બ્રહ્મપુત્ર નદી પર ચીન વિરાટ બંધ બાંધશે, ભારત અને બાંગ્લા દેશની મુશ્કેલીઓ વધશે


- આવતા વર્ષથી નવી પંચવર્ષીય યોજનાનો અમલ કરશે

નવી દિલ્હી તા.30 નવેંબર 2020 સોમવાર

પોતાની 14મી પંચવર્ષીય યોજનાના અમલના નામે ચીન બ્રહ્મપુત્ર નદી પર એક વિરાટ બંધ બાંધી રહ્યું હતું. આ બંધના પગલે ભારત અને બાંગ્લા દેશને તકલીફ પ઼ડશે એમ નિષ્ણાતો કહે છે.

આ બંધ ભારત અને તિબેટની વચ્ચે આવતા વિસ્તારમાં બંધાશે. ઔપચારિક બાંધકામ આવતા વર્ષથી 2021થી શરૂ થશે. એક ચીની કંપનીના અધ્યક્ષને ટાંકીને ચીની મિડિયાએ આ સમાચાર પ્રગટ કર્યા હતા. 

ગ્લોબલ ટાઇમ્સે પાવર કન્સ્ટ્ર્ક્શન કંપની ઑફ ચાઇનાના અધ્યક્ષ યાંગ જિયોંગને ટાંકને પ્રગટ કરેલા અહેવાલ મુજબ યારલુંગ જમ્બો (બ્રહ્મપુત્રનું તિબેટી ભાષાનું નામ ) પર એક વિરાટ બંધ બાંધવાની યોજના તૈયાર કરી રહ્યું હતું. આ યોજના ચીનની 14મી પંચવર્ષીય યોજના (2021-2025)ના ભાગ રૂપે તૈયાર થશે. 2035 સુધીમાં આ યોજનાના દીર્ઘકાલીન લક્ષ્યાંકો પાર પાડવાના હતા.

આવતા વરસે નેશનલ પિપલ્સ કોંગ્રેસ દ્વારા આ યોજનાને સમર્થન મળી જાય ત્યારબાદ એની વિગતો જાહેર કરાશે. અત્યારે માત્ર બંધ બાંધવા પૂરતી જાહેરાત કરાઇ હતી. આ બંધને જળવિદ્યુત યોજના તરીકે પણ ઓળખાવાઇ હતી. ચીને એવો દાવો કર્યો હતો કે આ યોજનાના અમલથી દેશના જળસ્રોતો અને સ્થાનિક સુરક્ષા વધુ સુદ્દઢ થશે.


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો