ઈરાન-રશિયાએ ટ્રમ્પનું વધાર્યું ટેન્શન ! પુતિને સમર્થન આપી કહ્યું, ‘તહેરાનના હિત માટે તમામ કામ કરીશું’

Russia-Iran Relations : એકતરફ અમેરિકા-ઈરાન વચ્ચે હોર્મુઝ જળમાર્ગને લઈ વિવાદ ચાલી રહ્યો છે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump) અવાર-નવાર ઈરાનને ધમકી આપી રહ્યા છે, તો બીજીતરફ રશિયા પહોંચેલા ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચી (Iran Foreign Minister Abbas Araghchi) સાથે રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને (Russia President Vladimir Putin) મુલાકાત કરીને સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે. પુતિને ઈરાનને સંપૂર્ણ સમર્થન આપવાનું વચન આપ્યું છે. પુતિને અરાઘચીને સ્પષ્ટ કહ્યું છે કે, ‘રશિયા તે તમામ કામ કરશે, જે ઈરાન અને ઈરાનની આસપાસના દેશોના હિતમાં હશે.’ ઈરાન હજુ પણ અમેરિકાની ધમકી અને આક્રમણનો સામનો કરી રહ્યું છે. આ ઉપરાંત પાકિસ્તાના ઈસ્લામાબાદમાં તાજેતરમાં જ અમેરિકા-ઈરાન વચ્ચે બે વખત યોજાયેલી શાંતિ મંત્રણા નિષ્ફળ ગઈ છે, ત્યારે આવી ગંભી પરિસ્થિતિમાં ઈરાન-રશિયાની આ મિત્રતા ખૂબ મહત્ત્વની મનાઈ રહી છે.
Comments
Post a Comment