Posts

VIDEO: વેનેઝુએલામાં ભયાનક ભૂકંપથી હજારોના મોતની આશંકા, 1700 કિમી દૂર બ્રાઝિલ સુધી ધરા ધ્રુજી

Image
Venezuela Earthquake : દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલામાં બુધવારે આવેલો વિનાશક ભૂકંપ અત્યાર સુધીની સૌથી મોટી માનવ સર્જિત અને કુદરતી આફતોમાં ફેરવાઈ રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અગાઉના અહેવાલો બાદ હવે યુનાઈટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS) દ્વારા એક અત્યંત ચોંકાવનારી અને ડરામણી ચેતવણી જારી કરવામાં આવી છે, જે મુજબ આ ભયાનક આપત્તિમાં મરણ જનારાઓનો આંકડો 10,000 (દસ હજાર) ને પાર થઈ શકે છે. રાજધાની કરાકસ સહિત દેશના અનેક ભાગોમાં ઇમારતો ધ્વસ્ત થઈ ચૂકી છે અને હજારો લોકો પોતાના આવાસ તેમજ દફતરો છોડીને જીવ બચાવવા રસ્તા પર ઉતરી આવ્યા છે.

વેનેઝુએલામાં બેક ટુ બેક 7.1 અને 7.5 ની તીવ્રતાના પ્રચંડ ભૂકંપ, ઇમારતો ધરાશાયી, ઈમરજન્સી જાહેર

Image
Venezuela Earthquake : દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલામાં બુધવારે સાંજે કુદરતે ભારે કહેર વર્તાવ્યો છે. અહીં માત્ર થોડી જ મિનિટોના અંતરાલમાં એકપછી એક એમ બે શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપ એટલો પ્રચંડ હતો કે રાજધાની કૅરાકસ (Caracas) સહિત દેશના અનેક રાજ્યો ધ્રુજી ઉઠ્યા હતા. આ આફતને કારણે કૅરાકસમાં અનેક રહેણાંક મકાનો અને બહુમાળી ઇમારતો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ છે, જેના કારણે ચારેકોર ચીસાચીસ અને અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આ સાથે દેશમાં રાષ્ટ્રપતિ દ્વારા ઈમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે. 

હોર્મુઝ રૂટ ખુલવા છતાં મોંઘવારીનું સંકટ યથાવત્! ઓઇલ ટેન્કરોએ શરૂ કર્યો નવો ખેલ

Image
Strait Of Hormuz: અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર થયો છે અને તેની સાથે વિશ્વના 20 ટકા તેલ વપરાશ માટે જવાબદાર હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. અમેરિકાએ બે મહિનાથી ચાલતો નાકાબંધી હટાવી લીધી છે અને ઈરાની તેલ શિપમેન્ટ પણ ફરી શરૂ થઈ ગયું છે. જો કે, હોર્મુઝ રૂટ ખુલવા છતાં મોંઘવારીનું સંકટ યથાવત્ છે! હોર્મુઝ રૂટ ખુલતા તેલની ગ્લોબલ સપ્લાય સુચારુ થવાની આશા છે, પરંતુ તેનાથી ક્રૂડ ઓઇલ અંગે એક નવો સંકટ પણ ઉભો થયો છે. રોઇટર્સના અહેવાલ મુજબ, આ અઠવાડિયે હોર્મુઝ સ્ટ્રેટ અને ગલ્ફના અન્ય ભાગોમાંથી શિપિંગનો ખર્ચ લગભગ બમણો થઈ ગયો છે.

મુંબઈમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી: 5 કલાકમાં 99 મિમી વરસાદથી જળબંબોળ, ઠેર ઠેર પાણી ભરાયા

Image
Mumbai Rain Updates : સમગ્ર મહારાષ્ટ્રમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું (Monsoon) સત્તાવાર રીતે પહોંચી ગયું છે. મુંબઈમાં ચોમાસાના આગમનની સાથે જ ભારે વરસાદનો દૌર શરૂ થઈ ચૂક્યો છે. ગઈકાલ રાતભર પડેલા મુશળધાર વરસાદને કારણે મુંબઈ શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, રસ્તાઓ લબાલબ છે અને વાહનવ્યવહારને ભારે અસર પહોંચી છે. અંધેરી વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત, BMC એ સબવે કર્યો બંધ ભારે વરસાદને કારણે મુંબઈનો અંધેરી વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત થયો છે.

20,000 લોકોના હત્યારાના નામે રસ્તાનું નામ... CM શુભેન્દુએ બદલતા ઋતબ્રત નારાજ, ગૃહમાં બોલાચાલી

Image
Suvendu Adhikari And Ritabrata Banerjee Clash : પશ્ચિમ બંગાળ વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન મંગળવારે વિસ્તારોના નામકરણ અને રસ્તાઓના નામ બદલવા મામલે મોટો વિવાદ સર્જાયો હતો. કોલકાતાના પ્રખ્યાત સુહરાવર્દી એવેન્યુનું નામ બદલવાના સરકારના નિર્ણય સામે વિપક્ષી નેતા ઋતબ્રત બેનર્જીએ ગૃહમાં આકરી ટીકા કરી હતી. આ આલોચના સાંભળતા જ મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી ભડક્યા હતા અને તેમની વચ્ચે ભારે ઉગ્ર ચર્ચા થઈ હતી. CM શુભેન્દુએ સ્પષ્ટ શબ્દોમાં જાહેરાત કરી છે કે કોલકાતામાં હવેથી મુગલો કે પઠાણોના નામ પર કોઈ સડક રાખવામાં આવશે નહીં. સુહરાવર્દી એવેન્યુનું નામ બદલાયું

કતારના LNG પ્લાન્ટમાં બ્લાસ્ટ: 12 ભારતીયોના મોત, 66 ઈજાગ્રસ્ત; 70 કિમી દૂર સુધી બારી-બારણાં ધ્રૂજ્યા

Image
12 Indians Killed in Qatar Gas Plant Explosion : કતારના પ્રખ્યાત રાસ લફાન લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) કોમ્પ્લેક્સમાં આવેલા બારઝાન ગેસ સપ્લાય પ્લાન્ટમાં એક ભીષણ વિસ્ફોટ થયો હતો. આ ભયાનક દુર્ઘટનામાં 12 ભારતીય નાગરિકો સહિત કુલ 13 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે અન્ય 66 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ બ્લાસ્ટ એટલો શક્તિશાળી હતો કે તેનો આંચકો 70 કિલોમીટર દૂર કતારની રાજધાની દોહા સુધી અનુભવાયો હતો. મંત્રીએ વ્યક્ત કર્યું દુઃખ આ ઘટના અંગે કતારના ઊર્જા મંત્રી અને 'કતાર એનર્જી'ના ચીફ એક્ઝિક્યુટિવ સાદ અલ-કાબીએ પત્રકારો સાથે વાતચીત કરતા સત્તાવાર પુષ્ટિ કરી છે.

અમેરિકાનો લાલચી પ્લાન: જેડી વેન્સે કહ્યું, ‘જો ઈરાનને ફ્રીઝ થયેલી સંપત્તિ જોઈતી હોય તો...’

Image
US Iran Deal: અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સે ઈરાન ડીલને લઈને ઘણી મહત્ત્વપૂર્ણ સફળતાઓનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે, અમેરિકા ઈરાનની ફ્રીઝ સંપત્તિઓ મુક્ત કરી શકે છે, પરંતુ અમેરિકાએ આ માટે શરતો મૂકી છે. આ શરતો અમેરિકાનો 'લાલચી પ્લાન' દર્શાવે છે. અમેરિકાનો 'લાલચી પ્લાન' અંગે જેડી વેન્સે શું કહ્યું? જેડી વેન્સે કહ્યું કે, જો ઈરાન અમેરિકન સોયા, મકાઈ અને ઘઉં ખરીદે તો તેની ફ્રીઝ સંપત્તિ મુક્ત થઈ શકે છે.