હોર્મુઝની કટોકટી વચ્ચે ભારતનો રૂ.40,000 કરોડનો મેગા પ્લાન, ઓઈલ-ગેસની અછત હંમેશા માટે થશે ખતમ

Hormuz Strait Petrol LPG Crisis: ઈરાન, અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે વધી રહેલા તણાવને કારણે વૈશ્વિક સ્તરે ઊર્જા સંકટ ઘેરૂં બન્યું છે. તાજેતરમાં જ અમેરિકાએ પોતાના અપાચે હેલિકોપ્ટર પર થયેલા હુમલાનો બદલો લેવા માટે હોર્મુઝ નજીક ઈરાનના મહત્ત્વના ઠેકાણાઓ પર સવારે હુમલો કર્યો હતો, જેની સામે ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ બહેરીનમાં અમેરિકાના ફિફ્થ ફ્લીટને નિશાન બનાવવાનો દાવો કર્યો છે.
આ પરસ્પર હુમલાઓએ હોર્મુઝ સ્ટ્રેટ ટૂંક સમયમાં ફરી ખૂલવાની આશાઓ પર પાણી ફેરવી દીધું છે. આ વૈશ્વિક તણાવ અને ઓઇલ-ગેસના સંકટ વચ્ચે, ભારત પોતાની ઊર્જા સુરક્ષાને મજબૂત કરવા માટે એક મેગા પ્રોજેક્ટ પર ગંભીરતાથી આગળ વધી રહ્યું છે. ઓમાનથી ગુજરાત સુધી અરબ સાગરના પેટાળમાં આશરે 2,000 કિલોમીટર લાંબી ડીપ-સી ગેસ પાઇપલાઇન બિછાવવાની યોજનાને ફરી ગતિ મળી છે.
Comments
Post a Comment