Posts

Showing posts from June, 2026

કતારના LNG પ્લાન્ટમાં બ્લાસ્ટ: 12 ભારતીયોના મોત, 66 ઈજાગ્રસ્ત; 70 કિમી દૂર સુધી બારી-બારણાં ધ્રૂજ્યા

Image
12 Indians Killed in Qatar Gas Plant Explosion : કતારના પ્રખ્યાત રાસ લફાન લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) કોમ્પ્લેક્સમાં આવેલા બારઝાન ગેસ સપ્લાય પ્લાન્ટમાં એક ભીષણ વિસ્ફોટ થયો હતો. આ ભયાનક દુર્ઘટનામાં 12 ભારતીય નાગરિકો સહિત કુલ 13 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે અન્ય 66 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ બ્લાસ્ટ એટલો શક્તિશાળી હતો કે તેનો આંચકો 70 કિલોમીટર દૂર કતારની રાજધાની દોહા સુધી અનુભવાયો હતો. મંત્રીએ વ્યક્ત કર્યું દુઃખ આ ઘટના અંગે કતારના ઊર્જા મંત્રી અને 'કતાર એનર્જી'ના ચીફ એક્ઝિક્યુટિવ સાદ અલ-કાબીએ પત્રકારો સાથે વાતચીત કરતા સત્તાવાર પુષ્ટિ કરી છે.

અમેરિકાનો લાલચી પ્લાન: જેડી વેન્સે કહ્યું, ‘જો ઈરાનને ફ્રીઝ થયેલી સંપત્તિ જોઈતી હોય તો...’

Image
US Iran Deal: અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સે ઈરાન ડીલને લઈને ઘણી મહત્ત્વપૂર્ણ સફળતાઓનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે, અમેરિકા ઈરાનની ફ્રીઝ સંપત્તિઓ મુક્ત કરી શકે છે, પરંતુ અમેરિકાએ આ માટે શરતો મૂકી છે. આ શરતો અમેરિકાનો 'લાલચી પ્લાન' દર્શાવે છે. અમેરિકાનો 'લાલચી પ્લાન' અંગે જેડી વેન્સે શું કહ્યું? જેડી વેન્સે કહ્યું કે, જો ઈરાન અમેરિકન સોયા, મકાઈ અને ઘઉં ખરીદે તો તેની ફ્રીઝ સંપત્તિ મુક્ત થઈ શકે છે.

મુંબઈ-વડોદરા હાઈવે પર 250ની ઝડપે જતી કારનો ભયાનક અકસ્માત, યુવક-યુવતીના મોત

Image
Badlapur Car Accident: મહારાષ્ટ્રના બદલાપુરથી એક અત્યંત ચોંકાવનારા અને હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. રવિવારે 21 જૂનના રોજ બર્થડે સેલિબ્રેશન પતાવ્યા બાદ મિત્રો સાથે લોન્ગ ડ્રાઈવ પર નીકળેલા ત્રણ યુવાનોની સફર માત્ર ગણતરીની મિનિટોમાં જ કાળના કોળિયામાં ફેરવાઈ ગઈ હતી. મુંબઈ-વડોદરા હાઈવે પર સ્પીડની મજા સજા બની ગઈ હતી અને અકસ્માત એટલો ભીષણ હતો કે કાર પલટી ખાઈને રોડ પર ઘસડાતી ગઈ હતી, જેના લીધે મૃતકોના અંગો પણ રસ્તા પર દૂર-દૂર સુધી વેરવિખેર થઈ ગયા હતા. જન્મદિવસની ખુશીઓ શોકમાં બદલાઈ મૃતકોની ઓળખ બદલાપુરના રહેવાસી યોગેશ નેગી (26) અને બાંદ્રાની રહેવાસી રેબેકા જેકબ (24) તરીકે થઈ છે.

શાંતિ વાર્તામાં ડખો ! બેઠકમાં ટ્રમ્પે આકરા શબ્દો બોલતા ઈરાને ચાલતી પકડી, કહ્યું- ‘લેબનોન મુદ્દે ઉકેલાયા વગર કોઈ વાત નહીં’

Image
US Iran Peace Talks Collapse : સ્વિટ્ઝરલેન્ડના બર્ગનસ્ટોક ખાતે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી ઉચ્ચ સ્તરીય શાંતિ વાર્તામાં મોટો વળાંક આવ્યો છે અને આ વાટાઘાટો ફરી એકવાર ખોરવાઈ ગઈ છે. તસ્નીમ ન્યૂઝ એજન્સીએ વિશ્વસ્ત સૂત્રોના હવાલાથી દાવો કર્યો છે કે, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલી સૈન્ય હુમલાની ધમકીઓના વિરોધમાં ઈરાની પ્રતિનિધિમંડળે રવિવારે વાર્તા અધવચ્ચે જ છોડી દીધી હતી. ટ્રમ્પના કડક વલણ અને લશ્કરી કાર્યવાહીની ધમકી બાદ ઈરાની પક્ષે તેને વાતચીતના માહોલની વિરુદ્ધ ગણાવીને મીટિંગ હોલમાંથી બહાર નીકળી ગયા છે. ઈરાની પ્રતિનિધિમંડળે શું કહ્યું? ઈરાની પ્રતિનિધિમંડળના સભ્ય મેહદી ગોર્બનઝાદેહે સરકારી મીડિયાને જણાવ્યું કે, 'જ્યાં સુધી લેબનાનની સ્થિતિનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી અન્ય કોઈ મુદ્દા પર કોઈ વાતચીત થશે નહીં.

