ગરમી વધારે અને ચોમાસું નબળું! હવામાન વિભાગે જાહેર કર્યું ચિંતાજનક 'મોન્સુન એલર્ટ', અલ નીનો સર્જાશે


IMD Predicts, El Niño: દેશમાં આ વખતે ચોમાસાને લઈને હવામાન વિભાગે ચિંતાજનક એલર્ટ જાહેર કર્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ ચોમાસા અંગે ચિંતા વ્યક્ત કરી છે. IMDએ સંભાવના વ્યક્ત કરી છે કે 2026નું દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સામાન્ય કરતા નબળું રહી શકે છે. જેનો અર્થ એ છે કે વરસાદ ઓછો થશે. હવામાન વિભાગ (IMD) મુજબ, જૂન થી સપ્ટેમ્બર વચ્ચે દેશભરમાં વરસાદ લોંગ પીરિયડ એવરેજ (LPA)ના 92 ટકા રહેવાનો અંદાજ છે, જે 'બિલો નોર્મલ' (સામાન્યથી ઓછું) શ્રેણીમાં આવે છે. સાથે જ હવામાન વિભાગે અલ નીનો સર્જાવાની આશંકા પણ વ્યક્ત કરી છે, જેનાથી ચોમાસા પર વધુ દબાણ વધી શકે છે.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન