વડા પ્રધાન મોદી આજે અમદાવાદમાં, ઝાયડસ પ્લાન્ટ અભેદ સુરક્ષામાં ફેરવાયો
અમદાવાદ, તા. 28 નવેમ્બર 2020 શનિવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શનિવારે પૂણે, અમદાવાદ અને હૈદરાબાદની મુલાકાત કરશે. અહી તેઓ બનાવવામાં આવી રહેલી કોવિડ 19ની રસી સાથે જોડાયેલ કામગીરીની સમીક્ષા કરશે. પ્રધાનમંત્રી કાર્યાલયે આ માહિતી આપી છે.
પીએમઓ દ્વારા ટ્વીટ કરાઈ છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રસીની પ્રોસેસની વ્યક્તિગત સમીક્ષા કરવા માટે ત્રણ મોટા શહેરોની મુલાકાત કરશે. તેઓ અમદાવાદના ઝાડયસ કેડિલા ઉપરાંત હૈદરાબાદમાં ભારત બાયોટેક અને પૂણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયામાં જશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદ પ્રવાસે છે.
પીએમ મોદી અમદાવાદની ઝાયડ્સ કેડિલા કંપનીના પ્લાન્ટની મુલાકાત લેવાના છે. ત્યારે ઝાયડસના પ્લાન્ટને ફરતે સઘન સુરક્ષા ગોઠવી દેવાઈ છે. આજે પીએમ મોદીની અમદાવાદની મહત્વપૂર્ણ મુલાકાત લેવાના છે.
પીએમ મોદી ઝાયડસ કેડિલાની કંપનીના પ્લાન્ટમાં બની રહેલી કોરોનાની રસી મામલે મુલાકાત લેવાના છે. અમદાવાદના ચાંગોદર સ્થિત ઝાયડસ કેડિલા કંપનીનો પ્લાન્ટ આવેલો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટેના આગમન માટે તાત્કાલિક હેલિપેડ તૈયાર કરવામાં આવ્યું છે. ત્યારે આજે પીએમ મોદીની મુલાકાતને પગલે ગઈકાલે પોલીસ રિહર્સલ પણ યોજાઈ હતી. આજે સવારે લગભગ 8.55 વાગ્યાની આસપાસ પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. જેના બાદ તેઓ પ્લાન્ટ વિઝીટમાં જશે.
Comments
Post a Comment