ભૂલ પ્રત્યે મનુષ્યનું વલણ એનો દરજ્જો બતાવે છે

માણસ એ મનુષ્ય છે અને મનુષ્ય માત્ર ભૂલને પાત્ર છે. કોઈ માણસ એમ કહે કે, 'જીંદગીમાં મેં કોઈ ભૂલ જ કરી નથી.' તો કાં એની વાતમાં વિશ્વાસ નહીં કરવો જોઈએ અને કાં તો એને માણસ નહીં ફરિશ્તો ગણવો જોઈએ. જીવનમાં નાની મોટી ભૂલો કરે એનું નામ જ માણસ. પણ એને એ ભૂલો કરવાની આઝાદી હોવી જોઈએ અને એ ભૂલમાંથી શીખવવાની એની તૈયારી હોવી જોઈે. અલબત્ત કયારેક એક નાનકડી ભૂલ જીવનમાં મોટી કરુણતાંનું નિમિત્ત બની રહે છે.
અમેરિકાના સર્વ સત્તાધીશ રાષ્ટ્રપ્રમુખ નિકસન બહુ મહેનતે બે વાર હારી ગયાં. પછી ત્રીજા પ્રયત્ને રાષ્ટ્રપતિ બન્યા અને એમની જીવનભરની મહત્વાકાંક્ષા પૂરી થઈ છે. પણ, મહામહેનતે મળેલી ખુરશી સાચવતાં ન આવડી. પોતાના વિરોધીઓની જાસૂસી કરવા માટેનું કાવતરૂં કરવાની ભૂલ કરી અને એમની આખી કારકિર્દી ખતમ થઈ ગઈ. એક ભૂલ કર્યા પછી એનો એકરાર કરવાને બદલે બીજી ભૂલો કરતા જ રહ્યા, જૂઠાણાં ઉચ્ચારતા જ રહ્યાં, અને અંતે સત્તા ખોવી પડી. હોદ્દા પરથી ઊતરી ગયા પછી એક જૂઠા રાષ્ટ્રપતિનું કલંક લાગી ગયું. લોકો એમને મકાન બાડે આપવા પણ તૈયાર ન હતાં.
પણ, નિકસન પછી અનેક વર્ષે આવેલા રોનાલ્ડ રીંગન જયારે ''ઈરાન ગેટ કૌબાંડમાં સપડાયા ત્યારે ઈતિહાસમાંથી બોધપાઠ લીધો અને રાષ્ટ્રની પ્રજાજોગ પ્રવચન કરીને, લોકોની માફી માંગી લીધી અને જવાબદારોને થઈ ત્યારે કોઈને બચાવવાની કોશિષ કરી નહીં. ભૂલ એમણે પણ કરી, પણ ભૂલની સજા ભોગવવાનો વારો ન આવ્યો.
ભારતમાં શ્રીમતી ઈંદિરા ગાંધીએ સત્તા બચાવવા માટે ૧૯૭૫માં કટોકટી લાદી અને લોકશાહીને ગળે ટૂંપો દીધો. પણ, એમની એ ભૂલની પ્રજાએ એવી સજા કરી કે વર્ષો સુદી જાહેરમાં બોલતા રહ્યાં કે, 'હવે હજાર વર્ષમાં પણ કદી કટોકટી ફરીથી લાદવાની કોશિષ નહીં કરૂં?' ઇતિહાસની એક નાનકડી ભૂલકયારેક સમગ્ર રાષ્ટ્રને માટે ભારે આપત્તિજનક બની જાય છે. ૧૯૭૩ માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખપદે. કે કામરાજ હતા અને એમની સિન્ડિકેટ મોરારજી દેસાઈને વડાપ્રધાન બનવા દેવા માંગતી ન હોતી.
લાલબહાદુરના અવસાન પછી વડાપ્રધાન પદ ખાલી પડયું હતું. અને તત્કાળ કોઈની નિમણૂંક અનિવાર્ય હતી. અંતે એમણે સમય પસાર કરવા માટે એક વચગાળાનો નિર્મય લીધો અને શાસ્ત્રી કેબિનેટમાં માહિતીખાતાનું મહત્વ વિનાનું ખાતું ધરાવતાં ઈંદિરા ગાંધીને વડાપ્રધાન બનાવી દીધાં! એમની મારફત સિન્ડિકેટ રાજય કરે એ દરમિયાન નવા વડાપ્રધાનનો નિર્ણય લેવાય, એવી મૂળ યોજના હતી પણ, આ એક ભૂલ કોંગ્રેસને અને દેશને ભારે પડી ગઈ. કોંગ્રેસના જ ભાગલા પડયાં.
જેમ એક ભૂલ જીવનમાં લાંબા સમયની આપત્તિનું નિમિત્તે બને છે તેમ એક સાચો નિર્ણય આવી આપત્તિમાંથી છુટકારો પણ અપાવે છે. ઈલ્યા સુસ્લોવ નામના ગૃહસ્થને ધૂમ્રપાનની ભયંકર ટેવ પડી ગઈ રાત - દિવસ, ઓફિસમાં, ઘરમાં એમને ધૂમ્રપાન વિના ચેન ન પડે. પણ અમેરિકામાં હે ધૂમ્રપાન સામે જોરદાર ઝુંબેશ શરૂ થઈ ગઈ છે. ધૂમ્રપાન કરનારને હોટેલમાં પ્રવેશ નથી મળતો, તમે જાહેર સમારંભોમાં પણ પ્રવેશબંધી છે. અરપોર્ટ ઉપર પણ સિગારેટ પીવાની મનાઈ. એટલે સધી કે હવે તો અમુક કંપનીઓ સિગારેટ પીનારાને નોકરી પણ નથી આપતી! એનો મેડિકલ ઈન્સ્યુરન્સ પણ કોઈ કંપનીના લે.
આવા સાર્વત્રિક બહિષ્કારની વચ્ચે ઈલ્યાએ ધૂમ્રપાન છોડવાનું નક્કી કર્યું પણ આખા શરીરમાં નિકોટીનનું ઝેર ફેલાઈ ગયું હોય ત્યાં એને એકદમ છોડવાનું ભારે મુશ્કેલ બને જ. અંતે, એમણે કમ્પ્યુટરની મદદ લીધી. અમેરિકામાં કેટલીક કંપનીઓએ એવા કમ્પ્યુટર બનાવ્યા છે જે માણસની ટેવનો અભ્યાસ કરીને ધીમેધીમે બે ધૂમ્રપાન વચ્ચે કેટલો ગાળો રાખવો અને કઈ રીતે વધારતો જવો એ સૂચવે છે.
ઈલ્યાએ કમ્પ્યુટરની મદદ લીધી અને આજે એ સંપૂર્ણપણે ધૂમ્રપાનથી મુક્ત છે પણ સિગારેટની ટેવ છોડી ત્યાં સુધીમાં એણે ૪૫ વર્ષમાં ૩૨૮૫૦ ડોલર એની પાછળ વેડફી નાખ્યા હતાં. એક ભૂલ કરી ગયા પછી એને સુધારવા માટે જો યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાય તો એના દુષ્પરિણામોને નિવારી શકાય છે. પણ, જયારે બે સમવયસ્ક મિત્રો કે સબંધીઓ વિશે ભૂલ એ વિવાદનું નિમિત્ત બને ત્યારે પ્રશ્ન એ થાય છે કે કોણ ભૂલ સ્વીકારે એને કોણ પહેલ કરે? કયારેક બંને પક્ષ સમજતા હોય કે બંનેએ થોડી થોડી ભૂલકરી છે. પણ, અંદરનો અહંકાર એના સ્વીકારમાં અંતરાય બને છે.
ગાંધીજીએ આત્મકથામાં પોતાની નાની ભૂલો, મોટી ભૂલો અને હિમાલય જેવડી ભૂલોનો એકરાર કર્યો છે. પોતાની ભૂલોને 'હિમાલય જેવડી ભૂલ' કહેવામાં જે સચ્ચાઈ અને નિરાભિમાન છે, એ સચ્ચાઈ અને એ નિરાભિમાન બધા માણસો કેળવી શક્તા નથી. 'કેટલાક માણસો તો પોતાની ભૂલોનો બચાવ એ રીતે કરે છે, જાણે એ પોતાના વારસાનું રક્ષણ કરી રહ્યાં હોય!' આ વાક્ય એડમંડ બર્કનું છે અને કેટલું સાચું વાક્ય છે! વાસ્તવમાં ભૂલ કરી નાખ્યા પછી એનો નિખાલસ એકરાર કરી લેવાથી એ ભૂલની ધાર બુઠ્ઠી થઈ જાય છે.
ભૂલનો જડ અને અતાર્કિક બચાવ જ કરતા રહેવાથી સામી વ્યક્તિના મનમાં બમણો ગુસ્સો જન્મે છે, એક આપણે કરેલી ભૂલના એણે ભોગવેલા પરિણામનો ગુસ્સો, અને બીજો આપણે અંદરથી જાણતા હોવા છતાં માત્ર વટ ખાતર ભૂલનો ખોટો બચાવ કરીરહ્યાં છીએ, એનો ગુસ્સો! કોની ભૂલ હતલ એની ચર્ચામાં કયારેક માણસ ખૂબ નીચો ઉતરી જાય છે અને કયારેક સમયની થપાટ ખાઈને અહમ્ જયારે ઓગળી જાય ત્યારે સહજપણે જ ભૂલ સમજાય જાય છે.
કયારેક આપણે ખૂબ નિખાલસ અને નમ્ર દેખાવા માટે નાની ભૂલો અને શરતચૂકનો સામેથી એકરાર કરી લેતા હોઈએ છીએ! આવો માણસ કોઈ બહુ મોટી ભૂલ કરે છ ેત્યારે પોતાના બચાવમાં દલીલ કરશે કે, હું તો હમેશા મારી નાની ભૂલ પણ સ્વીકારી લઉં છું. તો પછી આમાં શા માટે ન સ્વીકારૂ? પણ, અહીં મારી ભૂલ છે જ નહીં! પણ ભૂલ કરવી કે સ્વીકારવી, એમાં કયાંય બનાવટી તર્ક કે વિકૃત દલીલબાજીનું સ્થાન નથી. ભૂલ એ ભૂલ છે જ. અલબત્ત, એ ભૂલ ઈરાદાપૂર્વક થઈ છે કે બિલકુલ ગેરસમજમાં કે પછી નિર્દોષભાવે થઈ છે, એ મુદ્દો જરૂર ધ્યાનમાં લેવો જોઈએ.
કયાંક મારી ભૂલ થઈ જશે તો? એવા ભયથી કેટલાક લોકો કોઈ નિર્મય જ લેતા નથી અને જેમાં નિર્ણયો લેવા પડે એવા હોદ્દા પર પણ બેસતા નથી. પણ કોઈ નિર્ણય ન લેવો એ બિલકુલ નિષ્ક્રિય બનીને બેઠા રહેવું, એના કરતાં ભૂલભરેલો પણ નિર્મય લેવો સારો. મહત્વાકાંક્ષી માણસોએ નિર્ણયો લેવા જ પડે છે અને નિર્ણયો લઈએ એટલે ભૂલ થવાની સંભાવના આપોઆપ જ વધી જાય.
ભૂલ કરીએ તો જ એ સુધારવાની તક મળે અને આમ કરતાં કરતા ંજ માણસ પ્રગતિને માર્ગે ાગળ વધે અને ભૂલ યુવાનીમાં જ થાય એવું જરૂરી નથી, બુઢાપામાં પણ થાય. નિવૃત્તિને આરે પણ થાય અને ગમે તેવા બાહોશ કે ચતુર માણસો પણ કયારેક ભૂલ કરી શકે. હિટલર હોય કે નેપોલિયન કે પછી સિકંદર, આ બધાએ પણ ભૂલો કરી હતી અને ગાંધી, લિંકને પણ ભૂલો કરી હતી.
કોઈ માણસ કેટલો નિખાલસ, વિવેકી અને નમ્ર છે એને માપવાનો એક જોરદાર માપદંડ આ છે. એ પોતાની ભૂલનો એકરાર કરે છે કે નહીં? જો હા, તો એ ખરા અર્થમાં નિખાલસ છે. એને બદલે, પોતાની દેખીતી ભૂલનો જ માણસ ખોટો બચાવ કરતો રહે, એ નિખાલસ માણસોની યાદીમાં રહેવાને લાયક નથી. ભૂલનો એકરાર કરવો જ નહીં. પણ, કોઈ દલીલ વગર, પ૩યત્ન વગર, સામેનો માણસ એ ભૂલ તરફ આંગળી ચીંધે એ પહેલા જ આત્મ પ્રતીતિને લીધે જ જે માણસ સામેથી ભૂલ સ્વીકારે છે, એનામાં મહાનતાના બધા જ ગુણો છે.
આવો માણસ ભૂલ કબૂલીને બેઠો ન રહે પણ એનું પ્રાયશ્ચિત કરવા માટે થોડીઘણી શિક્ષા પણ પોતાની જાતને કરે અને જે માણસ પહાડ જેવી ભૂલો કર્યા પછી એનો લૂલો બચાવ કરતો રહે અને એની આત્મપ્રતારણાની દુનિયામાં રહેવાની પૂરી આઝાદી આપવી જોઈએ. અંદરથી પોતાનું અંતર જે વાત પોકારી પોકારીને કહેતું હોય, એ જ વાત હોઠ પર આવે ત્યારે દાબી દેવી એ વૃત્તિને શું કહેશું? આવી આત્મછલનામાં જીવતા લોકોને દયા ખાઈને માફ કરી દેવા જોઈએ.
Comments
Post a Comment