અમેરિકા-ઇરાન યુદ્ધને કારણે 1 અબજ બેરલ ક્રૂડ ગાયબ, દુનિયામાં મોટી આર્થિક તબાહીના સંકેત

Image
Hormuz Strait Reopen News: અમેરિકા અને ઈરાન વચ્ચે આ સપ્તાહે થયેલા ઐતિહાસિક શાંતિ કરાર (MoU) બાદ ભલે વૈશ્વિક સ્તરે રાહતનો શ્વાસ લેવાયો હોય અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ગણાતી હોર્મુઝની ખાડી ફરી ખોલી દેવામાં આવી હોય, પરંતુ આંતરરાષ્ટ્રીય તેલ બજાર માટે આ રાહત માત્ર ક્ષણિક સાબિત થઈ શકે છે. વાસ્તવિકતા એ છે કે ઊર્જા સંકટ હજુ ટળ્યું નથી અને વૈશ્વિક બજાર માટે ભારે મોડું થઈ ચૂક્યું છે. એનાલિટિક્સ ફર્મ 'કેપ્લર'ના તાજા રિપોર્ટ અનુસાર, પશ્ચિમ એશિયામાં છેલ્લા 4 મહિનાથી તેલ પુરવઠો સંપૂર્ણપણે ઠપ હોવાના કારણે દુનિયાભરના બજારોમાંથી 1.15 અબજ બેરલ કાચું તેલ ગાયબ થઈ ગયું છે. આ ભયંકર અછતે વૈશ્વિક તેલ બજારને એક એવા જોખમી વળાંક પર લાવીને ઊભું રાખ્યું છે જ્યાંથી પરિસ્થિતિ ગમે ત્યારે નિયંત્રણ બહાર જઈ શકે છે.

'40ની ઉંમરે 20 કરતાં વધુ ફ્લેક્સિબલ બનો..', 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે PM મોદીએ આપ્યો ફિટનેસ મંત્ર

Image
International Yoga Day 2026 LIVE : આજે સમગ્ર વિશ્વ 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રંગમાં રંગાયું છે. ભારત સહિત વૈશ્વિક સ્તરે 210થી વધુ ભારતીય મિશનોની દેખરેખ હેઠળ આશરે 2500 જેટલા સ્થળો પર ભવ્ય કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ વર્ષે દેશનો મુખ્ય રાષ્ટ્રીય કાર્યક્રમ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાના ઐતિહાસિક રેડ રોડ પર આયોજિત કરાયો છે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હજારો યોગપ્રેમીઓ સાથે સામૂહિક યોગાભ્યાસ (Common Yoga Protocol) નું નેતૃત્વ કર્યું છે. આ વર્ષની વિશેષ થીમ 'યોગા ફોર હેલ્ધી એજિંગ' (healthy aging - સ્વસ્થ વૃદ્ધાવસ્થા માટે યોગ) રાખવામાં આવી છે, જે શારીરિક અને માનસિક સુખાકારી માટે યોગના મહત્વને ઉજાગર કરે છે.

‘ઈરાન ખતમ થઈ ગયું છે, તેને કોઈ નાણાં નહીં મળે’, તેહરાન સાથે ડીલ મામલે ટ્રમ્પનું નિવેદન

Image
Donald Trump On Tehran: તેહરાન સાથે ડીલ મામલે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન સામે આવ્યું છે. ટ્રમ્પે જાહેર કર્યું કે, ઈરાન ખતમ થઈ ગયું છે અને વચન આપ્યું હતું કે તેહરાનને યુનાઇટેડ સ્ટેટ્સ તરફથી નાણાં મળશે નહીં. તેમણે દાવો કર્યો હતો કે, યુદ્ધે દેશની લશ્કરી ક્ષમતાઓનો નાશ કર્યો છે અને તેને હવાઈ દળ, નૌકાદળ અથવા મહત્ત્વપૂર્ણ ડિફેન્સ સિસ્ટમ વિના છોડી દીધું છે. તેહરાન સાથે ડીલ મામલે ટ્રમ્પનું નિવેદન ટ્રુથ સોશિયલ પરની ઘણી પોસ્ટ્સમાં ટ્રમ્પે રાજકીય વિરોધીઓની ટીકાને ફગાવી દેતા કહ્યું હતું કે, 'યુદ્ધથી ઈરાનની લશ્કરી શક્તિમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

‘હું પદ છોડવા તૈયાર’ પાર્ટીમાં તૂટ બાદ ઉદ્ધવની જાહેરાત, કોંગ્રેસમાં વિલય અંગે પણ આપ્યું નિવેદન

Image
Maharashtra Political Controversy : શિવસેનાની સ્થાપનાને 60 વર્ષ પૂર્ણ થવાના અવસરે ઉદ્ધવ ઠાકરે મોટું નિવેદન આપ્યું છે. તેમણે ભાવુક અંદાજમાં કાર્યકર્તાઓને કહ્યું કે, 'જો પાર્ટી કાર્યકર્તાઓ અને નેતાઓને લાગે કે હું શિવસેના પ્રમુખ પદ માટે યોગ્ય નથી, તો હું આજે જ પદ છોડવા તૈયાર છું. હું કોઈપણ લાયક વ્યક્તિને શિવસેનાના અધ્યક્ષ બનાવવા તૈયાર છું. હું પડકારોથી પીછેહઠ કરવાનો નથી, પરંતુ જે દિવસે શિવસેનિકોને લાગશે તે દિવસે હું હટી જઈશ.’ ગદ્દારોએ પૈસા લઈને પક્ષપલટો કર્યો : ઉદ્ધવ ઠાકરે

'ટ્રમ્પે દરેક પ્રકારના પૈંતરા અપનાવી લીધા...', અમેરિકા સાથેની ડીલ અંગે મોજતબા ખામેનેઈનું મોટું નિવેદન

Image
Iran and USA News : અમેરિકા અને ઇરાન વચ્ચે યુદ્ધ ખતમ કરવાની સમજૂતી પર અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હસ્તાક્ષર કરી દીધા છે. ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાને પણ આ ડીલ પર સહી કરી છે. આ સમગ્ર ઘટનાક્રમ અંગે હવે ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે.  શું કહ્યું ખામેનેઈએ?  મોજતબા ખામેનેઈએ કહ્યું કે અમેરિકા સાથે થયેલા MoU અંગે મારા મનમાં અમુક વાંધા અને શંકા હતી પણ તેમ છતાં મેં આ ડીલને મંજૂરી આપી દીધી.

Explainer: ચોમાસા પર સંકટના વાદળ, અલ નીનોના કારણે આગામી 5 મહિના ભારતની ખરી કસોટી

Image
El Nino’s Shadow : કુદરત જ્યારે પોતાનો મિજાજ બદલે છે, ત્યારે તેની સીધી અસર માનવજીવન અને અર્થતંત્ર પર પડે છે. હાલમાં ભારત સામે આવો જ એક મોટો પર્યાવરણીય પડકાર આવીને ઊભો રહ્યો છે, જેનું નામ છે 'અલ નીનો'. વર્ષ 2026નું ચોમાસું જૂનની શરૂઆતમાં કેરળમાં મોડું પહોંચ્યું અને શરૂઆતનો વરસાદ ઘણો નબળો રહ્યો છે. હવામાન વૈજ્ઞાનિકો ચેતવણી આપી રહ્યા છે કે આ ઊનાળો અતિશય આકરો રહ્યો, પણ અલ નીનોની પૂરેપૂરી અસર દેખાવાની હજુ બાકી છે; આગામી 5 મહિના ભારત માટે મુશ્કેલીઓ લાવી શકે છે. અલ નીનો શું છે, ભારત પર તેની અસર કેવી પડશે?

યુદ્ધનો અંત! અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ કરાર, MoU પર રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પ અને પેઝેશ્કિયાને કરી સહી

Image
Us Iran Peace Mou: આખરે અમેરિકા અને ઈરાન યુદ્ધનો અંત આવી આવી ગયો છે. અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાનના રાષ્ટ્ર પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન બંને દેશો વચ્ચે છેલ્લા કેટલાય મહિનાઓથી ચાલી રહેલા યુદ્ધને ખતમ કરવા માટે MoU પર ઔપચારિક રીતે હસ્તાક્ષર કરી દીધા છે. અમેરિકન અને ઈરાની અધિકારીઓના જણાવ્યા અનુસાર, બંને દેશોના રાષ્ટ્ર પ્રમુખોએ બુધવારે આ એમઓયુ પર સાઇન કર્યા. આ કરાર તાત્કાલિક અસરથી લાગુ થઈ ગયો છે.

મોદી-ટ્રમ્પની મુલાકાત બાદ દેશનું રાજકારણ ગરમાયું, વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન પર સાધ્યું નિશાન

Image
PM Modi And Donald Trump G7 Meeting : G7 સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે લાંબા સમય બાદ યોજાયેલી મુલાકાત બાદ ભારતમાં રાજકીય નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે. ઈન્ડિ ગઠબંધનના નેતાઓએ આ મુલાકાતની તસવીરો અને વીડિયોને લઈને પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા છે અને અમેરિકી સૈન્ય કાર્યવાહીમાં માર્યા ગયેલા ત્રણ ભારતીય નાવિકોનો મુદ્દો યોગ્ય રીતે ન ઉઠાવવાનો આરોપ લગાવ્યો છે. બીજી તરફ, મુલાકાતના અહેવાલો દર્શાવે છે કે પીએમ મોદીએ વૈશ્વિક મંચ પરથી અમેરિકાની કૂટનીતિ અને નીતિઓ સામે મજબૂત વલણ અપનાવ્યું છે. સુપ્રિયા શ્રીનેતનો પીએમ મોદી પર કટાક્ષ કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે (Supriya Shrinate) સોશિયલ મીડિયા પર G-7 સમિટનો એક વીડિયો શેર કરીને પીએમ મોદી પર નિશાન સાધ્યું છે.

ભારતના લેબર માર્કેટમાં મંદી, બેરોજગારીનો દર વધી 5.5%, 11 મહિનાની ટોચની સપાટીએ

Image
- વધતી મોંઘવારી વચ્ચે નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસે મે મહિનાના આંકડા જાહેર કર્યા - એપ્રિલમાં પુરૂષોમાં 5.1 ટકા રહેલો બેકારીનો દર મેમાં વધીને 5.4 ટકા જ્યારે મહિલાઓમાં પણ બેકારીનો દર એપ્રિલના 5.4થી વધી  5.6 ટકા થયો 

VIDEO : વૈભવ સૂર્યવંશી સાથે બાખડવું ભારે પડ્યું: શ્રીલંકાના ખેલાડીઓ સામે લેવાયા કડક પગલાં

Image
Sri Lanka A Vs India A Cricket Match Controversy : દાંબુલામાં 15 જૂનના રોજ રમાયેલી ઈન્ડિયા-A અને શ્રીલંકા-A વચ્ચેની મેચ બાદ થયેલા વિવાદની અસર હવે ખેલાડીઓ પર પણ જોવા મળી છે. મેચ પૂરી થયા પછી ભારતીય બેટ્સમેન વૈભવ સૂર્યવંશી અને શ્રીલંકાના કેટલાક ખેલાડીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ધક્કામુક્કી થઈ હતી. આ મામલામાં શ્રીલંકા ક્રિકેટે શિસ્તભંગની કડક કાર્યવાહી કરી છે. વિશેન હલમ્બગે સહિતના ખેલાડીઓ દંડાયા ક્રિકબઝના અહેવાલ અનુસાર, શ્રીલંકા ક્રિકેટે મેચ પછી થયેલા વિવાદમાં સામેલ ખેલાડીઓને સજા ફટકારી છે.

ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો: ઈરાન ક્યારેય પરમાણુ હથિયાર નહીં બનાવે, 300 મિલિયન ડોલર આપવાની વાત અફવા!

Image
US Iran Deal: મહિનાઓ સુધી ચાલેલા સૈન્ય સંઘર્ષ બાદ આખરે અમેરિકા અને ઈરાન શાંતિ કરાર માટે રાજી થયા છે. એવામાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નવો દાવો કર્યો છે કે ઈરાન ક્યારેય પરમાણુ હથિયાર ન વિકસાવવા માટે સંમત થયું છે.  કાયમી યુદ્ધવિરામ માટે કઈ શરતો મૂકાઈ તે સ્પષ્ટ નથી અમેરિકા અને ઈરાન વચ્ચે ખાડી દેશોમાં ચાલી રહેલા તાજેતરના સંઘર્ષને સમાપ્ત કરવા માટે એક પ્રારંભિક મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હોવાના અહેવાલો વચ્ચે ટ્રમ્પનું આ નિવેદન આવ્યું છે. જોકે, આ કરારની વિગતો હજી સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ નથી અને કાયમી યુદ્ધવિરામ માટેની વાટાઘાટો હજી પણ ચાલી રહી છે.

હવે ફ્રી નહીં રહે હોર્મુઝ સ્ટ્રેટ, અમેરિકા સાથેની ડીલ પહેલા જ ઈરાને કરી જાહેરાત, ટ્રમ્પનું ટેન્શન વધ્યું

Image
Hormuz Strait: 100 દિવસ બાદ ઈરાન અને અમેરિકા વચ્ચે એક મોટો શાંતિ કરાર થવા જઈ રહ્યો છે. જેના પર ટૂંક સમયમાં એટલે કે સંભવિત 19 જૂને જિનીવામાં હસ્તાક્ષર થશે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બકાઈએ આ સમગ્ર બાબત પર ખુલીને વાત કરી. તેમણે જણાવ્યું કે આ કરારમાં શું-શું છે, ઈરાનની શું શરતો છે, અને અમેરિકાને શું આપવું પડશે. સાથે જ અમેરિકા ઉપરાષ્ટ્ર પ્રમુખ વેન્સે પણ પોતાની વાત રાખી.

દિલ્હીમાં મોટો ખેલ... TMCના 20 બળવાખોર સાંસદો ઓમ બિરલાને મળ્યા, NCPIમાં વિલયની કરી જાહેરાત

Image
TMC Rebel MPs : દિલ્હીમાં રવિવારે એક મોટો રાજકીય ડ્રામા સર્જાયો હતો, જેમાં મમતા બેનરજી (Mamata Banerjee)ની પાર્ટી TMCના આશરે 20 સાંસદો બળવાખોર થઈ ગયા છે. આ તમામ નેતાઓ પહેલા ભાજપના મંત્રી ભૂપેન્દ્ર યાદવ (Bhupender Yadav)ના ઘરે ગયા હતા અને ત્યાં આશરે 2 કલાક બેઠા હતા. ત્યાર બાદ આ બળવાખોર સાંસદો લોકસભા સ્પીકર ઓમ બિરલા (Om Birla)ને પણ મળ્યા હતા. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ તૃણમૂલ કોંગ્રેસની અંદર લાંબા સમયથી ચાલી રહેલી કલહ અને નારાજગી હવે ખુલ્લીને સામે આવી ગઈ છે.

G7 સમિટમાં મોદી-ટ્રમ્પ વચ્ચે થશે મુલાકાત, 17 જૂને આ મુદ્દાઓ પર કરશે દ્વિપક્ષીય વાર્તા

Image
PM Narendra Modi And US President Donald Trump Meeting : ફ્રાન્સમાં યોજાનારી G7 સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે એક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાશે. અમેરિકી વહીવટીતંત્રે આ અંગે સત્તાવાર પુષ્ટિ કરતા જણાવ્યું છે કે, સમિટના અંતિમ દિવસે એટલે કે 17 જૂને બંને વૈશ્વિક નેતાઓ વચ્ચે આ મુલાકાત નક્કી કરવામાં આવી છે. વર્તમાન સમયમાં વૈશ્વિક સ્તરે ચાલી રહેલા વિવિધ પડકારો વચ્ચે આ બેઠકને અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે. ટ્રમ્પ અનેક દેશોના નેતાઓ સાથે કરશે મુલાકાત વ્હાઈટ હાઉસના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વોશિંગ્ટનથી રવાના થઈને ફ્રાન્સના એવિયન પહોંચશે અને સોમવારે બપોરે G7 સમિટમાં ભાગ લેશે.

હોર્મુઝમાં ભારતીયોના મોત પર અમેરિકાની દાદાગીરી ! જયશંકર અને રુબિયો વચ્ચે ઉગ્ર ચર્ચા

Image
S Jaishankar And Marco Rubio Controversy On Indian Ship Attacks : ઓમાનના દરિયાકાંઠા નજીક કોમર્શિયલ જહાજ પર અમેરિકી નૌસેના દ્વારા કરવામાં આવેલા હુમલામાં ત્રણ ભારતીય નાગરિકોના મોત બાદ ભારત-અમેરિકા વચ્ચે રાજદ્વારી તણાવ ઉભો થયો હોવાની વિગતો સામે આવી છે. આ ગંભીર ઘટના અંગે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર અને અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો વચ્ચે ફોન પર ઉગ્ર ચર્ચા થઈ છે, જેમાં અમેરિકાએ આક્રમક અને નકારાત્મક વલણ અપનાવ્યું છે. સામાન્ય જહાજ પર અમેરિકાનો હુમલો અને જાનહાનિ પલાઉ દેશનો ધ્વજ ધરાવતું એમટી સેટેબેલ્લો નામનું એક કોમર્શિયલ જહાજ ઓમાનના દરિયાકાંઠા પાસેથી પસાર થઈ રહ્યું હતું, જેમાં 24 ભારતીય નાવિકો સવાર હતા.

TMC બાદ ઉદ્ધવ સેનામાં બળવાના સંકેત, લોકસભામાં બે-તૃતીયાંશ બહુમતી તરફ આગળ વધતું NDA

Image
Parliament Crisis | કેન્દ્રની સત્તા પર કાબિજ ભાજપના નેતૃત્વ હેઠળનું નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) લોકસભામાં પોતાની તાકાત પ્રચંડ રીતે વધારવાની યોજના પર કામ કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં સર્જાયેલી બળવાખોરી બાદ હવે વિપક્ષી ખેમાની વધુ એક મોટી પાર્ટી- ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી શિવસેના (UBT) માં પણ મોટું ભંગાણ પડવાના સંકેત મળી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, લોકસભામાં બે-તૃતીયાંશ બહુમતીનો જાદુઈ આંકડો મેળવવા માટે NDA વિપક્ષી સાંસદોને પોતાના પાલામાં લાવવાની મજબૂત કવાયત કરી રહ્યું છે. ઉદ્ધવ ઠાકરેના 6 સાંસદો બદલી શકે છે પક્ષ એક અહેવાલ અનુસાર, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં એનડીએની એકતરફી જીત બાદથી જ ઉદ્ધવ જૂથમાં અસંતોષની અટકળો ચાલી રહી હતી, જે હવે વધુ તેજ બની છે.

70 વૈજ્ઞાનિકોની ભયાનક ચેતવણી : પૃથ્વીને બચાવવા માટે હવે માત્ર 3 જ વર્ષ બાકી, જાણો મોટો રિપોર્ટ

Image
Climate Change, Global Warming : દુનિયાભરના 70થી વધુ અગ્રણી વૈજ્ઞાનિકોએ ભેગા મળીને એક અત્યંત ચિંતાજનક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ અનુસાર, માનવ પ્રવૃત્તિઓને કારણે આપણી પૃથ્વીનું તાપમાન રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. વર્ષ 2025માં વૈશ્વિક તાપમાન પ્રી-ઈન્ડસ્ટ્રિયલ લેવલ કરતા 1.39 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું છે, જેમાંથી 1.37 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધવા માટે સીધા જ મનુષ્યો જવાબદાર છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે, વર્ષ 2030 સુધીમાં આ આંકડો 1.

બંગાળ બાદ તેલંગાણામાં 89 લાખ મતદારો પર સંકટ, ચૂંટણી પંચ ફટકારશે નોટિસ!

Image
Telangana Voter List Controversy : પશ્ચિમ બંગાળ બાદ હવે તેલંગાણામાં પણ મતદાર યાદીને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. ચૂંટણી પંચની પ્રાથમિક તપાસમાં રાજ્યની મતદાર યાદીમાં આશરે 89 લાખ શંકાસ્પદ અથવા ગડબડયુક્ત એન્ટ્રીઓ મળી આવી છે. હવે આ મામલે વિશેષ તપાસ (SIR) હાથ ધરવામાં આવશે, જેના પરિણામે રાજ્યના રાજકીય સમીકરણોમાં મોટા ફેરફારની શક્યતા છે. કેવી રીતે સામે આવી ગડબડી? ચૂંટણી પંચે વર્ષ 2002ની મતદાર યાદીની હાલની યાદી સાથે સરખામણી કરી હતી.

'આજે અમે ઈરાન પર ફરી બહુ મોટો હુમલો કરીશું', અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ખુલ્લી ચેતવણી

Image
Trump Oval Office Iran Statement 2026 : અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ જે. ટ્રમ્પે (Donald J. Trump) આજે વ્હાઇટ હાઉસની ઓવલ ઑફિસ(Oval Office)માં પત્રકારો સાથે વાતચીત કરતી વખતે ઈરાન સામે સીધા યુદ્ધની જાહેરાત કરી દીધી છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, અમેરિકી સેના આજે ફરી ઈરાન પર સૈન્ય હુમલાઓ (Airstrikes) શરૂ કરશે, અને આ વખતે અમે ઈરાન પર 'અત્યંત ભયાનક અને કડક પ્રહાર' (Attack them very hard) કરીશું.' ઓપન સોર્સ ઇન્ટેલિજન્સ ઑર્ગેનાઇઝેશન(OSINTdefender)ના અહેવાલ મુજબ, રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઓવલ ઑફિસમાં પત્રકારોને સંબોધતા આક્રમક અંદાજમાં કહ્યું કે, 'અમે ગઈકાલે રાત્રે પણ ઈરાન પર બહુ મોટો અને જોરદાર પ્રહાર કર્યો હતો, અને આજે ફરી અમે તેમની પર તેવો જ ભયાનક હુમલો કરવા જઈ રહ્યા છીએ.

હોર્મુઝની કટોકટી વચ્ચે ભારતનો રૂ.40,000 કરોડનો મેગા પ્લાન, ઓઈલ-ગેસની અછત હંમેશા માટે થશે ખતમ

Image
Hormuz Strait Petrol LPG Crisis: ઈરાન, અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે વધી રહેલા તણાવને કારણે વૈશ્વિક સ્તરે ઊર્જા સંકટ ઘેરૂં બન્યું છે. તાજેતરમાં જ અમેરિકાએ પોતાના અપાચે હેલિકોપ્ટર પર થયેલા હુમલાનો બદલો લેવા માટે હોર્મુઝ નજીક ઈરાનના મહત્ત્વના ઠેકાણાઓ પર સવારે હુમલો કર્યો હતો, જેની સામે ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ બહેરીનમાં અમેરિકાના ફિફ્થ ફ્લીટને નિશાન બનાવવાનો દાવો કર્યો છે.  આ પરસ્પર હુમલાઓએ હોર્મુઝ સ્ટ્રેટ ટૂંક સમયમાં ફરી ખૂલવાની આશાઓ પર પાણી ફેરવી દીધું છે. આ વૈશ્વિક તણાવ અને ઓઇલ-ગેસના સંકટ વચ્ચે, ભારત પોતાની ઊર્જા સુરક્ષાને મજબૂત કરવા માટે એક મેગા પ્રોજેક્ટ પર ગંભીરતાથી આગળ વધી રહ્યું છે. ઓમાનથી ગુજરાત સુધી અરબ સાગરના પેટાળમાં આશરે 2,000 કિલોમીટર લાંબી ડીપ-સી ગેસ પાઇપલાઇન બિછાવવાની યોજનાને ફરી ગતિ મળી છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર : ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

Image
Weather Alert : ભારત હવામાન વિભાગ દ્વારા ઉત્તર-પશ્ચિમ ભારત સહિત ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાન બદલાવાની મહત્ત્વની ચેતવણી જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 11 જૂનથી 15 જૂન દરમિયાન વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે. ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂનની આસપાસ ચોમાસાનું સત્તાવાર આગમન થતું હોય છે, પરંતુ આ વર્ષે 20 જૂન પછી ચોમાસું બેસે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

જેનો ડર હતો એ જ થયું! અપાચે હેલિકોપ્ટર નષ્ટ થયા બાદ અમેરિકાએ ઈરાન પર કર્યો મોટો હુમલો

Image
US Attacks Iran : મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) માં લાંબા સમયથી જે મોટા સૈન્ય સંઘર્ષની આશંકા સેવાઈ રહી હતી, તે આખરે હકીકતમાં બદલાઈ ગઈ છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન વિરુદ્ધ સીધી લશ્કરી કાર્યવાહીના આદેશ આપી દીધા છે, જેના પગલે પશ્ચિમ એશિયામાં યુદ્ધની આગ ફરી એકવાર ભીષણ રીતે ભડકી ઉઠી છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (હોર્મુઝ જળડમરૂમધ્ય) પાસે અમેરિકાના અત્યંત આધુનિક AH-64 અપાચે એટેક હેલિકોપ્ટરને તોડી પાડવામાં આવ્યા બાદ અમેરિકાએ આ અત્યંત કડક પગલું ભર્યું છે. અમેરિકન સેનાએ ઈરાનના અનેક વ્યૂહાત્મક સૈન્ય મથકો પર એકસાથે તબડતોડ હુમલા શરૂ કરી દીધા છે. અપાચેની ઘટના બની યુદ્ધનું તાત્કાલિક કારણ

ગુજરાતમાં કાગડોળે જોવી પડશે વરસાદની રાહ! 14-15 તારીખે છૂટા છવાયા ઝાપટાં, હજુ મુંબઈથી 150 કિમી દૂર મોન્સૂન

Image
ફાઇલ તસવીર  Gujarat Weather Update: દેશમાં ચોમાસાની રફતાર પવન વેગે આગળ વધી રહી છે. ગત 4 જૂનના રોજ વિધિવત રીતે કેરળમાં દસ્તક આપ્યા બાદ, મેઘરાજાએ માત્ર 5 જ દિવસમાં દેશના 13 રાજ્યોને ભીંજવી દીધા છે.

હોર્મુઝ પર પેટ્રોલિંગ કરી રહેલા US અપાચે હેલિકોપ્ટરને ઈરાને તોડી પાડ્યું, અમેરિકા આપશે જવાબઃટ્રમ્પ

Image
US Apache Helicopter Shot Down Hormuz : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે તેમની સોશિયલ મીડિયા ચેનલ 'ટ્રુથ સોશિયલ' (Truth Social) પર એક સનસનાટી ભરી પોસ્ટ કરીને વૈશ્વિક રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે, 'ગઈકાલે રાત્રે ઈરાની સૈન્ય દળોએ હોર્મુઝની સામુદ્રધુની પર પેટ્રોલિંગ કરી રહેલા અમેરિકાના અત્યંત આધુનિક 'અપાચે એટેક હેલિકોપ્ટર' ને તોડી પાડ્યું છે.' ટ્રમ્પે સોશિયલ મીડિયા પર શું લખ્યું 'મને હમણાં જ અમારી મહાન મિલિટરી (સેના) દ્વારા માહિતી આપવામાં આવી છે કે, 'ગઈકાલે રાત્રે ઈરાનીઓએ હોર્મુઝની સામુદ્રધુની પર પેટ્રોલિંગ કરી રહેલા અમારા અત્યંત આધુનિક અપાચે હેલિકોપ્ટરોમાંથી એકને તોડી પાડ્યું છે. આ હેલિકોપ્ટરમાં 2 પાયલોટ સવાર હતા, અને સદનસીબે બંને સુરક્ષિત અને બિનઅસરગ્રસ્ત છે.

ટ્રમ્પને મોટો ફટકો: H-1B વિઝાની 100,000 ડોલર ફી રદબાતલ, ભારતીય ટેક પ્રોફેશનલ્સને રાહત

Image
US Judge Strikes Down Trumps 100k Visa Fee for Skilled Workers : અમેરિકામાં જઈને પોતાની કુશળતાના દમ પર કરિયર બનાવવાનું સપનું જોતા હજારો ભારતીય પ્રોફેશનલ્સ અને વૈશ્વિક ટેક કંપનીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. બોસ્ટનની યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એ વિવાદાસ્પદ નિર્ણયને રદબાતલ ઠેરવ્યો છે, જેમાં તેમણે નવા H-1B વિઝા માટે 100,000 ડોલરની જંગી ફી ચૂકવવાનો આદેશ આપ્યો હતો. જજ લિયો સોરોકિને આ નીતિને ગેરકાનૂની ગણાવીને ફગાવી દીધી છે, જે ટ્રમ્પ વહીવટીતંત્રના ઈમિગ્રેશન ક્રૅકડાઉન માટે એક મોટો ફટકો માનવામાં આવે છે.   પ્રમુખ પાસે ટેક્સ લાદવાની સત્તા નથી: કોર્ટનો ચુકાદો બોસ્ટનના યુએસ ડિસ્ટ્રિક્ટ જજ લિયો સોરોકિને સોમવારે ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે કોંગ્રેસ (અમેરિકન સંસદ)ની મંજૂરી વિના આટલી મોટી ફી લાદવાની કોઈ કાનૂની સત્તા નથી.

ખેડા: સાબરમતી નદીને પ્રદૂષિત કરતું કૌભાંડ, કેમિકલ માફિયાઓએ બિછાવેલી 100 મીટર લાંબી ગુપ્ત પાઈપલાઈન ઝડપાઈ

Image
Kheda News: ખેડા જિલ્લાના રસીકપુરાની સીમમાં પર્યાવરણ અને માનવ જીવ સાથે ખુલ્લેઆમ ચેડાં કરતું એક બહુ મોટું કૌભાંડ ઝડપાયું છે. ખેડા જિલ્લા ક્રાઇમ બ્રાન્ચે (LCB) પાકી બાતમીના આધારે સાબરમતી નદીના કિનારે આવેલા ‘અમન ટ્રેડર્સ’ નામના ગેરકાયદેસર ડાઇંગ એન્ડ પ્રોસેસિંગ યુનિટ પર દરોડા પાડ્યા હતા. સંધ્યા કાળથી શરૂ કરીને મધરાત સુધી ચાલેલા આ સર્ચ ઓપરેશનમાં લોકઆરોગ્ય સાથે રમત રમતા માફિયાઓનો પર્દાફાશ થયો છે. આ ફેક્ટરી કોઈપણ સરકારી મંજૂરી કે પ્રદૂષણ બોર્ડના પરવાના વગર રાત-દિવસ ધમધમતી હતી. ચોંકાવનારી વાત એ છે કે, માફિયાઓએ આશરે 100 મીટર લાંબી અંડરગ્રાઉન્ડ (ભૂગર્ભ) પાઇપલાઇન નાખી રાખી હતી, જેના દ્વારા ઝેરી કેમિકલયુક્ત કાળું પાણી સીધું જ સાબરમતી નદીના વહેતા પ્રવાહમાં ઠાલવવામાં આવી રહ્યું હતું.

