Posts

Showing posts from April, 2026

10 ચોગ્ગા, 10 છગ્ગા..હૈદરાબાદમાં અભિષેક શર્માની આંધી, દિલ્હી કેપિટલ્સ સામે ફટકાર્યા અણનમ 135 રન

Image
Abhishek Sharma Century: IPL 2026માં સનરાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે આજે મુકાબલો રમાયો, જેમાં અભિષેક શર્માએ માત્ર 47 બોલમાં સદી ફટકારી દીધી. શતક દરમિયાન તેના બેટથી 8 છગ્ગા અને 8 ચોગ્ગા નીકળ્યા. જ્યારે કુલ 135 રનની અણનમ ઈનિંગમાં તેને 10 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા હતા. અભિષેકે દિલ્હીના દરેક બોલરની જબરદસ્ત ધોલાઈ કરતા T20 સદીઓના મામલે કોહલીના રેકોર્ડની બરાબરી કરી લીધી. 25 બોલમાં ફિફ્ટી અને 47 બોલમાં સદી

અમદાવાદ ચૂંટણી: ગરબડ થશે તો 3 મિનિટમાં પોલીસ પહોંચશે, ડ્રોન અને CCTVથી નજર; 20 હજાર જવાનો તહેનાત

Image
Gujarat Local Body Elections 2026: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 48 વોર્ડની 192 બેઠકો માટે રવિવારે (26મી એપ્રિલ) મતદાન માટે શહેર પોલીસે બંદોબસ્ત ગોઠવવા તૈયારીઓ આરંભી દીધી છે. મતદાન દરમિયાન ટોળાંશાહી કે ગરબડ કરવાની કોશિષ કરવામાં આવશે તો 3 જ મિનિટમાં પોલીસની ટુકડીઓ પહોંચી જાય તેવી વ્યવસ્થા કરાઈ રહી છે. સીસીટીવી અને ડ્રોનથી સર્વેલન્સ કરવા માટે 150થી વધુ પોલીસ ટુકડીઓનું ક્રોસ પેટ્રોલિંગ ગોઠવાશે. એસઆરપી, સીઆરપીએફ અને આરએએફને સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારોમાં તહેનાત કરાશે. અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, એટીએસ અને પીસીબીની ટીમો ઝોનદીઠ વ્યૂહાત્મક રીતે કાર્યરત કરાશે.

સીઝફાયર પૂરો થવાને માત્ર 24 કલાક બાકી! ટ્રમ્પ-નેતન્યાહૂની હુમલાની ધમકી, ઈરાને કહ્યું- અમે પણ નવા પત્તાં ખોલવા તૈયાર

Image
Iran-US-Israel Tensions Rise as Ceasefire Nears End : વેસ્ટ એશિયામાં શાંતિની આશા ઠગારી નીવડી રહી છે. બે અઠવાડિયાનું સીઝફાયર 22 એપ્રિલ, બુધવારે સમાપ્ત થઈ રહ્યું છે, અને તેની સાથે જ ઈરાન-અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ ફરી શરૂ થવાની ભીતિ છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને બેન્જામિન નેતન્યાહુના આક્રમક નિવેદનોએ તેલ અને ગેસના માર્ગો પર તણાવ વધાર્યો છે.  સ્થિતિ કેમ વિસ્ફોટક બની? ડેડલાઈન નજીક

‘...તો હું પોતે ઈરાનના નેતાઓને મળીશ’ ઈસ્લામાબાદ મંત્રણા પહેલા અમેરિકન પ્રમુખનું મોટું નિવેદન

Image
Donald Trump Statement On US-Iran Peace Talks  : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું મહત્ત્વનું નિવેદન સામે આવ્યું છે. બંને દેશોના વિવાદનું નિરાકરણ લાવવા માટે પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં બીજી વખત શાંતિ મંત્રણા યોજોવાની છે, જેને લઈને ટ્રમ્પે કહ્યું છે કે, ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સની આગેવાની હેઠળ અમેરિકી પ્રતિનિધિમંડળ ઈરાન સાથે શાંતિ સમજૂતી પર વાતચીત કરવા માટે આજે પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં પહોંચવાનું છે. જોકે મંત્રણા પહેલા સંકટ એ ઉભું થયું છે કે, કેટલાક મુદ્દાઓથી નારાજ થઈને ઈરાને મંત્રણામાં સામે થવાનો ઈન્કાર કરી દીધો છે, જેના કારણે હવે આ સમજૂતી પર સંકટના વાદળો ઘેરાઈ ગયા છે. ઈરાન-અમેરિકા વચ્ચે વાતચીત થવાની છે : ટ્રમ્પ ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ મુજબ, ‘ટ્રમ્પે કહ્યું છે કે, વેન્સની આગેવાની હેઠળ અમેરિકી પ્રતિનિધિમંડળ ઈસ્લામાબાદ પહોંચશે.

હોર્મુઝ અંગે ફરી આરપારની જંગના એંધાણ! ટ્રમ્પના આદેશ બાદ અમેરિકા જપ્ત કર્યું જહાજ, ઈરાને કહ્યું- વળતો જવાબ આપીશું

Image
Trump Claims US Navy Seized Iranian Ship in Hormuz : પશ્ચિમ એશિયાના સૌથી મહત્ત્વના જળમાર્ગ હોર્મુઝમાં સ્થિતિ ધીમે ધીમે ફરી સ્ફોટક બની રહી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકાની નૌસેનાના વિનાશક જહાજ 'યુએસએસ સ્પ્રુએન્સ'એ ઓમાનની ખાડીમાં ઈરાનના ઝંડા ધરાવતા માલવાહક જહાજ 'TOUSKA' ને આંતર્યું છે. ટ્રમ્પના મતે, આ જહાજે અમેરિકી નાકાબંધી તોડવાનો પ્રયાસ કર્યો હતો અને ચેતવણીઓ છતાં રોકાયું નહોતું, જેના કારણે તેને બળપૂર્વક કબજે કરવામાં આવ્યું છે. અમેરિકાએ ઈરાનના જહાજ પર કબજો કર્યો હાલમાં આ ઈરાનનું જહાજ અમેરિકી મરીનના સંપૂર્ણ નિયંત્રણમાં છે.

ઈરાનના પડકાર વચ્ચે ભારતનાં 'દેશ ગરિમા' જહાજે હોર્મુઝ પાર કર્યું, બેએ રસ્તા બદલ્યા, પર્સિયન ગલ્ફમાં હજુ 14 જહાજો

Image
Image Source - marinetraffic.com Indian Oil Tanker In Hormuz : ઈરાનના હોર્મુઝ જળમાર્ગ પર ચાલી રહેલા સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે.

પાકિસ્તાન પર આંધળો વિશ્વાસ અમેરિકા પર ભારે પડશે! ટ્રમ્પનો ‘ફેવરિટ’ જનરલ મુનીર જ બન્યો મોટો ખતરો

Image
Asim Munir Under Scrutiny in US : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જેમને પોતાના ‘ફેવરિટ ફિલ્ડ માર્શલ’ ગણાવે છે, તે પાકિસ્તાની આર્મી ચીફ જનરલ આસિમ મુનીર હવે અમેરિકાની સુરક્ષા એજન્ડામાં શંકાના ઘેરામાં આવ્યા છે. ફોક્સ ન્યૂઝના રિપોર્ટ અનુસાર, જનરલ મુનીરના ઈરાનની કટ્ટરપંથી સેના IRGC સાથેના જૂના સંબંધો અમેરિકા માટે ચિંતાનો વિષય બન્યા છે. કેમ વિવાદમાં છે જનરલ મુનીર? બેકચેનલ મધ્યસ્થી જનરલ મુનીર વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે મધ્યસ્થી તરીકે કામ કરી રહ્યા છે.

ઈરાનમાં કોણ ચલાવે છે સરકાર? હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતીય જહાજો પર ફાયરિંગ બાદ કન્ફ્યુઝન વધ્યું

Image
Iran Govt vs IRGC? : હોર્મુઝની ખાડીમાં ભારતીય જહાજો પર થયેલા હુમલાએ ઈરાનની આંતરિક વ્યવસ્થાની પોલ ખોલી દીધી છે. એક તરફ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી શાંતિ અને વેપારની વાતો કરે છે, તો બીજી તરફ ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ ગોળીબાર કરીને પોતાનું વર્ચસ્વ સાબિત કરી રહ્યા છે. સુપ્રીમ લીડરની ગેરહાજરી અયાતુલ્લા અલી ખામેનેઈના મૃત્યુ બાદ ઈરાનમાં સર્વોચ્ચ નેતૃત્વની ખોટ છે. જેનો ફાયદો ઉઠાવીને સેના-IRGC હવે પોતે જ દેશના ભાગ્યવિધાતા હોવાનું વર્તન કરી રહી છે.

IPL 2026: સનરાઈઝર્સ હૈદરાબાદે ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવ્યું, 10 રનથી મેળવી શાનદાર જીત

Image
IPL 2026: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2026ની 27મી મેચ આજે(18 એપ્રિલ) સનરાઈઝર્સ હૈદરાબાદ(SRH) અને ચેન્નાઈ સુપર કિંગ્સ(CSK) વચ્ચે રમાઈ હતી. જેમાં SRHએ CSKને 10 રનથી હરાવ્યું છે. CSK કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. SRHએ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટ પર 194 રન બનાવ્યા હતા. જેના જવાબમાં CSK 20 ઓવરમાં 8 વિકેટ પર 184 રન જ બનાવી શકી. આમ, સનરાઈઝર્સ હૈદરાબાદની શાનદાર જીત થઈ છે.

તમિલનાડુમાં વેકેશન માણવા જતા શિક્ષકોની વાન ખીણમાં ખાબકી, 9ના કરૂણ મોતથી PM મોદી પણ દુઃખી

Image
Tamilnadu Accident 9 Died News: તમિલનાડુના વાલપરાઈમાં શુક્રવારે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. કેરળથી પ્રવાસે આવેલા શિક્ષકો અને તેમના પરિવારજનોની વાન ઉંડી ખીણમાં ખાબકતા 9 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. આ દુર્ઘટનામાં અન્ય કેટલાક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

IPL 2026, GT vs KKR : ગુજરાત ટાઈટન્સની કોલકાતા સામે શાનદાર જીત, ગિલ-રબાડાનું દમદાર પ્રદર્શન

Image
IPL 2026, Gujarat Titans vs Kolkata Knight Riders : આઈપીએલ-2026માં આજે કેપ્ટન શુભમન ગીલની દમદાર બેટિંગ અને કાગીસો રબાડાની ધારદાર બોલિંગના કારણે ગુજરાત ટાઈટન્સનો કોલકાતા નાઈટ રાઈડર્સ સામે વિકેટે વિજય થયો છે. પ્રથમ બેટિંગમાં ઉતરેલી કોલકાતાની ટીમ નિર્ધારીત 20 ઓવરમાં 180 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જેના જવાબમાં ગુજરાતની ટીમે 19.4 ઓવરમાં 181 રન નોંધાવી વિજય મેળવી લીધો છે. આ સાથે ગુજરાતે અત્યાર સુધીમાં કુલ પાંચ મેચ રમીને ત્રણ મેચ જીતી લીધી છે.  કેમરોન ગ્રીનની વિસ્ફોટ બેટિંગ એડે ગઈ

લોકસભામાં મહિલા અનામત બિલ પસાર ન થતા પક્ષ-વિપક્ષના નેતાઓની આવી પ્રતિક્રિયા, જુઓ રાહુલ-પ્રિયંકાએ શું કહ્યું

Image
Parliament Session : લોકસભાના વિશેષ સત્રમાં આખરે મહિલા અનામત બિલ પસાર થઈ ના શક્યું. મહિલા અનામત અને સીમાંકન માટે આજે (17 એપ્રિલ) લોકસભામાં બંધારણીય સુધારા (Constitution Amendment Bill) વિધેયક પર મતદાન કરાયું હતું, પરંતુ બે તૃતિયાંશ બહુમતી ના મળતા આ બિલ પસાર થઈ શક્યું નથી. હવે બિલ મુદ્દે અનેક નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે. અમે બંધારણ પરના આ હુમલાને હરાવી દીધો: રાહુલ ગાંધી લોકસભાના સાંસદ રાહુલ ગાંધીએ કહે છે કે, 'અમે બંધારણ પરના આ હુમલાને હરાવી દીધો છે.

અમેરિકા-ઈરાન યુદ્ધને કારણે ભારતને મોટો ફટકો, અર્થતંત્રની યાદીમાં ગગડીને ચોથાથી છઠ્ઠા સ્થાને પહોંચ્યું

Image
- જાપાન અને બ્રિટન ચોથા અને પાંચમા સ્થાને આવ્યા - ભારતીય અર્થતંત્રનો વૃદ્ધિદર 2026માં 6.5 ટકા રહેવાની સંભાવના: યુદ્ધ ચાલુ રહે તો વૃદ્ધિદર ઘટશે Iran and USA War Effect on India : અમેરિકા-ઇરાન યુદ્ધની ભારતીય અર્થતંત્ર પર વિપરીત અસર થઈ છે. તેના કારણે એક સમયે વિશ્વનું ચોથા નંબરનું ભારતીય અર્થતંત્ર હવે છઠ્ઠા નંબરનું ઇકોનોમી બની ગયું છે. આમ તે બે સ્થાન નીચે ઉતરી ગયું છે.

Explainer: 'નારી શક્તિ વંદન અધિનિયમ' માટે 454 મત વિરુદ્ધ 2: કેવી રીતે ફાટેલા બિલે ઇતિહાસ રચ્યો

Image
Nari Shakti Vandan Adhiniyam : ગુજરાતીમાં એક કહેવત છે કે, ‘ધીરજના ફળ મીઠા હોય છે.’ ભારતીય રાજકારણ માટે આ કહેવત બિલકુલ સાચી પડી છે. સરકાર સંસદમાં સીમાંકન અંગેના ત્રણ મહત્ત્વના બિલ રજૂ કરવાની તૈયારીમાં છે. આનાથી મહિલાઓ માટેનો અનામત કાયદો, એટલે કે 'નારી શક્તિ વંદન અધિનિયમ', વહેલો લાગુ થવાનો માર્ગ મોકળો થશે. 2023માં આ બિલ લગભગ સર્વસંમતિથી પસાર થયું હતું, પરંતુ આ સફર સરળ નહોતી. તેના અમલીકરણ સુધી પહોંચવા માટે કાયદાએ તોફાની, વિવાદાસ્પદ અને લાંબો રસ્તો કાપવો પડ્યો છે.

સાવધાન! ગુજરાત સહિત 12 રાજ્યોમાં 'લૂ'નું એલર્ટ; પારો 40 ડિગ્રીને પાર જશે, અહીં થશે વરસાદ

Image
Gujarat Weather Updates: ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, હાલમાં કોઈ સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ન હોવાને કારણે દેશભરમાં તાપમાનમાં ઝડપથી વધારો થવાની શક્યતા છે. આગામી દિવસોમાં પારો 40°C થી 42°C ને પાર કરી શકે છે, જેના કારણે મધ્ય અને દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં ભીષણ 'લૂ' (Heatwave) ની સ્થિતિ સર્જાશે. બુધવારે મહારાષ્ટ્રના અકોલા અને કર્ણાટકના કલબુર્ગીમાં દેશનું સૌથી વધુ 44°C તાપમાન નોંધાયું હતું. કયા રાજ્યોમાં 'લૂ' અને ગરમીનું એલર્ટ? હવામાન વિભાગે દેશના વિવિધ હિસ્સાઓ માટે ચેતવણી જાહેર કરી છે.

ભારતને મોટો ઝટકો, રશિયા-ઈરાન પાસેથી સસ્તું ઓઈલ ખરીદવાની છૂટ અમેરિકાએ સમાપ્ત કરી

Image
Iran Russia Oil and India : રશિયા અને ઈરાન પાસેથી ઓઈલની આયાત બંધ થવાથી હવે ભારતની નિર્ભરતા ખાડીના અન્ય દેશો અથવા અમેરિકાના સ્થાનિક બજાર પર વધશે, જે ભારતને મોંઘું પડી શકે છે. પુરવઠો ઘટવાથી દેશમાં પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસના ભાવમાં ઉછાળો આવવાની પૂરેપૂરી શક્યતા છે. શું છે અમેરિકાનો નવો નિર્ણય? અમેરિકા-ઈરાન યુદ્ધ દરમિયાન ઉભી થયેલી ઓઈલની કમીને પહોંચી વળવા અમેરિકાએ રશિયન ઓઈલની ખરીદી પર જે છૂટછાટ આપી હતી તેની મર્યાદા 11 એપ્રિલ ના રોજ પૂર્ણ થઈ ગઈ છે. અમેરિકન ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે બુધવારે જાહેરાત કરી છે કે, રશિયન અને ઈરાની ઓઈલની ખરીદી માટે અપાયેલી પ્રતિબંધોની છૂટછાટની સમયમર્યાદા હવે લંબાવવામાં આવશે નહીં.

ઈરાન સાથેના તણાવ વચ્ચે અમેરિકાનું મોટું નુકસાન, 2000 કરોડનું MQ-4C ટ્રાઇટન ક્રેશ, 25 ડ્રોન તૂટી પડ્યા

Image
Image Source - northropgrumman.com US Military Loss War Against Iran : ઈરાન વિરુદ્ધના યુદ્ધમાં અમેરિકાનું 2000 કરોડ રૂપિયાનું MQ-4C ટ્રાઈટન ડ્રોન ક્રેશ થતા અને 25 ડ્રોન તૂટી પડતા મોટું નુકસાન થયું છે.

અંદમાન સાગરમાં રોહિંગ્યા-બાંગ્લાદેશીઓને લઈ જતી બોટ ડૂબી, 250 લોકો ડૂબી ગયાની આશંકા

Image
Boat Capsizes In Andaman Sea: અંદમાન સાગરમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. અંદમાન દ્વીપસમૂહ પાસે મલેશિયા જઈ રહેલી એક મોટી હોડી સમુદ્રમાં ડૂબી ગઈ છે. આ હોડીમાં 250થી વધુ બાંગ્લાદેશી અને રોહિંગ્યા લોકો સવાર હતા. બાંગ્લાદેશી અધિકારીઓ દ્વારા અત્યાર સુધીમાં એક મહિલા સહિત નવ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. જ્યારે બાકીના લોકોનું શું થયું તેનો કોઈ અત્તો પત્તો નથી. આ લોકોને તસ્કરી કરીને લઈ જવામાં આવી રહ્યા હતા.

અમેરિકાની નાકાબંધીથી ઇરાનને રોજનો રૂ.4000 કરોડનો ફટકો, હોર્મુઝ બ્લોક કરવા US એ 10000 સૈનિક ખડક્યા

Image
- માત્ર ઇરાનના બંદરો પર જતા જહાજોને અટકાવવા માટે અમેરિકાએ 10 હજાર સૈનિકો ખડક્યા - અમેરિકા-ઇરાન વચ્ચે વધુ એક મંત્રણા આગામી દિવસોમાં ઇસ્લામાબાદ કે જિનિવામાં યોજાઈ શકે : ટ્રમ્પે તૈયારી બતાવી - અમેરિકાના પ્રતિબંધ છતાં પણ ચીનનું વેપારી જહાજ હોર્મુઝની ખાડી પસાર કરી ગયું - લેબનોન અને ઇઝરાયેલ વચ્ચેની શાંતિમંત્રણાથી અમને કોઈ ફેર નહીં પડે હુમલા ચાલુ રહેશેઃ હીઝબુલ્લાહ Iran vs usa war news : અમેરિકાએ હોર્મુઝની નાકાબંધી કરતાં ઇરાનને રોજનો રૂ. 4000 કરોડનો ફટકો પડી રહ્યો છે.

બુધવારે શેરબજારમાં મોટો ઉછાળો થવાના એંધાણ, આ 5 સંકેતથી સેન્સેક્સ-નિફ્ટીમાં આવશે તેજી

Image
Indian Market Positive Signal : દેશમાં સોના-ચાંદીમાં અને શેરબજારના રોકાણકારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. આમ તો મંગળવારે સેન્સેક્સ-નિફ્ટી સહિતના માર્કેટ બંધ રહ્યા હતા, જ્યારે અન્ય દેશોમાં માર્કેટો ખુલ્લા રહ્યા હતા. જોકે આ જ સમયગાળા દરમિયાન જે અહેવાલો સામે આવ્યા છે, તેના કારણે બુધવારે ભારતીય શેરમાર્કેટ રોકેટ ગતિએ દોડવાના સંકેત મળ્યા છે. જે પાંચ કારણો સામે આવ્યા છે, તેનાથી આશા જાગી છે કે, બુધવારે શેરબજારમાં શાનદાર તેજી જોવા મળવાની છે. વૈશ્વિક શેરમાર્કેટમાં તેજી

તમે RSS ના કાર્યક્રમમાં ગયા છો, શું મને ન્યાય મળશે?, હાઈકોર્ટના જજ સામે કેજરીવાલનો સવાલ

Image
Kejriwal Seeks Judge’s Recusal, Verdict Reserved : દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે લિકર પોલિસી કેસમાં હાઈકોર્ટના જસ્ટિસ સ્વર્ણકાંતા શર્મા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. કેજરીવાલે આરોપ લગાવ્યો કે જસ્ટિસ શર્મા RSS સાથે જોડાયેલ વકીલોની સંસ્થા 'અધિવક્તા પરિષદ'ના કાર્યક્રમોમાં ચાર વખત હાજરી આપી ચૂક્યા છે. કેજરીવાલે દલીલ કરી હતી કે તેઓ પોતે ભાજપ-આરએસએસની વિચારધારાના વિરોધી હોવાથી તેમને આ ન્યાયાધીશ પાસે નિષ્પક્ષ ન્યાય મળશે કે કેમ તે બાબતે શંકા છે. કેજરીવાલે કોર્ટમાં કહ્યું કે, એક કાર્યશીલ લોકશાહીમાં ધારણા ખૂબ મહત્વની હોય છે. જો કોઈ ન્યાયાધીશ કોઈ ચોક્કસ વિચારધારા સાથે જોડાયેલા કાર્યક્રમોમાં ભાગ લેતા હોય, તો વિરોધી વિચારધારા ધરાવતા આરોપીના મનમાં ડર પેદા થાય તે સ્વાભાવિક છે.

ઈરાન વિરુદ્ધ ટ્રમ્પનું 'ઓપરેશન બ્લોકેડ'! અમેરિકાએ અરબ સાગરમાં ઉતાર્યા જંગી જહાજો, ઓઈલ અંગે ચિંતા વધી

Image
US-Iran Tensions Surge as Trump Sends Navy to Arabian Sea : ઈસ્લામાબાદમાં થયેલી શાંતિ વાટાઘાટો નિષ્ફળ રહ્યા બાદ હવે અમેરિકાએ ઈરાન વિરુદ્ધ 'ઓપરેશન બ્લોકેડ' શરૂ કરી દીધું છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશથી અરબ સાગર અને હોર્મુઝની ખાડીમાં અમેરિકી નૌકાદળના 15થી વધુ વિધ્વંસક જહાજો તૈનાત કરવામાં આવ્યા છે. આ નાકાબંધીમાં અમેરિકાના અત્યાધુનિક સ્ટીલ્થ ફાઈટર જેટ્સ F-35B આકાશમાંથી ઈરાની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છે. USS ત્રિપોલી તૈનાત, કયા જહાજોને મળશે રસ્તો?  અમેરિકન સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર, USS ત્રિપોલી (LHA 7) ને ખાસ કરીને હવાઈ હુમલા અને નાકાબંધી માટે અરબ સાગરમાં ઉતારવામાં આવ્યું છે.

ગરમી વધારે અને ચોમાસું નબળું! હવામાન વિભાગે જાહેર કર્યું ચિંતાજનક 'મોન્સુન એલર્ટ', અલ નીનો સર્જાશે

Image
IMD Predicts, El Niño: દેશમાં આ વખતે ચોમાસાને લઈને હવામાન વિભાગે ચિંતાજનક એલર્ટ જાહેર કર્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ ચોમાસા અંગે ચિંતા વ્યક્ત કરી છે. IMDએ સંભાવના વ્યક્ત કરી છે કે 2026નું દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સામાન્ય કરતા નબળું રહી શકે છે. જેનો અર્થ એ છે કે વરસાદ ઓછો થશે. હવામાન વિભાગ (IMD) મુજબ, જૂન થી સપ્ટેમ્બર વચ્ચે દેશભરમાં વરસાદ લોંગ પીરિયડ એવરેજ (LPA)ના 92 ટકા રહેવાનો અંદાજ છે, જે 'બિલો નોર્મલ' (સામાન્યથી ઓછું) શ્રેણીમાં આવે છે. સાથે જ હવામાન વિભાગે અલ નીનો સર્જાવાની આશંકા પણ વ્યક્ત કરી છે, જેનાથી ચોમાસા પર વધુ દબાણ વધી શકે છે.

ન્યૂઝીલેન્ડના નોર્થ આઈલેન્ડ પર 130 કિ.મી.ની ઝડપે વાવાઝોડું ત્રાટક્યું, હજારો લોકોનું સ્થળાંતર

Image
New zeland Strom: ન્યૂઝીલેન્ડના ઉત્તરના ટાપુ (નોર્થ આઈલેન્ડ) ઉપર રવિવારે પ્રચંડ ચક્રવાત ત્રાટક્યો હતો. તેથી અનેક વૃક્ષો ધરાશાયી થયાં હતાં. વીજળીના થાંભલાઓ પણ પડી ગયા હતા. પરિણામે સેંકડો ઘરોમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી. સૌથી વધુ ભયજનક બાબત તો તે છે કે ન્યૂઝીલેન્ડના હવામાન વિભાગે જાહેર કર્યું છે કે, સંભવતઃ હજી પણ વધુ પ્રબળ તોફાન આવવાની ભીતિ છે.

‘જતા રહો, નહીં તો...’ હોર્મુઝ પહોંચેલા US યુદ્ધજહાજોને ઈરાનની ચેતવણી, સામે આવ્યો VIDEO

Image
Iranian Army warns US warships in Hormuz : પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં અમેરિકા-ઈરાન વચ્ચે મધ્યસ્થીની વાતચીત નિષ્ફળ ગયા બાદ ફરી બંને દેશો વચ્ચે વિવાદ શરૂ થઈ ગયો છે. રિપોર્ટ મુજબ, અમેરિકાના યુદ્ધજહાજો હોર્મુઝ જળમાર્ગમાં ઈરાને બિછાવેલી વિસ્ફોટ સુરંગો હટાવવા માટે પહોંચ્યા હતા, જોકે ઈરાને જહાજોને ખદેડી દીધા હોવાની માહિતી સામે આવી છે. યુદ્ધજહાજોએ વિવાદાસ્પદ જળ વિસ્તારમાંથી પસાર થવાનો પ્રયાસ કર્યો હતો, જોકે ઈરાની સેનાએ તુરંત ત્યાં આવતાં જ બંને સામ-સામે આવી ગયા હતા. ઈરાની સેનાએ અમેરિકન જહાજોને આપી ચેતવણી ધ વૉલ સ્ટ્રીટ જર્નલના અહેવાલો મુજબ, અમેરિકી નૌસેનાના બે ગાઈડેડ-મિસાઇલ વિધ્વંસક જહાજો હોર્મુઝમાંથી પસાર થવાનો પ્રયાસ કર્યો હતો.

ઈસ્લામાબાદ મંત્રણા નિષ્ફળ: અમેરિકા-ઈરાન વચ્ચે 21 કલાકની ચર્ચા બાદ પણ સમજૂતી ન થઈ

Image
Islamabad Talks Fail : પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી હાઈ-વોલ્ટેજ શાંતિ મંત્રણા કોઈ પણ નક્કર પરિણામ વગર સમાપ્ત થઈ છે. 21 કલાક સુધી ચાલેલી ગહન ચર્ચા બાદ અમેરિકી પ્રતિનિધિમંડળે સ્પષ્ટ કર્યું છે કે ઈરાને તેમની શરતો સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે, જેના કારણે અમેરિકન ટીમ હવે સમજૂતી વિના જ સ્વદેશ પરત ફરી રહી છે. અમેરિકાનો 'અંતિમ અને શ્રેષ્ઠ' પ્રસ્તાવ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે ઇસ્લામાબાદમાં પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, "અમે ખુલ્લા મને મંત્રણા માટે આવ્યા હતા અને અમારો 'અંતિમ અને સર્વશ્રેષ્ઠ પ્રસ્તાવ' રજૂ કર્યો હતો. સારી વાત એ છે કે ઘણા મુદ્દાઓ પર સાર્થક ચર્ચાઓ થઈ, પરંતુ ખરાબ સમાચાર એ છે કે અમે કોઈ સમજૂતી સુધી પહોંચી શક્યા નથી.

ઈરાને અમેરિકા સામે મૂકી બે શરત, ટ્રમ્પ બોલ્યા અમારાં હથિયારો લોડ થઈ રહ્યાં છે

Image
US Iran Peace Talks in Pakistan: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે ઈસ્લામાબાદમાં શનિવારે યોજાનારી શાંતિ વાર્તા અનિશ્ચિતતાના વાદળોમાં ઘેરાઈ ગઈ છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ વાર્તા માટે રવાના થઈ ચૂક્યા છે, પરંતુ ઈરાનના સંસદ અધ્યક્ષ મોહમ્મદ બઘેર ગાલિબફના નિવેદને આખી બાજી પલટી નાખી છે. ઈરાનની બે મોટી શરતો ઈરાની સંસદના અધ્યક્ષે સોશિયલ મીડિયા પર સ્પષ્ટ કર્યું છે કે, જ્યાં સુધી આ બે શરતો પૂરી નહીં થાય, ત્યાં સુધી કોઈ વાતચીત શક્ય નથી. લેબનાનમાં સીઝફાયરની શરત, લેબનાનમાં ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર તાત્કાલિક અને અસરકારક યુદ્ધવિરામ લાગુ કરવામાં આવે.

હુમલામાં 250 મોત, હોર્મુઝ ફરી બંધ, ઓઈલ મોંઘું... સીઝફાયરની શરતમાં ગૂંચવાડા બાદ જાણો 24 કલાકમાં શું શું થયું?

Image
Hormuz Strait Closed Amid Israel-Lebanon Conflict : અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત થયા બાદ ક્રૂડ ઓઈલની કિંમત ધરખમ ઘટાડો અને મોટાભાગના દેશોના શેરમાર્કેટમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. જોકે હવે ઈઝરાયલે લેબેનોનમાં તબાહી મચાવતા ઈરાને ચાર દેશો પર મિસાઈલ-ડ્રોનથી હુમલા કર્યા છે, જેના કારણે ફરી ક્રૂડ ઓઈલની કિંમતોમાં વધારો થવા સાથે અનેક દેશોના શેરમાર્કેટમાં પણ ઘટાડો થયો છે. ઈઝરાયલે લેબેનોન પર હુમલો કરતા ઈરાનનો ચાર દેશો પર હુમલો મળતી વિગતો મુજબ, ઈઝરાયલે લેબેનોનમાં ભયાનક તબાહી મચાવ્યા બાદ મધ્ય-પૂર્વમાં ફરી સ્થિતિ વણસી ગઈ છે. ઈઝરાયલે બુધવારે લેબોનોન પર ડ્રોન અને મિસાઈલો ઝીંકતા 250થી વધુ લોકોના મોત અને હજારોથી વધુ ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે, ત્યારે આ હુમલાના કારણે હવે ઈરાને હોર્મુઝ જળમાર્ગ બંધ કરી દીધો છે.

મિડલ ઈસ્ટમાં સીઝફાયર બાદ હવે કતાર જશે પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ, LNG સપ્લાય અંગે થશે વાતચીત

Image
Petroleum Minister Hardeep Singh Puri Qatar Visit : મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા સંકટ વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરી આજથી કતારની બે દિવસની સત્તાવાર યાત્રા કરવાના છે. તાજેતરમાં જ ઈરાને ભયાનક હુમલા કરીને કતારના ગેસ ઉત્પાદનને ભારે નુકસાન પહોંચાડ્યું છે, ત્યારે હરદીપ સિંહ પુરીની આ મુલાકાત બંને દેશો માટે અને ભારતના ગેસ ઉદ્યોગ માટે ખૂબ જ મહત્ત્વની માનવામાં આવી રહી છે. ભારત કતાર પાસેથી મોટાપાયે લિક્વિડ નેચરલ ગેસ (LNG) કરીદે છે, તેથી પેટ્રોલિયમ મંત્રી ત્યાં LNGની સપ્લાયને લઈ મહત્ત્વની વાતચીત કરશે. હરદીપ સિંહની કતાર મુલાકાત કેમ જરૂરી ? રિપોર્ટ મુજબ, ભારત પોતાની જરૂરીયાતમાંથી લગભગ 40 ટકા એલએનજી કતારથી આયાત કરે છે.

કેરલમ, આસામ અને પુડ્ડુચેરીમાં મતદાન શરૂ; ક્યાંક સત્તાની હેટ્રિકની આશા તો ક્યાંક વનવાસ ખતમ કરવા મથામણ

Image
AI Image

‘ચૂંટણી પંચે ખૂબ જ ખરાબ વ્યવહાર કર્યો’ ECની પોસ્ટથી TMC ભડકી, કેજરીવાલ-અખિલેશના પણ પ્રહાર

Image
Election Commission On TMC : પશ્ચિમ બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન યોજાવાનું છે, ત્યારે ચૂંટણી પંચે બુધવારે (8 એપ્રિલ) સોશિયલ મીડિયા પર તૃમણૂલ કોંગ્રેસ (TMC)નો ઉલ્લેખ કરીને પોસ્ટ કરતા ભારે રાજકીય ઘમાસાણ શરૂ થઈ ગયું છે. ચૂંટણી પંચે પોસ્ટમાં લખ્યું છે કે, આ વખતે બંગાળની ચૂંટણી ડર, હિંસા, ધમકી, લાલચ, દરોડા મુક્ત જ યોજાશે. ચૂંટણી પંચે આ વાતને એક્સ પર પોસ્ટ કરી છે અને સાથે એમ પણ લખ્યું છે કે, તૃણમૂલ કોંગ્રેસને સ્પષ્ટ સલાહ. CEC સાથેની બેઠકમાં TMC પ્રતિનિધિમંડળની ઉગ્ર બોલાચાલી  ઉલ્લેખનીય છે કે, દિલ્હી સ્થિત ચૂંટણી પંચની ઓફિસમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર (Chief Election Commissioner Gyanesh Kumar) અને TMCના પ્રતિનિધિમંડળ વચ્ચે બેઠક યોજાઈ હતી, ત્યારબાદ આ ટ્વિટ કરવામાં આવ્યું છે.

ટ્રમ્પની ડેડલાઈન પહેલા પાકિસ્તાને પલ્ટી મારી : ઈરાન વિરુદ્ધ આકરું વલણ અપનાવ્યું

Image
Pakistan On US-Israel-Iran War : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ખતમ કરવાની ધમકી આપ્યા બાદ પાકિસ્તાને કાંચિડાની જેમ રંગ બદલી નાખ્યો છે. યુદ્ધ શરૂ થયા બાદ માહોલ શાંત કરાવવા મેદાને ઉતરેલા પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે સોશિયલ મીડિયા પર ટ્વિટ કરીને મધ્યસ્થી કરવાની ઓફર કરી હતી, જોકે હવે આ જ પાકિસ્તાને પલ્ટી મારીને ઈરાનનું ટેન્શન વધારી દીધું છે. ...

અમદાવાદ મનપા ચૂંટણી માટે કોંગ્રેસના 15 કમિટમેન્ટ, પ્રોપર્ટી ટેક્સ 5 ટકા, મહિલા-વિદ્યાર્થીઓને AMTSમાં ફ્રી મુસાફરી

Image
Ahmedabad Municipal Corporation elections: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષે પોતાનો ચૂંટણી ઢંઢેરો (Manifesto) સત્તાવાર રીતે જાહેર કર્યો છે. ‘કમિટમેન્ટ’ સાથે જાહેર કરાયેલા આ મેનિફેસ્ટોમાં શિક્ષણ, આરોગ્ય, અને ટેક્સના માળખામાં મોટા ફેરફારો કરવાનું વચન અપાયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસનું સાશન આવ્યા બાદ 15થી વધુ વાયદા પૂરા કરવાની જાહેરાત કરવામાં આવી છે.

ક્રૂડ ઓઈલમાં ભડકો: ટ્રમ્પની ધમકી બાદ $110 ને પાર, અમેરિકામાં પેટ્રોલ 2022 પછી સૌથી મોંઘું

Image
Crude Oil Hits $110.60 | અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનના 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' અને ઊર્જા મથકો પર હુમલાની ધમકી આપ્યા બાદ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો છે. રવિવારે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં તેલની કિંમતોમાં 1.8% સુધીનો વધારો નોંધાયો છે. ક્રૂડ ઓઈલના ભાવ આસમાને

હોર્મુઝ સંકટ: ટ્રમ્પના અલ્ટીમેટમ વચ્ચે ઈરાને શરત મૂકી; ભારતની ચિંતા વધતાં જયશંકર એક્ટિવ

Image
Trump's Deadline for Strait of Hormuz | પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ હવે નિર્ણાયક વળાંક પર છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો મંગળવાર સાંજ સુધીમાં 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (હોર્મુઝની સામુદ્રધુની) ખોલવામાં નહીં આવે, તો ઈરાનના પાવર પ્લાન્ટ્સ અને પુલોને નષ્ટ કરી દેવામાં આવશે. ટ્રમ્પે આ સમયસીમા મંગળવાર રાત્રે 8 વાગ્યે (ભારતીય સમય મુજબ બુધવાર સવાર) નક્કી કરી છે. ટ્રમ્પની 'પાવર પ્લાન્ટ ડે' ની ધમકી ટ્રમ્પે સોશિયલ મીડિયા પર અત્યંત કડક ભાષામાં લખ્યું કે, જો જળમાર્ગ નહીં ખૂલે તો ઈરાનમાં 'પાવર પ્લાન્ટ ડે' અને 'બ્રિજ ડે' ઉજવાશે, એટલે કે તમામ મહત્વના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉડાવી દેવાશે.

મિડલ ઈસ્ટમાં ભયાનક યુદ્ધના 'સંકેત', ટ્રમ્પનું 48 કલાકનું અલ્ટીમેટમ અને ઈરાનનો વળતો પ્રહાર

Image
Donald Trump and Iran War News : મિડિલ ઈસ્ટમાં ચાલી રહેલો સંઘર્ષ હવે નિર્ણાયક અને અત્યંત ભયાનક વળાંક પર પહોંચી ગયો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ખુલ્લી ચેતવણી આપી છે કે જો આગામી 48 કલાકમાં વ્યુહાત્મક રીતે મહત્વપૂર્ણ 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (Hormuz Strait) ખોલવામાં નહીં આવે અને સમજૂતી કરવામાં નહીં આવે, તો ઈરાન પર 'કહર' તૂટી પડશે. આ સાથે જ 6 એપ્રિલની ડેડલાઈન હવે ઈરાન માટે અસ્તિત્વનો સવાલ બની ગઈ છે. ટ્રમ્પના બદલાતા તેવર અને 'ઓપરેશન એપિક ફ્યુરી' 28 ફેબ્રુઆરીએ ઈઝરાયેલ અને અમેરિકાએ સંયુક્ત રીતે 'ઓપરેશન એપિક ફ્યુરી' શરૂ કર્યું ત્યારથી જ ટ્રમ્પના નિવેદનોમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે.

રસોડામાં નહીં સર્જાય ગેસ અછત : હોર્મુઝમાંથી 46 હજાર ટન LPG ભરેલું જહાજ ભારત આવવા રવાના

Image
Representative Image Indian LPG ship have crossed Strait of Hormuz : મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને ઈરાન સાથેના સંઘર્ષ વચ્ચે ભારત માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. આજે(4 એપ્રિલ, 2026) LPGથી ભરેલું બીજું એક ભારતીય જહાજ હોર્મુઝની સ્ટ્રેટમાંથી સુરક્ષિત રીતે પસાર થયું છે.

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ઉપયોગથી જ્ઞાન, વિચારવાની ક્ષમતાને નુકસાન : રિસર્ચનું તારણ

Image
- એમઆઈટીના સંશોધકોએ એઆઈ યુઝર્સને ચેતવણી આપી - એઆઈ ચેટબોટ દરેક વાતમાં સહમતી દર્શાવતા હોવાથી તેના વધુ વપરાશ કરતાં યુઝર્સ ચોક્કસ પેટર્નમાં ભ્રમિત થયાનું જણાયું    Report on AI : અમેરિકાની મેસેચ્યુસેટ્સ ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના સંશોધકોએ એઆઈ ચેટબોટનો વધારે ઉપયોગ કરતાં યુઝર્સને ચેતવણી આપી હતી કે તેનાથી સમજવા-વિચારવાની ક્ષમતાને ગંભીર અસર થાય છે. એઆઈ એક પેટર્ન પ્રમાણે જવાબ આપે છે એટલે તેનાથી સાવધાન રહેવું જરૂરી છે. એઆઈ ચેટબોટ્સનો ચાપલુસીભર્યું વર્તન યુઝર્સને ગેરમાર્ગે દોરે છે. એઆઈનો વધારે ઉપયોગ આપણાં જ્ઞાન ઉપર પણ અસર કરે છે.

3700 કરોડનો બ્રિજ નષ્ટ કરી ટ્રમ્પે ઈરાનને ધમકાવ્યું, 'હજુ ટાઈમ છે, સમજૂતી કરી લો નહીંતર..'

Image
PRESS TV

ગુજરાત-રાજસ્થાન પર શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની દસ્તક, 3 દિવસ હવામાન 'પીક' પર રહેશે

Image
IMD Weather Alert: જો તમને લાગતું હતું કે માર્ચની વિદાય સાથે જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ જશે, તો તમારી ચૂક છે,  કુદરતે એપ્રિલ માટે કંઈક અલગ જ પ્લાન બનાવી રાખ્યો છે. ઉત્તર ભારત ફરી એકવાર હવામાનના મોટા અને પડકારજનક ફેરફાર માટે તૈયાર થઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ એક શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દસ્તક આપવા જઈ રહ્યું છે, જે 3 થી 5 એપ્રિલ 2026 વચ્ચે અનેક રાજ્યોમાં ભારે વરસાદ, બરફવર્ષા અને કરા લાવશે. 3 થી 5 એપ્રિલની વચ્ચે હવામાન 'પીક' પર રહેશે ચાલુ સપ્તાહથી જ હવામાનનો મિજાજ બદલાવાનું શરૂ થઈ જશે.

અમે ઈરાન પર 2-3 અઠવાડિયા ભયાનક હુમલા કરીશું, તેને પાષાણ યુગમાં ધકેલી દઇશું : ટ્રમ્પ

Image
Donald Trump News :  અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય સમય મુજબ ગુરુવારે સવારે 6:30 વાગ્યે દેશને સંબોધિત કર્યો. ઈઝરાયલ સાથે મળીને ઈરાન પર હુમલા શરૂ કર્યાને એક મહિનાથી વધુ સમય વીતી ગયો છે, ત્યારે આ તેમનું પહેલું મોટું ભાષણ હતું. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે, અમેરિકા આગામી અઠવાડિયામાં ઈરાન વિરુદ્ધ પોતાના સૈન્ય અભિયાનને વધુ તેજ કરશે. ભલે પડદા પાછળ વાતચીત ચાલી રહી હોય, પણ અમેરિકા ઈરાનના તેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (Oil Infrastructure) અને પરમાણુ મથકો પર ગમે ત્યારે હુમલો કરી શકે છે. 'અમેરિકાને હોર્મુઝના તેલની જરૂર નથી'

પ્રોજેક્ટમાં વિલંબ થતા પાકિસ્તાન પર ચીન ભડક્યું, ઈરાન-તાલિબાન મુદ્દે મુનીરને આપ્યું અલ્ટીમેટમ

Image
China-Pakistan CPEC And Gwadar Port Project : પાકિસ્તાને ચીન સાથે હાથ મિલાવી પ્રોજેક્ટ માથે લીધા બાદ બરાબરનું ફસાઈ ગયું છે. બંને દેશો માટે સૌથી મહત્ત્વના પ્રોજેક્ટ ગણાતા ચીન-પાકિસ્તાન ઈકોનૉમિક કોરિડોર (CPEC) અને ગ્વાદર પોર્ટની કામગીરીમાં સતત વિલંબ થતા ચીનનો પાકિસ્તાન પર વિશ્વાસ ઉઠી ગયો છે. હવે ચીને ફરી પાકિસ્તાન વિરુદ્ધ આક્રમક વલણ અપનાવ્યું છે. એટલું જ નહીં ચીને ઈરાન યુદ્ધ અને તાલિબાન પર હુમલા મામલે પણ પાકિસ્તાનની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી અલ્ટીમેટમ આપ્યું છે. ચીનના વિદેશ મંત્રી અને મુનીર વચ્ચે મુલાકાત, અલ્ટીમેટમ આપ્યું