Covid-19 Gujarat: છેલ્લા 24 કલાકમાં નોંધાયા 1564 પોઝિટિવ કેસ, 16ના મોત

અમદાવાદ, તા. 29 નવેમ્બર 2020, રવિવાર

સમગ્ર દેશ સહિત ગુજરાતમાં કોરોના સંક્રમણ તેજ થયું છે. મહાનગરોમાં પોઝિટિવ કેસોની સંખ્યા સતત વધી રહી છે. ગુજરાતમાં કોરોના સંક્રમણ રૌદ્ર  સ્વરૂપ ધારણ કરી રહ્યું હોય તેમ આજે રાજ્યમાં રેકોર્ડબ્રેક પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નોંધાયેલા કોરોનાના પોઝિટિવ કેસના આંકડા જાહેર કરવામાં આવ્યા.

રાજ્યમાં કોરોના વાયરસના છેલ્લા 24 કલાકમાં 1560 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1451 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 16 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3969 પર પહોંચી ગયો છે. ગુજરાતમાં આજ દિવસ સુધીમાં કુલ 1,89,420 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે.

આજે સમગ્ર ગુજરાતમાં કુલ 68,960 ટેસ્ટ કરવામાં આવ્યા છે તો આજ દિવસ સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 77,59,739 લોકોના ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 5,17,569 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાંથી 5,17,379 લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે તો 172 લોકોને ફેસીલીટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યા છે.

આજે નોંધાયેલા 1564 પોઝિટિવ કેસમાંથી અમદાવાદ શહેરમાં 319, અમદાવાદ જિલ્લામાં 26, સુરત શહેરમાં 223, સુરત જિલ્લામાં 55, વડોદરા શહેરમાં 130, વડોદરા જિલ્લામાં 41, રાજકોટ શહેરમાં 96, રાજકોટ જિલ્લામાં 53 કોરોનાના કેસ નોંધાયા છે.

રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 86 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 14,803 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 1,89,420 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 3969 થયો છે. રાજ્યમાં રિકવરી રેટ 90.95% છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો