ગુજરાત અને પંજાબ બાદ દિલ્હીમાં પણ નાઈટ કરફ્યૂ લાગુ કરવાની તૈયારી
નવી દિલ્હી, તા.26 નવેમ્બર 2020, ગુરૂવાર
દેશની રાજધાની દિલ્હીમાં પણ ગુજરાત અને પંજાબની જેમ સરકાર નાઈટ કરફ્યૂ લગાવવા માટે વિચારણા કરી રહી છે.
દિલ્હી હાઈકોર્ટમાં કેજરીવાલ સરકારે આ બાબતની જાણકારી આપતા કહ્યુ હતુ કે, કોરોના સંકટને ઓછુ કરવા માટે નાઈટ કરફ્યુના વિકલ્પ પર વિચાર થઈ રહ્યો છે.જોકે હજી સુધી આ બાબતે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.
હાઈકોર્ટે સરકારને સવાલ પૂછ્યો હતો કે, બીજા રાજ્યોની જેમ દિલ્હીમાં પણ કરફ્યૂ લગાવવાની વિચારણા છે કે નહી અને તેના જવાબમાં સરકારે કહ્યુ હતુ કે, નાઈટ કરફ્યૂ પર વિચારણા થઈ રહી છે પરંતુ કોરોનાની સ્થિતિનુ આકલન કરીને અંતિમ નિર્ણય લેવામાં આવશે.
દિલ્હી સરકારે વધુમાં કહ્યુ હતુ કે, આગામી એક સપ્તાહમાં દિલ્હીમાં આઈસીયુ બેડની સંખ્યા વધારી દેવાશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં નાઈટ કરફ્યુ લાગુ થઈ ગયો છે અને પંજાબમાં પણ મોટા શહેરોમાં એક ડિસેમ્બરથી નાઈટ કરફ્યૂ લાગુ કરી દેવાની જાહેરાત થઈ ચુકી છે ત્યારે દિલ્હીમાં પણ તેના ભણકારા વાગી રહ્યા છે.
Comments
Post a Comment