મધ્યપૂર્વમાં ભડકો : ઈરાને મિસાઇલો વરસાવ્યા બાદ ટ્રમ્પે ના પાડી તોય ઈઝરાયલે કરી વળતી કાર્યવાહી

Image
Iran vs Israel War Updates : પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થાપવાના તમામ પ્રયાસો ફરી એકવાર નિષ્ફળ જતા દેખાઈ રહ્યા છે. માહિતી અનુસાર, ઈરાને ઈઝરાયલના ઉત્તરીય વિસ્તારને નિશાન બનાવીને 4 શક્તિશાળી બેલિસ્ટિક મિસાઈલો દાગી છે. ઈઝરાયલી વહીવટી તંત્રના જણાવ્યા મુજબ, ગત એપ્રિલ મહિનામાં થયેલા યુદ્ધવિરામ (સીઝફાયર) બાદ ઈરાન દ્વારા તેમના પર કરવામાં આવેલો આ પ્રથમ સીધો મિસાઈલ હુમલો છે. આ હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં ફરી એકવાર મોટા પાયે યુદ્ધ ફાટી નીકળવાની દહેશત ઊભી થઈ છે. IRAN VS ISRAEL WAR UPDATES 

અસમ અને ઉત્તર-પૂર્વમાં ભૂકંપના જોરદાર આંચકા: 5.7ની તીવ્રતાથી ધ્રૂજી ધરા, ભૂતાનમાં હતું કેન્દ્રબિંદુ

Image
Earthquake Hits Assam & North-East India : ભારતના અસમ અને ઉત્તર-પૂર્વના રાજ્યોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 5.7 માપવામાં આવી છે. જોરદાર આંચકાના કારણે લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. આ ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે સેકન્ડો સુધી ધરતી ધ્રૂજતી રહી હતી. ભારતના સરહદી વિસ્તારો ઉપરાંત પાડોશી દેશ ભૂતાનની રાજધાની થિમ્ફુ (Thimphu)માં પણ આની વ્યાપક અસર જોવા મળી છે.

અંબાજીમાં તળાવમાં નહાવા પડેલા બે સગા ભાઈઓ સહિત 3 બાળકોના કરુણ મોત, કોન્ટ્રાક્ટર પર ગંભીર આરોપ

Image
Children Drown To Death In Richhdi Lake: અંબાજી નજીક આવેલા રિછડી તળાવમાં નહાવા પડેલા ત્રણ માસૂમ બાળકોના પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યા છે. ઉનાળુ વેકેશનના સમયગાળામાં ત્રણેય બાળકો રમતા રમતા રિછડી તળાવમાં કાઠે પહોંચ્યા હતા. આ દરમિયાન માસૂમ બાળકોના તળાવમાં નહાવા પડતા ઉંડા પાણીમાં ડૂબ્યા હતા. સમગ્ર મામલે જાણ થતા આસપાસના લોકો અને સ્થાનિક તરવૈયાની મદદથી ત્રણેય ભૂલકાંઓના મૃતદેહ તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. અંબાજીમાં તળાવમાં નહાવા પડેલા બે સગા ભાઈઓ સહિત 3 બાળકોના કરુણ મોત

બળવાખોર ધારાસભ્યોને ટક્કર આપવા તૈયાર મમતા બેનરજી! ભત્રીજા અભિષેકનું પદ બચાવવા હાઈકોર્ટમાં જશે TMC

Image
Mamata Banerjee Backs Abhishek Banerjee : પાર્ટીની બેઠકમાં TMCએ પક્ષના બળવાખોર ધારાસભ્ય ઋતબ્રત બેનર્જીને બંગાળ વિધાનસભાના સ્પીકર દ્વારા 'નેતા વિરોધ પક્ષ' (Leader of Opposition) નો દરજ્જો આપવામાં આવતા હાઈકોર્ટ જવાનો નિર્ણય કર્યો છે. ટીએમસી આ નિર્ણયને કલકત્તા હાઈકોર્ટમાં પડકારશે. તૃણમૂલ કોંગ્રેસની મહત્વની બેઠકમાં મમતા બેનર્જીએ ફરી એકવાર પોતાના ભત્રીજા અભિષેક બેનર્જીના નેતૃત્વ પર ભરોસો વ્યક્ત કર્યો છે. બળવાખોર ધારાસભ્યોના વિરોધ છતાં મમતાએ અભિષેક બેનર્જીને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના રાષ્ટ્રીય મહાસચિવ નિયુક્ત કર્યા છે. મમતા બેનર્જી ટીમીસીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે યથાવત રહેશે. આ ઉપરાંત, TMC એ પક્ષના બાગી ધારાસભ્ય ઋતબ્રત બેનર્જીને બંગાળ વિધાનસભાના સ્પીકર દ્વારા નેતા વિરોધ પક્ષનો દરજ્જો આપવાના નિર્ણય સામે હાઈકોર્ટ જવાનું નક્કી કર્યું છે.

પેટ્રોલમાં ઈથેનોલની જેમ ડીઝલમાં બાયોફ્યુઅલનું મિશ્રણ કરવાની મંજૂરી આપવા કેન્દ્રની તૈયારી

Image
Petrol and Diesel News : પેટ્રોલમાં ઈથેનોલ મિશ્રણને લાગુ કર્યા બાદ હવે કેન્દ્ર સરકાર ડીઝલને વધુ ઈકોફ્રેન્ડલી બનાવવા માગે છે. આ સાથે જ ઈમ્પોર્ટ કરવામાં આવતા ક્રૂડ માટે વૈશ્વિક નિર્ભરતા ઘટાડવા માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા આઈસોબ્યુટેનોલ બ્લેન્ડેડ ડીઝલને મંજૂરી આપવાની વિચારણા કરવામાં આવી રહી છે. ટ્રાન્સપોર્ટ મંત્રાલયના સચિવે જણાવ્યું કે, ડીઝલમાં આઈસોબ્યુટેનોલના મિશ્રણ અંગેની નીતિ પર કામ ચાલી રહ્યું છે. આ વર્ષે તેની સત્તાવાર જાહેરાત થઈ શકે છે. 

'અમેરિકા દબાણ બનાવી રહ્યું છે પણ ઈન્ડિયા ઝૂકશે નહીં..', રાષ્ટ્ર પ્રમુખ પુતિને ભારતના કર્યા વખાણ

Image
Russian President Vladimir Putin On India US Ties: રશિયન રાષ્ટ્ર પ્રમુખ પુતિને ગુરુવારે (4 જૂન 2026) ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા. તેમણે કહ્યું કે ભારત અને અમેરિકાના સંબંધોથી નવી દિલ્હી અને રશિયાના સંબંધોને નુકસાન પહોંચતું નથી. તેમણે કહ્યું કે ભારત વિશ્વની મોટી અર્થવ્યવસ્થાઓમાં સામેલ છે અને વર્તમાનમાં તેનો પ્રભાવશાળી ઇકોનોમિક ગ્રોથ રેટ (આર્થિક વિકાસ દર) છે. તેમણે કહ્યું, 'મને પૂરો વિશ્વાસ છે કે આવનારા વર્ષોમાં રશિયા અને ભારત વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 100 અબજ અમેરિકન ડોલર સુધી પહોંચી જશે.' ભારત આવા પ્રયાસોનો પ્રતિકાર કરશે: પુતિન

ઋતબ્રત બેનરજીની CM સુવેન્દુ સાથે 40 સેકન્ડની મુલાકાત બાદ TMCનો પડી ગયો મોટો ખેલ, જાણો ઈન્સાઈડ સ્ટોરી

Image
West Bengal Politics : પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક મોટો રાજકીય સંયોગ સર્જાયો છે. 4 મેના રોજ વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં આંતરિક ડખાં શરૂ થઈ ગયા છે. મમતા બેનરજીએ ભલે જાહેરમાં હાર સ્વીકારી નહોતી, પરંતુ તેમની બેઠકોમાં ધારાસભ્યો અને સાંસદોની હાજરી સતત ઘટવાની શરૂ થઈ ગઈ. બીજી તરફ ટીએમસી નેતાઓ વિરૂદ્ધ લોકોનો ગુસ્સો જોવા મળી રહ્યો હતો. આ દરમિયાન 22 મેના રોજ દિલ્હીના બંગ ભવનમાં એક એવો સંયોગ થયો, જેણે બંગાળના સમીકરણો બદલી નાખ્યા.

આગામી 5 વર્ષમાં ભારતમાં આ પ્રકારના સ્કિલ્ડ લોકોની ભારે અછત વર્તાશે, વિદેશમાં વધી માગ

Image
Job News India :  યુરોપ અને અન્ય વિક્સિત દેશોમાં વૃદ્ધોની વસ્તી વધી રહી છે અને જન્મદર ઘટી રહ્યો છે જેને કારણે પ્લમ્બર્સ, ઇલેક્ટ્રિશ્યન્સ, સુથાર અને નર્સોની વધી રહેલી માંગ પુરી કરવા આ દેશો આ કામદારોની ભારતમાંથી આક્રમક ધોરણે ભરતી કરવા માંડશે તો આગામી પાંચ વર્ષમાં ભારતમાં પણ તેમની તંગી સર્જાશે તેવી કેનેડા સ્થિત માઇક્રો ટ્રેન્ડસ રિસર્ચ ફર્મ પાઇન ટ્રીના સ્થાપક રિતેશ જૈને આગાહી કરી હતી. જૈને જણાવ્યું હતું કે દુનિયામાં વ્હાઇટ કોલર જોબ કરનારા ખૂબ છે પણ બ્લુ કોલર જોબ કરનારાની તંગી છે.જે દુનિયામાં શ્રમ બજારમાં પ્રવર્તતા સૌથી મોટા અસંતુલનને દર્શાવે છે.  યુનાઇટેડ નેશન્સના વરતારા અનુસાર 1970ના દાયકાથી દુનિયામાં 65 વર્ષ અને તેથી વધુ વયના લોકોની વસ્તી લગભગ બમણી થઇ ગઇ છે અને તે 2070માં ફરી બમણી થઇ જવાના માર્ગે છે. યુએન પોપ્યુલેશન ફંડના અંદાજ અનુસાર દુનિયાની 60 ટકા વસ્તી એવા દેશોમાં વસે છે જ્યાં વસ્તીને સ્થિર રાખવા માટે જરૂરી રિપ્લેસમેન્ટ દર ઘટી રહેલી ફળદ્રુપતાને કારણે જળવાતો નથી.

મોંઘવારી કંટ્રોલ ગુમાવશે! પેટ્રોલ અને ડીઝલના ભાવ હજુ પણ વધી શકે! રિપોર્ટમાં ગંભીર અનુમાન દર્શાવાયું

Image
Petrol Diesel Crisis: પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારાથી અર્થતંત્ર પર ફુગાવા જન્ય દબાણ વધવાની આશંકા છે, જેનાથી આવનારા મહિનાઓમાં પરિવહન અને ઉત્પાદન ખર્ચ વધી શકે છે અને સામાન્ય વપરાશની વસ્તુઓ મોંઘી થઈ શકે છે. રેટિંગ એજન્સી ક્રિસિલે મંગળવારે જાહેર કરેલા અહેવાલમાં આ અંદાજ વ્યક્ત કર્યો છે. સાથે જ આવનાર દિવસોમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં હજુ પણ વધારો થઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હજુ પણ વધી શકે પેટ્રોલ ડીઝલના ભાવ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે 15 મે પછીથી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં આશરે 7.

શાંતિ વાર્તામાં ડખો ! ઈઝરાયલની કરતૂતથી ભડક્યું ઈરાન, દુનિયાનો શ્વાસ બંધ કરી દેવાની આપી ધમકી

Image
Israel-Iran Conflict : પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભયાનક યુદ્ધને રોકવા માટે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ લાંબા સમયથી પ્રયાસો કરી રહ્યા છે. જોકે હવે ઈઝરાયલની કરતૂતે પ્રાયસો પર પાણી ફેરવી દીધું હોય તેવું લાગી રહ્યું છે.વાસ્તવમાં ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના એક આક્રમક નિર્ણયે આખી શાંતિ વાર્તાને પલટી નાખી છે. ઈઝરાયલી સેનાએ લેબનાનની સરહદમાં ઘૂસીને ઊંચાઈ પર આવેલો 1000 વર્ષ જૂનો ઐતિહાસિક બીફોર્ટ કિલ્લો પોતાના કબજામાં લઈ લીધો છે. નેતન્યાહૂ ભલે તેને પોતાની સેનાની બહાદુરીનું પ્રતીક ગણાવી રહ્યા હોય, પરંતુ આ એક જ પગલાએ અમેરિકા-ઈરાન શાંતિ વાર્તામાં મોટો ડખો ઊભો કર્યો છે. ઈઝરાયલની આ કરતૂતથી ભડકેલા ઈરાને સ્પષ્ટ કહ્યું છે કે, જ્યાં સુધી લેબનાન અને ગાઝામાં હુમલા બંધ નહીં થાય ત્યાં સુધી અમેરિકા સાથે કોઈ જ વાતચીત કરવામાં નહીં આવે.