Farmers Protest: ખેડૂતોએ ગૃહમંત્રીની અપીલ ફગાવી, બુરાડી નહીં જાય આંદોલનકારી


નવી દિલ્હી, તા. 29 નવેમ્બર 2020 રવિવાર

નવા કૃષિ બિલના વિરોધમાં ખેડૂત દિલ્હી બૉર્ડર પર ગુરૂવારથી આંદોલન કરી રહ્યા છે. પંજાબથી આવેલા ખેડૂત સિંધુ બોર્ડર પર હાજર છે તો પશ્ચિમી ઉત્તર પ્રદેશથી આવેલા ખેડૂતોએ ગાજીપુર બોર્ડર પર ડેરો નાખ્યો છે. એવામાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યુ કે સરકાર ખેડૂતો સાથે વાતચીત માટે તૈયાર છે. તેઓ પહેલા દિલ્હીના રસ્તા પરથી હટ્યા અને વાતચીત માટે આગળ આવ્યા.

ગૃહ મંત્રી અમિત શાહે કરી વાતચીતની પહેલ

ખેડૂતોના પ્રદર્શન વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સમગ્ર મામલે ઉકેલ મેળવવા માટે પહેલ કરી છે. ગૃહ મંત્રીએ ખેડૂતો સાથે વાતચીત માટે આમંત્રિત કરતા કહ્યુ કે ભારત સરકાર ખેડૂતો સાથે વાતચીત કરવા તૈયાર છે. કેન્દ્રીય કૃષિ મંત્રીએ 3 ડિસેમ્બરે વાતચીત માટે ખેડૂતોને બોલાવ્યા છે. જો ખેડૂત ઈચ્છે તો અગાઉ પણ ખેડૂતો સાથે વાતચીત સંભવ થઈ શકે છે. તેમણે ખેડૂતોને અપીલ કરી છે કે તેઓ રસ્તા પર બેસ્યા વિના દિલ્હી પોલીસે નક્કી કરેલી જગ્યા પર શાંતિપૂર્ણ આંદોલન કરે.

ખેડૂતોના આંદોલન માટે બુરાડી તૈયાર

ગૃહ મંત્રી અમિત શાહે ખેડૂતોને એ જાણકારી પણ આપી છે કે આંદોલન માટે બુરાડીના મેદાનને સમગ્ર રીતે તૈયાર કરી દેવાયુ છે. આંદોલન માટે સ્થાન નક્કી કરવુ ખેડૂતો અને દિલ્હીની જનતા બંનેના હિતમાં હશે. હવે પ્રશ્ન એ છે કે ગૃહ મંત્રીની અપીલ બાદ શુ ખેડૂત પ્રદર્શન માટે બુરાડી જશે અથવા ફરી દિલ્હીના બોર્ડરથી જ સરકાર પર દબાણ જાળવી રખાશે. ખેડૂત યુનિયન આજે બેઠક કરીને આ વિશે કોઈ નિર્ણય લઈ શકે છે.

બુરાડી નહીં જાય ખેડૂત- રાકેશ ટિકેત

ભારતીય ખેડૂત યુનિયનના નેતા રાકેશ ટિકેતે કહ્યુ કે તેઓ આંદોલન માટે બુરાડી જશે નહીં. તેમણે કહ્યુ કે જ્યારે સરકાર મત માગવા માટે ઘરે-ઘરે જઈ શકે છે તો ખેડૂત સાથે વાત કરવા માટે કેમ નહીં. તેમણે માગ કરી કે સરકાર આ કાળા કાયદામાં પરિવર્તન કરે. જો એવુ નહીં થાય તો 26 જાન્યુઆરીએ ખેડૂત પોતાની અલગ ઝાંખી કાઢશે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો