તેજસમાં લાગશે ધ્વનિથી ચાર ગણી ઝડપી સ્વદેશી ‘અસ્ત્ર’ મિસાઈલ, જાણો શું શું છે ખાસિયતો

નવી દિલ્હી, તા. 23 નવેમ્બર 2020 સોમવાર
ભારતની પહેલી સ્વદેશી હવા માંથી હવામાં પ્રહાર કરનાર મિસાઈલ ‘અસ્ત્ર’નું પરીક્ષણ ટૂંક સમયમાં સ્વદેશી ફાયટર પ્લેન તેજસ દ્વારા કરવામાં આવી શકે છે. હથિયારોની બાબતમાં આ મિસાઈલ દેશના સુરક્ષા દળોનો મુખ્ય આધાર બનશે.
તેજસ દ્વારા થશે પરીક્ષણ
ધ્વનિની ઝડપ કરતા પણ વધુ ઝડપ 4.5 મેકની ગતિએ આ મિસાઈલ ચાર ગણી ઉડનારી દ્રશ્ય શ્રેણી હવામાં હવા પ્રહાર કરતી મિસાઈલ છે. તેના ટેસ્ટિંગની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગુરુવારે વાયુસેનાના એક સૂત્રે જણાવ્યું કે આગામી કેટલાંક મહિનામાં સ્વદેશી ફાયટર પ્લેન તેજસ પર આ મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવશે.
સંપૂર્ણ સ્વદેશી મિસાઈલ છે અસ્ત્ર
આ મિસાઈલની સૌથી ખાસ વાર એ છે કે તેને કોઈપણ ઋતુમાં હુમલો કરવાની સટીક ક્ષમતા છે. આ મિસાઈલ દિવસ રાત કોઈ પણ સમયે લગભગ 100 કિમિની સ્ટ્રાઇક રેન્જમાં દુશ્મનને ધ્વસ્ત કરી શકે છે, જોકે તેની રેન્જ વધારવાની પણ તૈયારી ચાલી રહી છે. આ મિસાઈલને વાયુસેનામાં સામેલ થઇ ગયા બાદ અત્યંત મોંઘા રશિયન, ફ્રેંસ અને ઇઝરાયલના BVRAAMની જગ્યા લેશે. જે વર્તમાન સમયમાં ભારતીય વાયુસેનાના ફાઈટર પ્લેન્સ માટે તૈનાત કરવામાં આવૅ છે.
Comments
Post a Comment