અહેમદ પટેલની જગ્યાએ પવન કુમાર બંસલ કોંગ્રેસના ખજાનચી, જાણો કોંગ્રેસ પાસે કેટલી સંપત્તિ છે
નવી દિલ્હી, તા.29 નવેમ્બર 2020, સોમવાર
કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના નિધન બાદ કોંગ્રેસના ખજાનચીનુ પદ ખાલી પડ્યુ હતુ.અહેમદ પટેલની જગ્યાએ કોંગ્રેસે હવે પવન કુમાર બંસલને પાર્ટીના ખજાનચી બનાવ્યા છે.
આ હોદ્દા માટે જે નેતાઓા નામ રેસમાં ચાલી રહ્યા હતા તે તમામને બાજુ પર મુકીને કોંગ્રેસે આશ્ચર્યજનક રીતે પવન કુમાર બંસલની પસંદગી કરી છે.જોકે મોટાભાગના રાજ્યોમાં સત્તાથી વંચિત કોંગ્રેસ માટે ફંડ ભેગુ કરવુ પવન કુમાર બંસલ માટે એક પડકાર હશે.હાલમાં કોંગ્રેસ પાસે લગભગ 724 કરોડ રુપિયાની સંપત્તિ છે.કોંગ્રેસની સંપત્તિમાં ઘટાડો થયો છે જ્યારે ભાજપની સંપત્તિ વધીને 2017-18માં 1483 કરોડ રુપિયા પર પહોંચી છે.
કોંગ્રેસ પાસે લગભગ 400 કરોડનુ કેપિટલ રિઝર્વ ફંડ છે.જ્યારે ભાજપ પાસે કેપિટલ રિઝર્વ ફંડનો આંકડો 1461 કરોડ રુપિયા છે.કોંગ્રેસ પર 2017-18ના આંકડા પ્રમાણે 324 કરોડનુ દેવુ હતુ અને ભાજપ પર 21.38 કરોડનુ દેવુ હતુ.આમ કોંગ્રેસે ચુકવવાની બાકી રકમને બાદ કરવામાં આવે તો 800 કરોડ રુપિયા જેટલી સંપત્તિ છે.કોંગ્રેસને કોર્પોરેટ દાતાઓ દ્વારા 122 કરોડ રુપિયા ડોનેશન અપાયુ છે જ્યારે ભાજપને કોર્પોરેટ સેક્ટર તરફથી 698 કરોડ રુપિયા મળ્યા છે.
કોંગ્રેસના સત્તાવાર આંકડા પ્રમાણે 2019માં પાર્ટીએ ચૂંટણી પાછળ 626 કરોડ રુપિયા અને ઉમદવારો પાછળ 193 કરોડ રુપિયા ખર્ચયા હતા.
Comments
Post a Comment