રશિયાની લાલચમાં 49 ભારતીયોના મોત, કુલ 217 સેનામાં જોડાયા હતા ! SCમાં કેન્દ્રનો ચોંકાવનારો રિપોર્ટ


Center Files Status Report On Indians In Russia : રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયન સેનામાં ભારતીયોની ભરતીને લઈને ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. કેન્દ્ર સરકારે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ દાખલ કરીને જણાવ્યું છે કે, અત્યાર સુધીમાં કુલ 217 ભારતીય નાગરિકો રશિયન સેનામાં સામેલ થઈ ચૂક્યા છે, જેમાંથી 49 ભારતીયોએ જીવ ગુમાવ્યો છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ એમ. પાંચોલીની બેંચ સમક્ષ આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ રિપોર્ટ તે 26 ભારતીય નાગરિકોની સુરક્ષિત વતન વાપસી માટે દાખલ કરાયેલી અરજી પરની સુનાવણી દરમિયાન રજૂ કરાયો હતો, જેમને કથિત રીતે રશિયામાં બંધક બનાવીને જબરદસ્તીથી યુદ્ધ લડવા મજબૂર કરાયા હતા.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન