હજુ મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ? ભાવ વધાર્યો છતાં ઓઈલ કંપનીઓને રોજનું અબજોનું નુકસાન


Oil Marketing Companies Losses : પેટ્રોલ-ડીઝલના ભાવમાં તાજેતરમાં કરવામાં આવેલા વધારા છતાં સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ હજુ પણ ભારે નાણાકીય દબાણનો સામનો કરી રહી છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ સોમવારે જણાવ્યું કે, ભાવવધારા પછી પણ આ કંપનીઓ દૈનિક લગભગ 750 કરોડ રૂપિયાનું નુકસાન સહન કરી રહી છે. તેમણે આ માહિતી એવા સમયે આપી છે જ્યારે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે છેલ્લા દોઢ મહિનાથી વૈશ્વિક ઊર્જા સપ્લાય ચેન પ્રભાવિત થઈ છે અને ક્રૂડ ઓઈલ તેમજ LNGની આયાતમાં સતત અવરોધો આવી રહ્યા છે.

ભારત પાસે પૂરતો ઈંધણનો સ્ટોક

દેશમાં ઈંધણના પુરવઠાની વર્તમાન સ્થિતિ અંગે ખાતરી આપતાં શર્માએ જણાવ્યું કે, ભારત પાસે પૂરતો ઈંધણનો સ્ટોક ઉપલબ્ધ છે અને દેશમાં ક્યાંય પણ અછતના અહેવાલ નથી.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન