શ્રીલંકામાં પ્રદર્શનકારીઓએ PM વિક્રમસિંઘેના ઘરને આગ ચાંપી


- ઈમરજન્સી બેઠકમાં સર્વદળીય સરકાર રચવા અંગે ચર્ચા કરવામાં આવી અને વિક્રમસિંઘે પોતાના રાજીનામાની રજૂઆત કરી હતી

કોલંબો, તા. 10 જુલાઈ 2022, રવિવાર

શ્રીલંકાની આર્થિક સ્થિતિથી ત્રસ્ત જનતાના વિરોધના કારણે રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ દેશ છોડીને ભાગી જવું પડ્યું છે. શ્રીલંકાની સ્થિતિ હવે સાવ બેકાબૂ બની ગઈ છે અને ઉગ્ર બનેલા પ્રદર્શનકારીઓ હવે મોટા પદો પર બેઠેલા નેતાઓને ટાર્ગેટ કરી રહ્યા છે. 

પ્રદર્શનકારીઓએ પહેલા રાષ્ટ્રપતિ ભવનને ઘેરીને રાષ્ટ્રપતિને દેશ છોડવા માટે મજબૂર કરી દીધા હતા અને હવે પીએમ આવાસને આગના હવાલે કરી દીધું છે. વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ રાજીનામાની જાહેરાત કરી અને સર્વદળીય સરકાર માટે પ્રસ્તાવ રજૂ કર્યો ત્યાર બાદ આ ઘટના બની છે. 

આ પણ વાંચોઃ શ્રીલંકામાં ગૃહ યુદ્ધઃ રાષ્ટ્રપતિ ભવન પર પ્રદર્શનકારીઓનો કબજો, 100 ઘાયલ

સુરક્ષાદળોએ પ્રદર્શનકારીઓને રોકવા માટે ભારે પ્રયત્નો કર્યા હતા પરંતુ તેઓ અસફળ રહ્યા અને ઉશ્કેરાયેલા ટોળાએ પીએમ આવાસને આગના હવાલે કરી દીધું હતું. લોકો પર ટીઅર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા અને તેમને પાણીના તેજ પ્રવાહ વડે રોકવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ તેઓ આગળ વધતા રહ્યા હતા. ત્યાં ઉપસ્થિત પત્રકારો પણ પ્રદર્શનકારીઓની હિંસાનો શિકાર બન્યા હતા. 

શ્રીલંકન પીએમ કાર્યાલયના નિવેદન પ્રમાણે પ્રદર્શનકારીઓ વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેના અંગત આવાસમાં ઘૂસી આવ્યા હતા અને બાદમાં આગ લગાવી દીધી હતી. 

ઈમરજન્સી બેઠકમાં શું બન્યું?

વિક્રમસિંઘેએ ગોટબાયા રાજપક્ષે તથા અન્ય કેટલાક વિપક્ષી નેતાઓ દેશ છોડીને જતા રહ્યા ત્યાર બાદ ઈમરજન્સી બેઠક બોલાવી હતી. બેઠકમાં સર્વદળીય સરકાર રચવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત તેમણે પોતાના રાજીનામાની રજૂઆત કરી હતી. 

તેમણે કહ્યું હતું કે, 'આજે દેશમાં આપણા પાસે ઈંધણ સંકટ છે, ભોજનની તંગી છે, આપણાં ત્યાં વિશ્વ ખાદ્ય કાર્યક્રમના પ્રમુખ છે અને આપણાં પાસે IMF સાથે ચર્ચા કરવા માટેના અનેક મુદ્દાઓ છે. તેવામાં જો આ સરકાર પાડી દેવાય તો બીજી સરકાર સમાંતર હોવી જોઈએ.'

આ પણ વાંચોઃ રાષ્ટ્રપતિ ભવન પર કબજો જમાવ્યા બાદ પ્રદર્શનકારીઓએ સ્વિમિંગ પૂલમાં માર્યા ધુબાકા, જુઓ વીડિયો


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો