રોહિણી જેલના 82 અધિકારીઓ સામે FIR, મહાઠગ સુકેશ પાસેથી દર મહિને લેતા 1.5 કરોડ રૂપિયા
- સુકેશે જૈકલીન ઉપરાંત નોરા ફતેહી, સારા અલી ખાન, ભૂમી પેડનેકર, જ્હાન્વી કપૂર સહિતની અભિનેત્રીઓને પોતાની જાળમાં ફસાવી હતી
નવી દિલ્હી, તા. 10 જુલાઈ 2022, રવિવાર
કરોડો રૂપિયાના મની લોન્ડ્રિંગ કેસમાં ફસાયેલા અને બોલિવુડ અભિનેત્રી જૈકલીન ફર્નાંડિસના કથિત બોયફ્રેન્ડ સુકેશ ચંદ્રશેખર સાથે સંલગ્ન વધુ એક કાંડ સામે આવ્યો છે. દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખાએ રોહિણી જેલના 82 અધિકારીઓ-કર્મચારીઓ સામે એફઆઈઆર દાખલ કરી છે. જેલ સ્ટાફ પર આરોપ છે કે, તેઓ દર મહિને સુકેશ ચંદ્રશેખર પાસેથી આશરે 1.5 કરોડ રૂપિયા લાંચ પેટે ઉઘરાવતા હતા.
આ પણ વાંચોઃ હોમ સેક્રેટરી બનીને રેનબેક્સીના પૂર્વ પ્રમોટરની પત્ની સાથે ઠગાઈ, અમિત શાહના નામે લીધા 200 કરોડ
ગત 15 જૂનના રોજ આ મામલે એફઆઈઆર દાખલ થઈ હતી. આરોપ પ્રમાણે સુકેશ અલગથી બેરેક ઉપલબ્ધ કરાવી આપવા માટે તથા જેલમાં મોબાઈલ ફોનના ઉપયોગ સહિતની અન્ય સુવિધાઓ પૂરી પાડવા માટે જેલના અધિકારીઓને તે રકમ ચુકવતો હતો.
અગાઉ 7 કર્મચારીઓની ધરપકડ થઈ
ફોર્ટિસ હેલ્થકેરના પૂર્વ પ્રમોટર શિવિંદર મોહન સિંહની પત્ની અદિતિ સિંહ સહિતના કેટલાક ધનવાન લોકો સાથે છેતરપિંડી કરવા મામલે આરોપી સુકેશ ચંદ્રશેખર રોહિણીની જેલ નંબર 10માં વોર્ડ નંબર 3ની 204મી બેરેકમાં બંધ હતો. તે દરમિયાન તેને કોઈને કોઈ કારણોસર મદદ કરવાના આરોપસર 7 જેલ કર્મચારીઓની અગાઉ ધરપકડ થઈ ચુકી છે.
આ પણ વાંચોઃ મહાઠગ સુકેશે જેકલીન અને નોરાની સાથે સાથે જહાન્વી કપૂર, ભૂમિ અને સારાને પણ મોંઘીદાટ ગિફટસ આપી હતી
તિહાડ જેલમાં રહીને કરી 200 કરોડની ઠગાઈ
અગાઉ સુકેશે તિહાડ જેલમાં રહીને 200 કરોડ રૂપિયાની ઠગાઈને અંજામ આપ્યો હતો. તેણે જેલમાં રહીને જ ગૃહ મંત્રાલયના અધિકારી તરીકેની ઓળખ આપીને છેતરપિંડી કરી હતી. તેણે અવાજ બદલીને લોકોને શિકાર બનાવ્યા હતા. એવો આરોપ છે કે, સુકેશે જેલના અધિકારીઓને લાખો રૂપિયાની લાંચ આપીને મોબાઈલ ફોનનો ઉપયોગ કર્યો હતો. તપાસ બાદ જેલના અનેક અધિકારીઓની ધરપકડ થઈ હતી.
આ પણ વાંચોઃ સુકેશ સંબંધિત કેસમાં EDની કડક કાર્યવાહી, અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડિઝની 7.27 કરોડની સંપત્તિ જપ્ત
Comments
Post a Comment