીત થઇ શકે છે.
તેથી જે પણ લોકો ધરણા પ્રદર્શન કરી રહ્યા છે તેઓને વિનંતી કે બધા જ પ્રકારની સુરક્ષા રાખે. લોકોએ એ બાબતનું ધ્યાન રાખવું જોઇએ કે કોઇ પણ પ્રકારે એકઠા થવું નુકસાનકારક છે. બીજી તરફ આંદોલન કરી રહેલા ખેડૂતો અને આગેવાનોનું કહેવું છે કે અમારા માટે કોરોના નહીં પણ કેન્દ્રના કૃષિ કાયદા વધુ ખતરનાક છે.
આંદોલન કરી રહેલા પંજાબના ફરીદકોટના ખેડૂત ગુરમીતસિંહે કહ્યું હતું કે અમે કદાચ કોરોના સામે તો લડી લઇશું અને જીવી પણ જઇશું જ્યારે કેન્દ્રના આ કૃષિ કાયદા એટલા ખતરનાક છે કે તે તો હજારો ખેડૂતોની રોટી જ છીનવી લેશે.
બીજી તરફ દિલ્હીમાં વિવિધ સૃથળે ધરણા કરી રહેલા ખેડૂતોના કોરોના ટેસ્ટ પણ કરાવવામાં આવી રહ્યા છે. જોકે હજુસુધી ધરણા સૃથળેથી કોઇ જ ખેડૂતનો કોરોના રિપોર્ટ પોઝિટિવ નથી આવ્યો, આ જાણકારી એક મેડિકલ ટીમના અિધકારીએ આપી હતી.
દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા ડોક્ટરોની એક ટીમનું ગઠન કરાયું છે, જેઓએ અત્યાર સુધીમાં 100થી વધુ ખેડૂતોનો કોરોના ટેસ્ટ કર્યો હતો. જોકે તેમાંથી કોઇનો જ રિપોર્ટ પોઝિટિવ નથી આવ્યો. તેથી હાલ પુરતા ખેડૂતો પર કોરોનાનો કોઇ જ ખતરો નથી જણાતો. બીજી તરફ સરકારે ખેડૂતોને કોરોનાની જાણકારી આપવા માટે માઇક સાથે રિક્ષાઓ ચલાવી છે. જોકે કોરોનાની જાણકારી આપતા સંદેશા કરતા ખેડૂતોના સુત્રોચ્ચારનો અવાજ વધુ આવી રહ્યો છે.
ઉત્તર પ્રદેશથી આવેલા એક ખેડૂત ગુરશરણજીતસિંહે કહ્યું હતું કે મારો આખો પરિવાર મારી માત્ર છ એકર ખેતીની જમીન પર નિર્ભર છે. જો અમે સાવચેતી રાખીશું તો કોરોનાથી બચી જઇશું પણ કેન્દ્ર સરકારના આ કૃષિ કાયદા તો અમને મારી જ નાખશે. દિલ્હીમાં જે પણ સૃથળે ધરણા પ્રદર્શન ચાલી રહ્યા છે ત્યાં જઇને અનેક લોકો માસ્ક અને સેનિટાઇઝર સહિતનું વિતરણ કરી રહ્યા છે. દિલ્હી વાસીઓ દ્વારા ખેડૂતોેને ઠંડીથી રક્ષણ આપવા માટે ધાબળાનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે.
Comments
Post a Comment