મન કી બાત: દેવી અન્નપૂર્ણાની મૂર્તિ ભારત પરત લવાઈ, કેનેડા સરકારનો આભાર: વડા પ્રધાન મોદી


નવી દિલ્હી, તા. 29 નવેમ્બર 2020 રવિવાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદી રેડિયો પર મન કી બાત કરી રહ્યા છે. વડા પ્રધાનનો આ કાર્યક્રમ કોરોના સંકટ અને કૃષિ કાનૂન વિરૂદ્ધ જારી ખેડૂતોના આંદોલન વચ્ચે થઈ રહ્યો છે. જોકે, પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કહ્યુ કે આ એક ખુશખબરી આપી રહ્યો છે. કેનેડાથી મા અન્નપૂર્ણા દેવીની મૂર્તિ પાછી લાવવામાં આવી છે. આ માટે કેનેડા સરકારનો આભાર વ્યક્ત કરૂ છુ.

પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કહ્યુ કે આજે હુ આપ સૌની સાથે એક ખુશખબરી શેર કરવા ઈચ્છુ છુ. દરેક ભારતીયને એ જાણીને ગર્વ થશે કે દેવી અન્નપૂર્ણાની એક ઘણી પ્રાચીન પ્રતિમા કેનેડાથી ભારત પાછી આવી રહી છે. માતા અન્નપૂર્ણાનો કાશી સાથે ઘણો ખાસ સંબંધ છે. હવે તેમની પ્રતિમાને પાછી લાવવી આપણા સૌ માટે સુખદ છે. માતા અન્નપૂર્ણાની પ્રતિમાની જેમ જ અમારી વિરાસતની અનેક અનમોલ ધરોહર, આંતરરાષ્ટ્રીય ગેંગનો શિકાર થતી રહી છે. 

પીએમ મોદીએ કહ્યુ કે માતા અન્નપૂર્ણાની પ્રતિમાની વાપસીની સાથે એક સંયોગ એ પણ જોડાયેલો છે કે કેટલાક દિવસ પહેલા જ વર્લ્ડ હેરિટેજ વીક મનાવવામાં આવ્યો છે. વર્લ્ડ હેરિટેજ વીક સંસ્કૃતિ પ્રેમીઓ માટે, પ્રાચીન સમયમાં પાછા જવા, તેમના ઈતિહાસના મહત્વના પડાવોની જાણકારી મેળવવાનો એક શાનદાર અવસર પ્રદાન કરે છે.

પીએમ મોદીએ કહ્યુ કે આજે દેશમાં કેટલાક સંગ્રહાલય અને લાઈબ્રેરી પોતાના કલેક્શનને સમગ્ર રીતે ડિજિટલ બનાવવાનુ કામ કરી રહ્યા છે. દિલ્હીમાં અમારા રાષ્ટ્રીય સંગ્રહાલયે આ સંબંધમાં કેટલાક પ્રશંસનીય પ્રયત્ન કર્યા છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે