તમે RSS ના કાર્યક્રમમાં ગયા છો, શું મને ન્યાય મળશે?, હાઈકોર્ટના જજ સામે કેજરીવાલનો સવાલ


Kejriwal Seeks Judge’s Recusal, Verdict Reserved : દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે લિકર પોલિસી કેસમાં હાઈકોર્ટના જસ્ટિસ સ્વર્ણકાંતા શર્મા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. કેજરીવાલે આરોપ લગાવ્યો કે જસ્ટિસ શર્મા RSS સાથે જોડાયેલ વકીલોની સંસ્થા 'અધિવક્તા પરિષદ'ના કાર્યક્રમોમાં ચાર વખત હાજરી આપી ચૂક્યા છે. કેજરીવાલે દલીલ કરી હતી કે તેઓ પોતે ભાજપ-આરએસએસની વિચારધારાના વિરોધી હોવાથી તેમને આ ન્યાયાધીશ પાસે નિષ્પક્ષ ન્યાય મળશે કે કેમ તે બાબતે શંકા છે.

કેજરીવાલે કોર્ટમાં કહ્યું કે, એક કાર્યશીલ લોકશાહીમાં ધારણા ખૂબ મહત્વની હોય છે. જો કોઈ ન્યાયાધીશ કોઈ ચોક્કસ વિચારધારા સાથે જોડાયેલા કાર્યક્રમોમાં ભાગ લેતા હોય, તો વિરોધી વિચારધારા ધરાવતા આરોપીના મનમાં ડર પેદા થાય તે સ્વાભાવિક છે.

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો

જગખ્યાત જગદીપ .