રશિયા સાથે યુદ્ધ વચ્ચે ઝેલેન્સ્કીએ ભારત સહિત 9 દેશોમાં તૈનાત રાજદૂતોને કર્યા બરતરફ


- કર્તવ્યો નિભાવવાના બદલે દેશ છોડનારા પ્રતિનિધિઓ અંગે તપાસ કરવા માટે એક કામચલાઉ આયોગની રચના કરવામાં આવશે

કીવ, તા. 10 જુલાઈ 2022, રવિવાર

રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ એક મહત્વનું પગલું ભર્યું છે. તેમણે ભારત સહિતના 9 દેશોમાં તૈનાત યુક્રેનના રાજદૂતોને બરતરફ કરી દીધા છે. આ 9 દેશોમાં ભારત ઉપરાંત જર્મની, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળ, માલદીવ, નોર્વે, હંગરી અને ચેક ગણરાજ્યનો સમાવેશ થાય છે. 

યુક્રેનના રાષ્ટ્રપતિની વેબસાઈટ પર જાહેર કરવામાં આવેલા આદેશ પ્રમાણે જર્મનીમાં યુક્રેનના રાજદૂત Andriy Melnykને બરતરફ કરી દેવામાં આવ્યા છે. આ પ્રકારના આદેશમાં કાર્યવાહી માટેનું કોઈ કારણ પણ નથી દર્શાવાયું તથા તે રાજદૂતોને અન્ય કોઈ સ્થળે પોસ્ટિંગ મળશે કે નહીં તે પણ નથી દર્શાવ્યું. ઉપરાંત ઝેલેન્સ્કીએ આદેશમાં રાજદ્વારીઓ સમક્ષ યુક્રેન માટે આંતરરાષ્ટ્રીય સમર્થન તથા સૈન્ય સહાયતા એકત્રિત કરવાનો પણ આગ્રહ કર્યો હતો. 

દેશમાંથી ભાગનારાઓની તપાસ થશે

સંસદના અધ્યક્ષ રૂસ્લાન સ્ટેફનચુકે જણાવ્યું કે, રશિયાના યુક્રેન પરના હુમલા બાદ પોતાના કર્તવ્યો નિભાવવાના બદલે દેશ છોડનારા પ્રતિનિધિઓ અંગે તપાસ કરવા માટે એક કામચલાઉ આયોગની રચના કરવામાં આવશે.  

ખેરસોનના ગવર્નરને હટાવાયા

યુક્રેનીયન રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ રશિયન કબજાવાળા ખેરસોન ઓબ્લાસ્ટ ગવર્નર હેનાડી લાહુતાને પણ દૂર કરી દીધા છે. ઝેલેન્સ્કીએ સર્વન્ટ ઓફ ધ પીપલ પાર્ટીના ખેરસોન ઓબ્લાસ્ટના વિધાનસભા સદસ્ય દિમિત્રો બુટ્રીને કાર્યવાહક ગવર્નર તરીકે નિયુક્ત કર્યા હતા. 

ટર્બાઈન ડીલ મુદ્દે જર્મની-યુક્રેન સામસામે

કીવના જર્મની સાથેના સંબંધો ખૂબ જ સંવેદનશીલ રહ્યા છે. જર્મની રશિયન પાવર સપ્લાય પર નિર્ભર છે અને તે યુરોપનું સૌથી વિશાળ અર્થતંત્ર પણ છે. ત્યારે હવે બંને દેશો કેનેડામાં જર્મન નિર્મિત ટર્બાઈન મામલે સામસામે આવી ગયા છે. જર્મની ઈચ્છે છે કે, કેનેડા રશિયાની પ્રાકૃતિક ગેસની દિગ્ગજ કંપની ગજપ્રોમને ટર્બાઈન આપે. જ્યારે યુક્રેને કેનેડાને ટર્બાઈન ન આપવા માટેનો આગ્રહ કરતા કહ્યું હતું કે, જો તે રશિયાને આપવામાં આવશે તો તે તેના પર લગાવાયેલા પ્રતિબંધોનું ઉલ્લંઘન ગણાશે. 

માયકોલાઈવ ઉપર રશિયાએ 6 મિસાઈલ છોડી

માયકોલાઈવના મેયર ઓલેક્ઝેન્ડર સેનકેવિચના કહેવા પ્રમાણે રશિયન સેનાએ શનિવારે સવારે માયકોલાઈવ ઉપર 6 મિસાઈલ્સ છોડી હતી. રશિયાના તે હુમલાના કારણે અનેક બિલ્ડિંગ્સ નષ્ટ થઈ ગઈ છે. જોકે હતાહતની કોઈ સૂચના નથી મળી. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો