જીવની પરવા કર્યા વગર યુધ્ધ જીતવા તૈયાર રહો, જિનપિંગની ચીની સૈનિકોને અપીલ
બિજિંગ, તા. 28 નવેમ્બર 2020, શનિવાર
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ફરી એક વખત ભારત સાથે યુધ્ધ કરવાની આડકતરી રીતે ધમકી આપી છે.
જિનપિંગે ચીની સેનાના કમાન્ડરોની બેઠકમાં કહ્યુ હતુ કે, મુશ્કેલીઓની ચિંતા કર્યા વગર યુધ્ધ જેવી સ્થિતિની તાલીમ વધારે મજબૂત કરવામાં આવે.આ પહેલા તેમણે અમેરિકા ,ભારત સાથેના તનાવ વચ્ચે સેનાને યુધ્ધ માટે તૈયાર રહેવા કહ્યુ હતુ.ગયા મહિને પણ જિનપિંગે નૌસેનાને સંબોધન કરતા કહ્યુ હતુ કે, જંગ જીતવા માટે દિમાગ અને એનર્જીને હાઈ લેવલ પર રાખવી જરુરી છે.
જોકે હવે ફરી એક વખત જિનપિંગે કહ્યુ છે કે, પાર્ટીનો ઉદ્દેશ ચીની સેનાને વિશ્વસ્તરીય સેના બનાવવાનો છે.સૈનિકો પોતાના જીવની પરવા કર્યા વગર યુધ્ધ માટે તૈયાર રહે.
ચીન માટે આવી ધમકીઓ આપવી નવુ નથી.ચીને ભારત સાથે મનોવૈજ્ઞાનિક યુધ્ધ છેડી રાખ્યુ હોવાનુ નિષ્ણાતોનુ કહેવુ છે.જેમ કે ચીનનુ મીડિયા અવારનવાર ચીનના સૈન્ય અભ્યાસના વિડિયો વાયરલ કરતુ રહે છે.જેમાં રોકેટ અને મિસાઈલ લોન્ચ કરવાના દ્રશ્યો હોય છે.તાજેતરમાં ચીને અમેરિકાના એર બેઝ પર ડમી હુમલાનો એક વિડિયો પણ રિલિઝ કર્યો હતો.
67 વર્ષીય જીનપિંગ ચીનની સત્તાની સાથે 20 લાખનુ સૈન્યબળ ધરાવતી ચીની સેનાની ત્રણે પાંખના પણ વડા છે.
Comments
Post a Comment