'કાલી' માતાના આશીર્વાદ ભારતની સાથે છે: વિવાદ વચ્ચે બોલ્યા PM મોદી


- પીએમ મોદીના ભાષણ બાદ ભાજપા આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયએ મહુઆ મોઈત્રા પર નિશાન સાધ્યું હતું

નવી દિલ્હી, તા. 10 જુલાઈ 2022, રવિવાર

'કાલી' માતા વિવાદ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, બધુ માતાની ચેતનાથી જ પ્રાપ્ત છે. 'કાલી' માતાના આશીર્વાદ હમેંશા માતાની સાથે જ છે. પીએમ મોદી રવિવારે સ્વામી આત્મસ્થાનંદના શતાબ્દી સમારોહને સબોંધિત કરી રહ્યા હતા આ દરમિયાન તેમણે 'કાલી' માતાને લઈને પણ ચર્ચા કરી હતી. 

વડાપ્રધાને કહ્યું કે, સ્વામી રામકૃષ્ણ પરમહંસ એવા સંત હતા જેમણે 'કાલી' માતાના સ્પષ્ટ સાક્ષાત્કાર કર્યા હતા. જેમણે પોતાનું સમગ્ર જીવન 'કાલી' માતાનાં ચરણોમાં સમર્પિત કર્યું હતું. તે કહેતા - આ આખું જગત, આ ચલ અને અચલ બધું જ માતાની ચેતનાથી વ્યાપ્ત છે. પીએમએ કહ્યુ કે, આ ચેતના બંગાળની કાળી પૂજામાં દેખાઈ આવે છે. તે જ ચેતના બંગાળ અને સમગ્ર ભારતની આસ્થામાં દેખાય છે. અને જ્યારે આસ્થા એટલી પ્રબળ હોય ત્યારે શક્તિ આપણું પથ પ્રદર્શન કરે છે. તેમણે કહ્યું કે, 'કાલી' માતાના અમર્યાદિત અને અસીમ આશીર્વાદ ભારત સાથે છે. આજે ભારત આ આધ્યાત્મિક ઉર્જા સાથે વિશ્વ કલ્યાણની ભાવના સાથે આગળ વધી રહ્યું છે. 

અમિત માલવીયએ મહુઆ પર સાધ્યું નિશાન

પીએમ મોદીના ભાષણ બાદ ભાજપા આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયએ મહુઆ મોઈત્રા પર નિશાન સાધ્યું હતું. તેમણે ટ્વીટર પર લખ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી માત્ર બંગાળ જ નહીં પરંતુ સમગ્ર ભારતને 'કાલી' માતાની ભક્તિનું કેન્દ્ર ગણાવે છે. બીજી તરફ ટીએમસીના સાંસદે 'કાલી' માતાનું અપમાન કર્યું છે. તેમના પર કાર્યવાહી કરવાને બદલે મમતા બેનર્જી તેમનો બચાવ કરી રહ્યા છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો