કોરોનાને લઈને કેન્દ્રએ જાહેર કરી નવી ગાઈડલાઈન, 1લી ડિસેમ્બરથી થશે લાગૂ

નવી દિલ્હી, તા. 25 નવેમ્બર 2020, બુધવાર

કોરોના વાઈરસનું સંક્રમણ સંમગ્ર દેશમાં સતત વધી રહ્યું છે. આ વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. ગૃહમંત્રાલયે મોનિટરિંગ, કંટ્રોલ અને સાવધાની માટે દિશા-નિર્દેશ જાહેર કર્યાં છે. સરકારની આ નવી ગાઈડલાઈન ડિસેમ્બર મહિનામાં અમલી રહેશે. આ ગાઈડલાઈન 01લી ડિસેમ્બર થી 31 ડિસેમ્બર સુધી લાગુ રહેશે.

ગૃહ મંત્રાલયે રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશોને સખ્તાઈથી કોરોના વાઈરસ સંક્રમણ અટકાવવાના ઉપાયો, જુદી-જુદી ગતિવિધિઓ પર SOP અને ભીડને કંટ્રોલ કરવા માટે અનિવાર્ય ઉપાય કરવાનો નિર્દેશ આપ્યો છે.

આ સિવાય કંટેનમેન્ટ ઝોનમાં માત્ર આવશ્યક ગતિવિધિઓની મંજુરી આપી છે. એટલે કે કંટેનમેન્ટ ઝોનમાં સમગ્ર ડિસેમ્બરમાં પ્રતિબંધો લાગૂ રહેશે. સ્થિનિત જિલ્લા, પોલીસ અને નગરપાલિકા અધિકારીઓ તે સુનિશ્ચિત કરવા માટે જવાબદાર હશે કે નિર્ધારિત કંટેનમેન્ટ ઉપાયોનું સખ્તાઈથી પાલન કરવામાં આવે અને રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ સરકાર સંબંધિત અધિકારીઓની જવાબદારી સુનિશ્ચિત કરશે.

સરકારનું ધ્યાન કોરોના સંક્રમણ પર મેળવવામાં આવેલા કાબૂને મજબૂત કરવાનું છે. હાલમાં જ કેટલાંક રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારો થવાને કારણે સાવચેતી જાળવવા પર ભાર મુકવામાં આવ્યો. ગૃહ મંત્રાલયે કહ્યું કે, કોરોના મહામારીની સ્થિતિના પોતાના આકલનના આધાર પર રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ માત્ર પ્રતિબંધિત વિસ્તારમાં નાઈટ કરફ્યૂ જેવા સ્થાનિક પ્રતિબંધો લગાવી શકે છે.

સરકારના દિશા-નિર્દેશો પ્રમાણે સર્વિલન્સ ટીમ ઘરે-ઘરે જઈને નજર રાખશે અને કોરોના દર્દીઓના ઉપચાર સુવિધાઓની સાથે તાત્કાલિક આઈસોલેશન સુનિશ્ચિત કરવામાં આવશે. જ્યારે આરોગ્ય સેતુ મોબાઈલ એપના ઉપયોગ વધે તે માટેના પ્રયાસો કરશે. 65 વર્ષથી વધારેની ઉંમરના વ્યક્તિઓ, ગર્ભવતિ મહિલાઓ અને 10 વર્ષથી નાના બાળકોને ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે.

ઈન્ટર સ્ટેટ અને ઈન્ટ્રા સ્ટેટ મુવમેન્ટ પર કોઈ પ્રતિબંધો લગાવવામાં આવ્યા નથી. આવી મુવમેન્ટ માટે કોઈ પણ પ્રકારની મંજુરી લેવાની જરૂર નહી હોય.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો