ભારતની ઈકોનોમીમાં અપેક્ષા કરતા પણ વધુ રીકવરી જોવા મળી છેઃ RBI ગર્વનર

નવી દિલ્હી, તા.26 નવેમ્બર 2020, ગુરૂવાર

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગર્વનર શશિકાન્ત દાસે ગુરુવારે કહ્યુ હતુ કે, કોરોના મહામારીના કારણે લાગેલા લોકડાઉન બાદ ભારતની ઈકોનોમીએ અપેક્ષા કરતા પણ વધારે જોરદાર રીકવરી કરી છે.

ફોરેન એક્સચેન્જ ડિલર્સ એસોસિએશનના કાર્યક્રમમાં તેમણે કહ્યુ હતુ કે, તહેવારોની સીઝનના પગલે માંગમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે અને આ ડિમાન્ડ યથાવત રહે તેવા પ્રયાસો કરવા પડશે.રિઝર્વ બેન્ક માર્કેટની કામગીરીનુ સંચાલન વ્યવસ્થિત રીતે થાય તે જોવા માટે પ્રતિબધ્ધ છે.કોઈ પણ પ્રકારના રિસ્કને ઓછુ કરવા માટે અમે સતત કામ કરી રહ્યા છે.

શશિકાન્ત દાસે કહ્યુ હતુ કે, જોકે દુનિયાની સાથે ભારતમાં પણ ગ્રોથમાં ઘટાડો થાય તેવુ જોખમ રહેલુ છે.આમ છતા ગ્રોથ આઉટલૂક અત્યારે તો સારો દેખાઈ રહ્યો છે.જોકે બજારમાં ડિમાન્ડ બની રહે તેવા પ્રયત્ન કરવા પડશે.

ઉલ્લેખનીય છે કે, આરબીઆઈનુ અનુમન છે કે, વર્તમાન નાણાકીય વર્ષમાં ભારતની ઈકોનોમીમાં 9.5 ટકાનો ઘટાડો જોવા મળી શકે છે.


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો