જિલ્લા બહાર પ્રવાસ પર પ્રતિબંધ, વધારાના વાહનો જમા...,ઈંધણ બચાવવા ગુજરાત સરકારે કચેરીઓને આપ્યા 11 કડક આદેશ

Petrol Diesel Crisis: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ બાદ ગુજરાત સરકારે સરકારી કચેરીઓને ઈંધણ બચાવવા આદેશ કર્યો છે. જે અંગે રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સરકારી કચેરીઓ માટે એક મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ નવા નિયમો અંતર્ગત સરકારી અધિકારીઓ માટે અનિવાર્ય સંજોગો સિવાય વિદેશ પ્રવાસ અને જિલ્લા બહારની મુસાફરી કરવા પર પ્રતિબંધ મુકાયો છે, તેમજ બેઠકો માટે વીડિયો કોન્ફરન્સિંગ અને ઓનલાઈન માધ્યમોનો મહત્તમ ઉપયોગ કરવા સૂચના અપાઈ છે. ઈંધણની બચત માટે એકથી વધુ ચાર્જ સંભાળતા અધિકારીઓએ વધારાના વાહનો 'સરકારી વાહન પુલ'માં જમા કરાવવા પડશે અને ઉપલબ્ધ હોય ત્યાં ઈલેક્ટ્રિક વાહનો (EV) કે જાહેર પરિવહનનો જ આગ્રહ રાખવો પડશે. આ ઉપરાંત, તમામ સરકારી કેન્ટીનોમાં આગામી 6 મહિનામાં પીએનજી કનેક્ટિવિટી ફરજિયાત કરવા અને ખરીદીમાં સ્વદેશી તેમજ સ્થાનિક MSMEs ઉત્પાદનોને પ્રાધાન્ય આપવા માટે આદેશ કરવામાં આવ્યો છે.
Comments
Post a Comment