આસામના ત્રણ વખત CM રહેલા તરૂણ ગોગોઇનું 84 વર્ષની વયે નિધન, ઓગસ્ટમાં થયો હતો કોરોના

નવી દિલ્હી, 23 નવેમ્બર 2020 સોમવાર

આસામનાં પુર્વ મુખ્ય પ્રધાન તરૂણ ગોગોઇનું 86 વર્ષની વયે નિધન થયું છે, તે હોસ્પિટલમાં સારવાર હેઠળ હતાં, તેમણે ગુવાહાટી મેડિકલ કોલેજ એન્ડ ઇન્સ્ટિટ્યુટમાં સોમવારે છેલ્લો શ્વાસ લીધો, અત્રે ઉલ્લેખનિય છે કે તેમની સ્થિતી પહેલેથી જ નાજુક ચાલી રહી હતી.

આ પહેલા રવિવારે તેમના આરોગ્યમાં સામાન્ય સુધારો થઇ રહ્યો હોવાનું જોવા મળ્યું હતું, ગુવાહાટી મેડિકલ કોલેજનાં ડાયરેક્ટરે આ માહિતી આપી, તરૂણ ગોગોઇનાં ગુર્દા સારી રીતે કામ કરી શકે તે માટે ડોક્ટરોએ ડાયાલિસીસનું પહેલું ચક્ર પુરૂ કર્યું હતું.

કોંગ્રેસનાં આ અગ્રણી નેતા કોરોના વાયરસનાં સંક્રમણથી મુક્ત થયા બાદ પેદા થયેલી મુશ્કેલીઓનાં કારણે નવેમ્બરમાં જીએમસીએચ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

તરૂણ ગોગોઇનાં પુત્ર અને લોકસભાનાં સભ્ય ગૌરવ ગોગોઇ આસામનાં મુખ્ય સચિવ જીષ્ણુ બરૂઆ સાથે શનિવાર રાત્રે હોસ્પિટલ પહોચ્યા હતા, ગોગોઇની પુત્રી અને પુત્રવધુ પણ રવિવારે હોસ્પિટલ પહોચ્યા હતા, શનિવારથી જ સાંસદો,ધારાસભ્યો અને કોંગ્રેસનાં અગ્રણી નેતાઓ હોસ્પિટલમાં રોકાયેલા છે.

રાજ્યનાં મુખ્ય પ્રધાન સર્બાનંદ સોનોવાલે પણ તરૂણ ગોગોઇનાં નિધન બાદ શ્રધ્ધાંજલિ અર્પતું ટ્વીટ કર્યું હતું, અત્રે ઉલ્લેખનિય છે કે તરૂણ ગોગોઇ વર્ષ 2001 થી 2016 સુધી રાજ્યનાં મુખ્ય પ્રધાન બન્યા હતાં.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો