TMC બાદ ઉદ્ધવ સેનામાં બળવાના સંકેત, લોકસભામાં બે-તૃતીયાંશ બહુમતી તરફ આગળ વધતું NDA


Parliament Crisis | કેન્દ્રની સત્તા પર કાબિજ ભાજપના નેતૃત્વ હેઠળનું નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) લોકસભામાં પોતાની તાકાત પ્રચંડ રીતે વધારવાની યોજના પર કામ કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં સર્જાયેલી બળવાખોરી બાદ હવે વિપક્ષી ખેમાની વધુ એક મોટી પાર્ટી- ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી શિવસેના (UBT) માં પણ મોટું ભંગાણ પડવાના સંકેત મળી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, લોકસભામાં બે-તૃતીયાંશ બહુમતીનો જાદુઈ આંકડો મેળવવા માટે NDA વિપક્ષી સાંસદોને પોતાના પાલામાં લાવવાની મજબૂત કવાયત કરી રહ્યું છે.

ઉદ્ધવ ઠાકરેના 6 સાંસદો બદલી શકે છે પક્ષ

એક અહેવાલ અનુસાર, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં એનડીએની એકતરફી જીત બાદથી જ ઉદ્ધવ જૂથમાં અસંતોષની અટકળો ચાલી રહી હતી, જે હવે વધુ તેજ બની છે.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન