શાંતિ વાર્તામાં ડખો ! બેઠકમાં ટ્રમ્પે આકરા શબ્દો બોલતા ઈરાને ચાલતી પકડી, કહ્યું- ‘લેબનોન મુદ્દે ઉકેલાયા વગર કોઈ વાત નહીં’


US Iran Peace Talks Collapse : સ્વિટ્ઝરલેન્ડના બર્ગનસ્ટોક ખાતે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી ઉચ્ચ સ્તરીય શાંતિ વાર્તામાં મોટો વળાંક આવ્યો છે અને આ વાટાઘાટો ફરી એકવાર ખોરવાઈ ગઈ છે. તસ્નીમ ન્યૂઝ એજન્સીએ વિશ્વસ્ત સૂત્રોના હવાલાથી દાવો કર્યો છે કે, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલી સૈન્ય હુમલાની ધમકીઓના વિરોધમાં ઈરાની પ્રતિનિધિમંડળે રવિવારે વાર્તા અધવચ્ચે જ છોડી દીધી હતી. ટ્રમ્પના કડક વલણ અને લશ્કરી કાર્યવાહીની ધમકી બાદ ઈરાની પક્ષે તેને વાતચીતના માહોલની વિરુદ્ધ ગણાવીને મીટિંગ હોલમાંથી બહાર નીકળી ગયા છે.

ઈરાની પ્રતિનિધિમંડળે શું કહ્યું?

ઈરાની પ્રતિનિધિમંડળના સભ્ય મેહદી ગોર્બનઝાદેહે સરકારી મીડિયાને જણાવ્યું કે, 'જ્યાં સુધી લેબનાનની સ્થિતિનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી અન્ય કોઈ મુદ્દા પર કોઈ વાતચીત થશે નહીં.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન