Explainer: શું બ્રિટન ભારતને કોહિનૂર પાછો આપશે? ન્યૂયોર્કના મેયર ઝોહરાન મમદાનીની માંગને પગલે છેડાઈ ચર્ચા


Zohran Mamdani remarks about Kohinoor: ન્યૂયોર્કના મેયર ઝોહરાન મમદાનીએ 9/11 હુમલાના પીડિતોને શ્રદ્ધાંજલિ આપવા માટે યોજાયેલા કાર્યક્રમમાં બ્રિટનના રાજા ચાર્લ્સ તૃતિય સમક્ષ કોહિનૂર હીરો ભારતને પરત કરવાની માંગ કરી, ત્યારે દુનિયાનું ધ્યાન ફરી એકવાર ગુલામ દેશોને લૂંટીને મબલખ સંપત્તિ ઘરભેગી કરનારા બ્રિટિશ રાજ તરફ દોરાયું છે. માત્ર ભારત જ નહીં, ગ્રીસ, નાઇજીરિયા અને ઇજિપ્ત જેવા દેશો પણ પોતાનો સાંસ્કૃતિક વારસો પાછો મેળવવા બ્રિટન સામે સખત રાજદ્વારી લડત લડી રહ્યા છે. આવા માહોલમાં પ્રશ્ન થાય કે શું બ્રિટન આવી માંગ સામે નમતું જોખીને કોહિનૂર ભારતને પરત કરશે? 

ઝોહરાન મમદાનીનો પડકાર: સંકેત નાનો, સંદર્ભ મોટો

ઝોહરાન મમદાનીએ કિંગ ચાર્લ્સને મળવા પહેલાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ‘કિંગ સાથે અલગથી વાત કરવાની તક મળે તો હું તેમને કોહિનૂર હીરો ભારતને પરત કરવા માટે સૂચન કરીશ.’ આ નિવેદન પર ઉગ્ર પ્રતિક્રિયાઓ પણ આવી.

Comments

Popular posts from this blog

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો

જગખ્યાત જગદીપ .

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન