નુપુર શર્મા વિવાદ બાદ ભારત વિરૂદ્ધ છેડાયું સાયબર વોર: 2000થી વધુ વેબસાઈટ હેક

અમદાવાદ,તા. 8 જુલાઇ 2022,શુક્રવાર

નુપુર શર્મા દ્વારા પયંગબર વિરૂદ્ધ કરવામાં આવેલ ટિપ્પણીનું નુકશાન સમગ્ર દેશને ભોગવવું પડી રહ્યું છે. નુપુર શર્મા વિવાદ ભારત પર સાયબર હુમલા નથી વધી પરંતુ એક રીતે કહીએ તો ભારત સામે સાયબર વોર જ છેડાયું છે કારણકે દેશની 2000થી વધુ વેબસાઈટો પણ હુમલા થયા છે અને આ હેક થયેલ વેબસાઈટોમાં દેશની અનેક સરકારી અને અન્ય ટોચની વેબસાઈટો શામેલ હોવાનું એક રિપોર્ટમાં જાણવા મળ્યું છે.

રિપોર્ટ અનુસાર નુપુર શર્માની ટિપ્પણી વિરુદ્ધ મલેશિયા અને ઈન્ડોનેશિયાના હેકરોએ ભારતને ટાર્ગેટ કરવાનું ષડયંત્ર રચ્યું છે. ક્રાઈબ બ્રાંચે આ સમગ્ર કાવતરાનો પર્દાફાશ કર્યો છે. આ બંને દેશોના સાયબર ગ્રુપે દુનિયાભરના મુસ્લિમ હૈકર્સને પણ અપીલ કરી હતી કે તેઓ ભારત પર સાયબર અટેક શરૂ કરે. આ હેકર્સના ગૃપોએ 2000થી વધુની વેબસાઇટને ટાર્ગેટ કરી લીધી છે.

હેકર્સોના ગ્રુપે કરેલ હુમલામાં ભારતની ટોચની વેબસાઈટોમાંથી અનેક લોકો અને અનેક સરકારી અધિકારીઓ અને સરકારી યોજનાના મહત્વના દસ્તાવેજો લીક થયા હોવાનું માલૂમ પડ્યું છે. આ સમગ્ર મામલો શોધી કાઢવાનો શ્રેય અમદાવાદ ક્રાંઈમ બ્રાંચને ફાળે જાય છે. 


ક્રાઈમ બ્રાંચે શુક્રવારે એક રિપોર્ટમાં કહ્યું કે હેકર્સોએ સરકારી ફાઇલો અને ડેટા, અમુક વ્યક્તિઓના આધાર કાર્ડ, કેટલાક નાગરિકોના પાનકાર્ડ અને પાસપોર્ટની વિગતો, આંધ્રપ્રદેશ પોલીસના પોલીસકર્મીઓની વિગતો, DishTV ડેટા હેક કર્યા છે.

નુપુર શર્માની વિગતો, સરનામું, ઈમેલ આઈડી, સંપર્ક નંબર વગેરે કેટલીક સરકારી વેબસાઈટ પરથી લીક થઈ હતી. થાણે પોલીસની વેબસાઈટ પણ આ ગ્રુપ દ્વારા હેક કરવામાં આવી હતી.

આ સિવાય આંધ્રપ્રદેશના પોલીસ અધિકારીઓના આઈડી કાર્ડ અને અંગત વિગતો લીક થઈ હતી. આ હેકર્સના ફોરમ પર ઘણા આંતરિક સરકારી ડેટાબેઝ હેક અને લીક કરવામાં આવ્યા છે જેમાં ઈલેક્શન કાર્ડ, આધાર કાર્ડ, પાનકાર્ડ, પાસપોર્ટ વગેરે પણ લીક થયા છે.

ભારત આધારિત VPN સર્વિસ પ્રોવાઈડર Log In આઈડી પણ આ જૂથો દ્વારા લીક કરવામાં આવ્યા છે :

આ વિશે અમદાવાદ ક્રાઇમ બ્રાંચે કહ્યું છે કે, નૂપુર શર્માની ઘટનાઓ બાદ મલેશિયા અને ઇંડોનેશિયાના મુસ્લિમ હેકરોને ભારત વિરુદ્વ  સાઇબર યુદ્ધ શરૂ કરી દીધુ છે. બે હેકર્સના ગ્રુપ ડ્રેગન ફોર્સ મલેશિયા અને હૈક્ટિવિસ્ટ ઇંડોનેશિયાના બંનેએ ભારત વિરુદ્વ સાઇબર યુદ્વ શરુ કરી દીધુ છે. 

દેશની રાષ્ટ્રીય સુરક્ષામાં સાયબર સુરક્ષા મહત્વની ભૂમિકા ભજવે છે. યુક્રેન પર રશિયન આક્રમણ પછી, રશિયન હેકર્સે યુક્રેનના મહત્વપૂર્ણ ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેમ કે નેશનલ ઈલેક્ટ્રિકલ ગ્રીડ, બેન્કિંગ સિસ્ટમ્સ, રાજ્ય તિજોરી વગેરેને અપંગ બનાવી દીધું હતું.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે કહ્યું કે વન ટાઇમ્સ8 ન્યૂઝ ચેનલ 9મી જૂને હેક કરવામાં આવી હતી અને લાઇવ ટીવી પર પાકિસ્તાનનો ધ્વજ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો, જે આ નીચેના ફોટોમાં જોઈ શકાય છે.


આ સિવાય આસામ સ્થિત ન્યૂઝ ચેનલ 'TIME8' એ જણાવ્યું હતું કે 'રિવોલ્યુશન પીકે' તરીકે ઓળખાતા પાકિસ્તાન સ્થિત હેકિંગ જૂથ દ્વારા લાઇવ સ્ટ્રીમ દરમિયાન તેનું YouTube એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હતું.


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે