જગન મોહન રેડ્ડીના માતા વાયએસ વિજયમ્માએ YRS કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું


- વિજયમ્માએ રાજીનામાનું એલાન કરતા કહ્યું કે, તે હંમેશા જગન મોહન રેડ્ડીની નજીક રહેશે

નવી દિલ્હી, તા. 09 જુલાઈ 2022, શનિવાર

આંધ્ર પ્રદેશના સીએમ જગન મોહન રેડ્ડીના માતા અને વાયએસઆરપીસી નેતા વાઈએસ વિજયમ્માએ પાર્ટીના માનદ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું છે. પૂર્ણ રાષ્ટ્રીય બેઠકમાં વાયએસ વિજયમ્માએ કહ્યું કે હું આ પાર્ટીથી અલગ થવાનું વિચારી રહી છું. શર્મિલા (તેની પુત્રી) એકલી લડી રહી છે. રાજશેખર રેડ્ડીની પત્ની અને શર્મિલાની માતા તરીકે મારે તેમની પડખે ઊભા રહેવું જોઈએ. મારું મન મને કહે છે. જ્યારે તે (જગન મોહન રેડ્ડી) મુશ્કેલીમાં હતા ત્યારે હું તેમની સાથે હતી. હવે તેઓ અહીં ખુશ છે. મારી પુત્રી એકલી લડી રહી છે અને જો હું તેનું સમર્થન નહીં કરીશ તો તે અન્યાય થશે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, હું તમને બધાને તેના વિશે બતાવી રહી છું અને હું બધાને મને માફ કરવા માટે અનુરોધ કરું છું. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગનમોહન રેડ્ડીની માતા વાયએસ વિજયમ્માએ શુક્રવારે તેમની પુત્રી શર્મિલાની પાર્ટીમાં જોડાવા માટે YSR કોંગ્રેસના માનદ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું. 

શર્મિલા પડોસી રાજ્યમાં YSR તેલંગાણા પાર્ટીની કમાન સંભાળી રહી છે. વિજયમ્માએ રાજીનામાનું એલાન કરતા કહ્યું કે, તે હંમેશા રેડ્ડીની નજીક રહેશે. શુક્રવારે ત્યાં શરૂ થયેલા પાર્ટી અધિવેશનમાં YSR કોંગ્રેસ છોડવાના નિર્ણયની જાહેરાત કરતા તેમએ કહ્યું કે, 'માતા તરીકે હું હંમેશા જગનની નજીક રહીશ.' શર્મિલા પોતાના પિતાના આદર્શોને આગળ વધારવા માટે તેલંગાણામાં એકલી લડી રહી છે. મારે તેનું સમર્થન કરવું જોઈએ. હું મૂંઝવણમાં હતી કે, શું હું બે રાજકીય પક્ષો (બે રાજ્યોમાં)ની સભ્ય બની શકું? YSR કોંગ્રેસના માનદ અધ્યક્ષ તરીકે ચાલુ રાખવું મારા માટે મુશ્કેલ છે.

છેલ્લા કેટલાક સમયથી ખબરો આવી રહી છે કે, જગનમોહન રેડ્ડી અને શર્મિલા વચ્ચે સંપત્તિ સાથે સબંધિત મુદ્દાને લઈને બધુ ઠીક નથી. અહેવાલ પ્રમાણે છેલ્લા કેટલાક દિવસોમાં બંને વચ્ચે કડવાશ ઘણી વધી ગઈ હતી અને વિજયમ્મા તેના પુત્રથી અલગ રહે છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો