કોરોનાની વધુ એક રસી તૈયાર છે, આ માસની આખર સુધીમાં બે કરોડ ડૉઝ આપવાની તૈયારી


- અમેરિકાની મોડર્ના લેબોરેટરીએ તૈયાર કરી છે

ન્યૂયોર્ક તા.1 ડિસેંબર 2020 મંગળવાર

અમેરિકાની મોડર્ના કંપનીએ પણ  કોરોનાને નાથી શકે એવી રસી તૈયાર કરી હોવાનો દાવો કર્યો હતો. આ રસીના બે કરોડ ડૉઝ આ માસની આખર સુધીમાં પોતે આપી શકે છે એવો દાવો પણ આ કંપનીએ કર્યો હતો.

દુનિયાભરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા હતા અને મૃત્યુઆંક પણ એટલી જ ઝડપે વધી રહ્યો હતો એટલે કેટલાક દેશોની કંપનીઓ કોરોના વિરોધી રસી તૈયાર કરવા સતત દોડધામ કરી રહી હતી. પોતાની રસીને માન્યતા આપવા મોડર્નાએ અમેરિકા અને યૂરોપના દેશોને ક્યારનીય અરજી કરી દીધી હતી.

અત્યર અગાઉ કંપનીએ મોટે પાયે આ રસીની કરેલી ટ્રાયલમાં સાડા એકાણું ટકા સફળતા મળી હોવાનું કહેવાય છે. સૌથી મહત્ત્વની વાત એ હતી કે આ રસીની કોઇ આડઅસર કે પ્રતિકૂળ લક્ષણો દેખાયાં નહોતાં. કંપનીએ કહ્યું હતું કે અમારી રસી આબાલ વૃદ્ધ ગમે તેને આપી શકાય છે અને કેટલાક ગંભીર કેસોમાં તો એ 100 ટકા સફળ થઇ હતી.

અત્યાર અગાઉ અમેરિકામાં ફાઇઝર અને બાયોએનટેક કંપનીઓ પણ પોતાની રસીને માન્યતા આપવા માટે અરજી કરી ચૂકી હતી. ફાઇઝરની રસીને 95 ટકા સફળતા મળી હોવાનું કહેવાય છે. જો કે મોડર્નાના ચીફ મેડિકલ અધિકારી તાલ જૈકે એવો દાવો કર્યો હતો કે અન્ય કોઇ પણ રસી કરતાં અમારી રસી વધુ અસરકારક સાબિત થઇ ચૂકી હતી.  મોડર્નાની આ્ રસીને mRNA-1273 નામ આપવામાં આવ્યું હતું. આ માસની આખર સુધીમાં આ રસી અમેરિકામાં મળતી થઇ જશે.


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે