Posts

Showing posts from 2026

હુમલામાં 250 મોત, હોર્મુઝ ફરી બંધ, ઓઈલ મોંઘું... સીઝફાયરની શરતમાં ગૂંચવાડા બાદ જાણો 24 કલાકમાં શું શું થયું?

Image
Hormuz Strait Closed Amid Israel-Lebanon Conflict : અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત થયા બાદ ક્રૂડ ઓઈલની કિંમત ધરખમ ઘટાડો અને મોટાભાગના દેશોના શેરમાર્કેટમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. જોકે હવે ઈઝરાયલે લેબેનોનમાં તબાહી મચાવતા ઈરાને ચાર દેશો પર મિસાઈલ-ડ્રોનથી હુમલા કર્યા છે, જેના કારણે ફરી ક્રૂડ ઓઈલની કિંમતોમાં વધારો થવા સાથે અનેક દેશોના શેરમાર્કેટમાં પણ ઘટાડો થયો છે. ઈઝરાયલે લેબેનોન પર હુમલો કરતા ઈરાનનો ચાર દેશો પર હુમલો મળતી વિગતો મુજબ, ઈઝરાયલે લેબેનોનમાં ભયાનક તબાહી મચાવ્યા બાદ મધ્ય-પૂર્વમાં ફરી સ્થિતિ વણસી ગઈ છે. ઈઝરાયલે બુધવારે લેબોનોન પર ડ્રોન અને મિસાઈલો ઝીંકતા 250થી વધુ લોકોના મોત અને હજારોથી વધુ ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે, ત્યારે આ હુમલાના કારણે હવે ઈરાને હોર્મુઝ જળમાર્ગ બંધ કરી દીધો છે.

મિડલ ઈસ્ટમાં સીઝફાયર બાદ હવે કતાર જશે પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ, LNG સપ્લાય અંગે થશે વાતચીત

Image
Petroleum Minister Hardeep Singh Puri Qatar Visit : મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા સંકટ વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરી આજથી કતારની બે દિવસની સત્તાવાર યાત્રા કરવાના છે. તાજેતરમાં જ ઈરાને ભયાનક હુમલા કરીને કતારના ગેસ ઉત્પાદનને ભારે નુકસાન પહોંચાડ્યું છે, ત્યારે હરદીપ સિંહ પુરીની આ મુલાકાત બંને દેશો માટે અને ભારતના ગેસ ઉદ્યોગ માટે ખૂબ જ મહત્ત્વની માનવામાં આવી રહી છે. ભારત કતાર પાસેથી મોટાપાયે લિક્વિડ નેચરલ ગેસ (LNG) કરીદે છે, તેથી પેટ્રોલિયમ મંત્રી ત્યાં LNGની સપ્લાયને લઈ મહત્ત્વની વાતચીત કરશે. હરદીપ સિંહની કતાર મુલાકાત કેમ જરૂરી ? રિપોર્ટ મુજબ, ભારત પોતાની જરૂરીયાતમાંથી લગભગ 40 ટકા એલએનજી કતારથી આયાત કરે છે.

કેરલમ, આસામ અને પુડ્ડુચેરીમાં મતદાન શરૂ; ક્યાંક સત્તાની હેટ્રિકની આશા તો ક્યાંક વનવાસ ખતમ કરવા મથામણ

Image
AI Image

‘ચૂંટણી પંચે ખૂબ જ ખરાબ વ્યવહાર કર્યો’ ECની પોસ્ટથી TMC ભડકી, કેજરીવાલ-અખિલેશના પણ પ્રહાર

Image
Election Commission On TMC : પશ્ચિમ બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન યોજાવાનું છે, ત્યારે ચૂંટણી પંચે બુધવારે (8 એપ્રિલ) સોશિયલ મીડિયા પર તૃમણૂલ કોંગ્રેસ (TMC)નો ઉલ્લેખ કરીને પોસ્ટ કરતા ભારે રાજકીય ઘમાસાણ શરૂ થઈ ગયું છે. ચૂંટણી પંચે પોસ્ટમાં લખ્યું છે કે, આ વખતે બંગાળની ચૂંટણી ડર, હિંસા, ધમકી, લાલચ, દરોડા મુક્ત જ યોજાશે. ચૂંટણી પંચે આ વાતને એક્સ પર પોસ્ટ કરી છે અને સાથે એમ પણ લખ્યું છે કે, તૃણમૂલ કોંગ્રેસને સ્પષ્ટ સલાહ. CEC સાથેની બેઠકમાં TMC પ્રતિનિધિમંડળની ઉગ્ર બોલાચાલી  ઉલ્લેખનીય છે કે, દિલ્હી સ્થિત ચૂંટણી પંચની ઓફિસમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર (Chief Election Commissioner Gyanesh Kumar) અને TMCના પ્રતિનિધિમંડળ વચ્ચે બેઠક યોજાઈ હતી, ત્યારબાદ આ ટ્વિટ કરવામાં આવ્યું છે.

ટ્રમ્પની ડેડલાઈન પહેલા પાકિસ્તાને પલ્ટી મારી : ઈરાન વિરુદ્ધ આકરું વલણ અપનાવ્યું

Image
Pakistan On US-Israel-Iran War : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ખતમ કરવાની ધમકી આપ્યા બાદ પાકિસ્તાને કાંચિડાની જેમ રંગ બદલી નાખ્યો છે. યુદ્ધ શરૂ થયા બાદ માહોલ શાંત કરાવવા મેદાને ઉતરેલા પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે સોશિયલ મીડિયા પર ટ્વિટ કરીને મધ્યસ્થી કરવાની ઓફર કરી હતી, જોકે હવે આ જ પાકિસ્તાને પલ્ટી મારીને ઈરાનનું ટેન્શન વધારી દીધું છે. ...

અમદાવાદ મનપા ચૂંટણી માટે કોંગ્રેસના 15 કમિટમેન્ટ, પ્રોપર્ટી ટેક્સ 5 ટકા, મહિલા-વિદ્યાર્થીઓને AMTSમાં ફ્રી મુસાફરી

Image
Ahmedabad Municipal Corporation elections: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષે પોતાનો ચૂંટણી ઢંઢેરો (Manifesto) સત્તાવાર રીતે જાહેર કર્યો છે. ‘કમિટમેન્ટ’ સાથે જાહેર કરાયેલા આ મેનિફેસ્ટોમાં શિક્ષણ, આરોગ્ય, અને ટેક્સના માળખામાં મોટા ફેરફારો કરવાનું વચન અપાયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસનું સાશન આવ્યા બાદ 15થી વધુ વાયદા પૂરા કરવાની જાહેરાત કરવામાં આવી છે.

ક્રૂડ ઓઈલમાં ભડકો: ટ્રમ્પની ધમકી બાદ $110 ને પાર, અમેરિકામાં પેટ્રોલ 2022 પછી સૌથી મોંઘું

Image
Crude Oil Hits $110.60 | અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનના 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' અને ઊર્જા મથકો પર હુમલાની ધમકી આપ્યા બાદ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો છે. રવિવારે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં તેલની કિંમતોમાં 1.8% સુધીનો વધારો નોંધાયો છે. ક્રૂડ ઓઈલના ભાવ આસમાને

હોર્મુઝ સંકટ: ટ્રમ્પના અલ્ટીમેટમ વચ્ચે ઈરાને શરત મૂકી; ભારતની ચિંતા વધતાં જયશંકર એક્ટિવ

Image
Trump's Deadline for Strait of Hormuz | પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ હવે નિર્ણાયક વળાંક પર છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો મંગળવાર સાંજ સુધીમાં 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (હોર્મુઝની સામુદ્રધુની) ખોલવામાં નહીં આવે, તો ઈરાનના પાવર પ્લાન્ટ્સ અને પુલોને નષ્ટ કરી દેવામાં આવશે. ટ્રમ્પે આ સમયસીમા મંગળવાર રાત્રે 8 વાગ્યે (ભારતીય સમય મુજબ બુધવાર સવાર) નક્કી કરી છે. ટ્રમ્પની 'પાવર પ્લાન્ટ ડે' ની ધમકી ટ્રમ્પે સોશિયલ મીડિયા પર અત્યંત કડક ભાષામાં લખ્યું કે, જો જળમાર્ગ નહીં ખૂલે તો ઈરાનમાં 'પાવર પ્લાન્ટ ડે' અને 'બ્રિજ ડે' ઉજવાશે, એટલે કે તમામ મહત્વના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉડાવી દેવાશે.

મિડલ ઈસ્ટમાં ભયાનક યુદ્ધના 'સંકેત', ટ્રમ્પનું 48 કલાકનું અલ્ટીમેટમ અને ઈરાનનો વળતો પ્રહાર

Image
Donald Trump and Iran War News : મિડિલ ઈસ્ટમાં ચાલી રહેલો સંઘર્ષ હવે નિર્ણાયક અને અત્યંત ભયાનક વળાંક પર પહોંચી ગયો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ખુલ્લી ચેતવણી આપી છે કે જો આગામી 48 કલાકમાં વ્યુહાત્મક રીતે મહત્વપૂર્ણ 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (Hormuz Strait) ખોલવામાં નહીં આવે અને સમજૂતી કરવામાં નહીં આવે, તો ઈરાન પર 'કહર' તૂટી પડશે. આ સાથે જ 6 એપ્રિલની ડેડલાઈન હવે ઈરાન માટે અસ્તિત્વનો સવાલ બની ગઈ છે. ટ્રમ્પના બદલાતા તેવર અને 'ઓપરેશન એપિક ફ્યુરી' 28 ફેબ્રુઆરીએ ઈઝરાયેલ અને અમેરિકાએ સંયુક્ત રીતે 'ઓપરેશન એપિક ફ્યુરી' શરૂ કર્યું ત્યારથી જ ટ્રમ્પના નિવેદનોમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે.

રસોડામાં નહીં સર્જાય ગેસ અછત : હોર્મુઝમાંથી 46 હજાર ટન LPG ભરેલું જહાજ ભારત આવવા રવાના

Image
Representative Image Indian LPG ship have crossed Strait of Hormuz : મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને ઈરાન સાથેના સંઘર્ષ વચ્ચે ભારત માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. આજે(4 એપ્રિલ, 2026) LPGથી ભરેલું બીજું એક ભારતીય જહાજ હોર્મુઝની સ્ટ્રેટમાંથી સુરક્ષિત રીતે પસાર થયું છે.

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ઉપયોગથી જ્ઞાન, વિચારવાની ક્ષમતાને નુકસાન : રિસર્ચનું તારણ

Image
- એમઆઈટીના સંશોધકોએ એઆઈ યુઝર્સને ચેતવણી આપી - એઆઈ ચેટબોટ દરેક વાતમાં સહમતી દર્શાવતા હોવાથી તેના વધુ વપરાશ કરતાં યુઝર્સ ચોક્કસ પેટર્નમાં ભ્રમિત થયાનું જણાયું    Report on AI : અમેરિકાની મેસેચ્યુસેટ્સ ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના સંશોધકોએ એઆઈ ચેટબોટનો વધારે ઉપયોગ કરતાં યુઝર્સને ચેતવણી આપી હતી કે તેનાથી સમજવા-વિચારવાની ક્ષમતાને ગંભીર અસર થાય છે. એઆઈ એક પેટર્ન પ્રમાણે જવાબ આપે છે એટલે તેનાથી સાવધાન રહેવું જરૂરી છે. એઆઈ ચેટબોટ્સનો ચાપલુસીભર્યું વર્તન યુઝર્સને ગેરમાર્ગે દોરે છે. એઆઈનો વધારે ઉપયોગ આપણાં જ્ઞાન ઉપર પણ અસર કરે છે.

3700 કરોડનો બ્રિજ નષ્ટ કરી ટ્રમ્પે ઈરાનને ધમકાવ્યું, 'હજુ ટાઈમ છે, સમજૂતી કરી લો નહીંતર..'

Image
PRESS TV

ગુજરાત-રાજસ્થાન પર શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની દસ્તક, 3 દિવસ હવામાન 'પીક' પર રહેશે

Image
IMD Weather Alert: જો તમને લાગતું હતું કે માર્ચની વિદાય સાથે જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ જશે, તો તમારી ચૂક છે,  કુદરતે એપ્રિલ માટે કંઈક અલગ જ પ્લાન બનાવી રાખ્યો છે. ઉત્તર ભારત ફરી એકવાર હવામાનના મોટા અને પડકારજનક ફેરફાર માટે તૈયાર થઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ એક શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દસ્તક આપવા જઈ રહ્યું છે, જે 3 થી 5 એપ્રિલ 2026 વચ્ચે અનેક રાજ્યોમાં ભારે વરસાદ, બરફવર્ષા અને કરા લાવશે. 3 થી 5 એપ્રિલની વચ્ચે હવામાન 'પીક' પર રહેશે ચાલુ સપ્તાહથી જ હવામાનનો મિજાજ બદલાવાનું શરૂ થઈ જશે.

અમે ઈરાન પર 2-3 અઠવાડિયા ભયાનક હુમલા કરીશું, તેને પાષાણ યુગમાં ધકેલી દઇશું : ટ્રમ્પ

Image
Donald Trump News :  અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય સમય મુજબ ગુરુવારે સવારે 6:30 વાગ્યે દેશને સંબોધિત કર્યો. ઈઝરાયલ સાથે મળીને ઈરાન પર હુમલા શરૂ કર્યાને એક મહિનાથી વધુ સમય વીતી ગયો છે, ત્યારે આ તેમનું પહેલું મોટું ભાષણ હતું. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે, અમેરિકા આગામી અઠવાડિયામાં ઈરાન વિરુદ્ધ પોતાના સૈન્ય અભિયાનને વધુ તેજ કરશે. ભલે પડદા પાછળ વાતચીત ચાલી રહી હોય, પણ અમેરિકા ઈરાનના તેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (Oil Infrastructure) અને પરમાણુ મથકો પર ગમે ત્યારે હુમલો કરી શકે છે. 'અમેરિકાને હોર્મુઝના તેલની જરૂર નથી'

પ્રોજેક્ટમાં વિલંબ થતા પાકિસ્તાન પર ચીન ભડક્યું, ઈરાન-તાલિબાન મુદ્દે મુનીરને આપ્યું અલ્ટીમેટમ

Image
China-Pakistan CPEC And Gwadar Port Project : પાકિસ્તાને ચીન સાથે હાથ મિલાવી પ્રોજેક્ટ માથે લીધા બાદ બરાબરનું ફસાઈ ગયું છે. બંને દેશો માટે સૌથી મહત્ત્વના પ્રોજેક્ટ ગણાતા ચીન-પાકિસ્તાન ઈકોનૉમિક કોરિડોર (CPEC) અને ગ્વાદર પોર્ટની કામગીરીમાં સતત વિલંબ થતા ચીનનો પાકિસ્તાન પર વિશ્વાસ ઉઠી ગયો છે. હવે ચીને ફરી પાકિસ્તાન વિરુદ્ધ આક્રમક વલણ અપનાવ્યું છે. એટલું જ નહીં ચીને ઈરાન યુદ્ધ અને તાલિબાન પર હુમલા મામલે પણ પાકિસ્તાનની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી અલ્ટીમેટમ આપ્યું છે. ચીનના વિદેશ મંત્રી અને મુનીર વચ્ચે મુલાકાત, અલ્ટીમેટમ આપ્યું

ઈરાન યુદ્ધ વચ્ચે અમેરિકા એકલું પડ્યું? 4 મોટા દેશોએ પોતાના એરબેઝ વાપરવાની ટ્રમ્પને ના પાડી

Image
Middle East Tensions : ઈરાન વિરુદ્ધના યુદ્ધને વધુ ભયાનક કરવાની ધમકી આપી રહેલા અમેરિકાને ચાર મોટા દેશોએ મોટો ઝટકો આપ્યો છે. યુદ્ધના કારણે મધ્ય-પૂર્વમાં ઉભા થયેલા ભારે તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એકતરફ ઈરાન પર દબાણ વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે, તો બીજીતરફ સાથી દેશોએ સાથ ન આપતા તેઓ નારાજ થયા છે. હાલ ખાડી દેશો ભયાનક સ્થિતિનો સામનો કરી રહ્યા છે, ત્યારે અનેક યુરોપીયન દેશો સંઘર્ષમાં સીધુ સામેલ થવાના બદલે અંતર જાળવી રાખ્યું છે. આ ચાર દેશોએ અમેરિકાને આપ્યો ઝટકો વાસ્તવમાં જે ચાર દેશોએ અમેરિકાને મોટો ઝટકો આપ્યો છે, તેમાં ફ્રાન્સ, ઈટાલી, સ્વિત્ઝરલેન્ડ અને બ્રિટનનો સમાવેશ થાય છે.

ટ્રમ્પનો વધુ એક યુટર્ન: હોર્મુઝ સ્ટ્રેટમાં હથિયાર હેઠા મૂકી યુદ્ધ છોડવાની તૈયારીમાં અમેરિકા!

Image
(IMAGE - IANS) US-Iran War: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે ઈરાન સાથેના યુદ્ધને લાંબું ખેંચવાના મૂડમાં નથી. ટ્રમ્પ અને તેમના સહયોગીઓનું માનવું છે કે જો હોર્મુઝ સ્ટ્રેટને બળજબરીથી ખોલાવવા માટે કોઈ સૈન્ય અભિયાન શરૂ કરવામાં આવે, તો આ યુદ્ધ નક્કી કરેલા 4થી 6 અઠવાડિયાના સમયગાળા કરતાં ઘણું લાંબુ ખેંચાઈ શકે છે.

અમેરિકાને ભારે પડી રહ્યું છે ઈરાન યુદ્ધ? ખાડી દેશો પાસેથી ખર્ચ વસૂલવાની તૈયારીમાં ટ્રમ્પ

Image
Will Trump Make Gulf Nations Pay for War? | મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને 1 મહિનાથી પણ વધુ સમય વીતી ગયો છે. આ યુદ્ધમાં સેંકડો લોકોના મોત થયા છે જ્યારે હજારો કરોડનો ખર્ચ પણ થઈ રહ્યો છે. સાથે સાથે ઓઈલ સંકટના કારણે વિશ્વના અનેક દેશોની અર્થવ્યવસ્થા પર પણ અસર પડી રહી છે. એવામાં હવે અમેરિકાએ સંકેત આપ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પ આ યુદ્ધનો બોજ હવે ખાડી દેશો પર નાંખશે. ખાડી દેશો પાસેથી યુદ્ધના પૈસા વસૂલવામાં આવશે. 

‘ઈરાન-રશિયા પાસેથી ઓઈલ ખરીદવા માટે ટ્રમ્પ પાસેથી લેવી પડે છે મંજૂરી’, રાહુલ ગાંધીના PM મોદી પર પ્રહાર

Image
Rahul Gandhi in Kerala : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેરલમના કોટ્ટાયમમાં એક ચૂંટણી રેલીને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે ઈરાન-રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી, અમેરિકાના રાષ્ટ્ર્પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ઉલ્લેખ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા હતા. આ ઉપરાંત તેમણે સબરીમાલા મંદિરમાંથી સોનું ચોરી મામલે કેરલમના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન પર પણ ગંભીર આક્ષેપ કર્યો હતો. PM મોદીએ દેશની ઉર્જા સુરક્ષાને જોખમમાં મૂકી : રાહુલ ગાંધી રાહુલ ગાંધીએ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે 'મોદી સરકારને કારણે ભારતની પોતાની મરજીથી તેલ ખરીદવાની શક્તિ ખતમ થઈ ગઈ છે અને અત્યારે ભારતને ઈરાન કે રશિયા જેવા દેશો પાસેથી તેલ ખરીદવા માટે પણ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump)ની પરવાનગી લેવી પડે છે.

'મને ઈરાનની આ વસ્તુ બહુ પસંદ છે, હું કબજો કરી લઇશ...', ટ્રમ્પના ખતરનાક ઈરાદા ઉઘાડા થયા

Image
Donald Trump News : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના તણાવ વચ્ચે અત્યંત વિવાદાસ્પદ અને આક્રમક નિવેદન આપ્યું છે. એક ઈન્ટરવ્યૂ દરમિયાન ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ઈરાનનું તેલ મેળવવા માંગે છે અને તે માટે ઈરાનના મુખ્ય તેલ નિકાસ કેન્દ્ર 'ખાર્ગ આઈલેન્ડ' (Kharg Island) પર અમેરિકન સેના કબજો કરી શકે છે. ટ્રમ્પના મતે, ઈરાન પાસે એવી કોઈ મજબૂત સુરક્ષા વ્યવસ્થા નથી કે જે અમેરિકન સેનાને આ દ્વીપ પર કબજો કરતા રોકી શકે. યુરેનિયમ પણ કબજે કરી લેશે  બીજી તરફ, ટ્રમ્પ ઈરાનના પરમાણુ કાર્યક્રમને જડમૂળથી ખતમ કરવા માટે એક મોટા સૈન્ય ઓપરેશન પર વિચાર કરી રહ્યા છે.

VIDEO : ઈરાનનો ભયાનક હુમલો : ઈઝરાયલમાં કેમિકલ લીક થતા સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર

Image
Iran Major Attack on Israel : ઈરાને ઈઝરાયલના મુખ્ય કેમિકલ ઈન્ડસ્ટ્રીયલ હબ પર બેલેસ્ટિક મિસાઈલ ઝિંકીને મોટી તબાહી મચાવી છે. આ હુમલામાં ભીષણ આગ લાગવાની સાથે ઝેરી કેમિકલ લીક થયું હોવાના અહેવાલો સામે આવ્યા છે. લીકની ઘટના બાદ ઈઝરાયલે લોકોને ઘરની બારીઓ બંધ રાખવાની તાત્કાલીક સૂચના આપી છે. કેમિકલ લીકની આશંકા બાદ સુરક્ષા એજન્સીએ હાઈ એલર્ટ પર મીડિયા રિપોર્ટ મુજબ ઈરાને દક્ષિમ ઈઝરાયલમાં નિયોત હોવાવ ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં મિસાઈલ ઝિંકતા ભીષણ આગ લાગી છે.

ઝેલેન્સ્કી મિડલ ઈસ્ટના પ્રવાસે જતાં જ રશિયાએ યુક્રેનને હચમચાવ્યું, 270 ડ્રોન વડે હુમલો, 5 મોત

Image
Russia attack on Ukrian : રશિયાએ સમગ્ર રાત યુક્રેન પર 270 થી વધારે ડ્રોનથી હુમલો કર્યો હતો જેમાં ઓછામાં ઓછા પાંચ લોકોનાં મોત થયા હતાં તેમ યુક્રેનનાં અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું. આ દરમિયાન યુક્રેનનાં પ્રમુખ ઝેલેન્સ્કીએ અચાનક યુએઇનો પ્રવાસ કર્યો છે. યુક્રેન અરબ દેશોને ઇરાનનાં હુમલાઓથી બચાવવામાં મદદ કરવા માટે પોતાની ડ્રોન ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ ઉપલબ્ધ કરાવવા માંગે છે. ઓડેસાના વડા સેરહી લિસાકે જણાવ્યું હતું કે રાતના સમયે રશિયાએ કરેલા હુમલામાં ઓડેસામાં બે લોકોનાં મોત થયા છે અને અન્ય 11 લોકો ઘાયલ થયા છે.

'અમે અમેરિકાનું વધુ એક F-16 ફાઈટર જેટ તોડી પાડ્યું...', યુદ્ધ વચ્ચે ઈરાનનો મોટો દાવો

Image
US-Iran War: અમેરિકા અને ઈઝરાયલ સાથે ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાને એક મોટો દાવો કર્યો છે. ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ (IRGC)એ કહ્યું છે કે તેમણે અમેરિકાના વધુ એક અત્યાધુનિક F-16 ફાઈટર જેટને તોડી પાડ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ ઈરાને F-35 અને F-15 જેવા શક્તિશાળી ફાઈટર જેટ્સને નિશાન બનાવ્યા હોવાનો દાવો કર્યો હતો, જો કે યુએસ સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)એ ઈરાનના આ દાવાઓને પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા હતા. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાસે F-15 ધ્વસ્ત કર્યું હોવાનો દાવો IRGCએ આજે રવિવારે એક નિવેદનમાં દાવો કર્યો હતો કે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાસે ઈરાનના દક્ષિણ કિનારે તેમના એડવાન્સ એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા અમેરિકાના એક F-15 લડાકુ વિમાનને તોડી પાડવામાં આવ્યું છે.

ખતરનાક ‘ઈરાની ડ્રોન’થી ડરેલા 5 દેશોની મદદે યુક્રેન, સાઉદી સાથે કરી ડીલ, તહેનાત કરશે ડિફેન્સ સિસ્ટમ

Image
Ukraine-Saudi Defense Deal : રશિયા સાથે ચાર વર્ષથી યુદ્ધ લડી રહેલા યુક્રેને હવે ઈરાનનું ટેન્શન વધાર્યું છે. હાલ ઈરાન અમેરિકા-ઈઝરાયલના ભયાનક હુમલાનો સામનો કરી રહ્યું છે, તો ઈરાન ઈઝરાયલ સહિત આસપાસના અનેક દેશ પર સૌથી ભયાનક ડ્રોન ‘શાહેદ’ ઝિંકીને ખભળાટ મચાવી રહ્યું છે, ત્યારે યુક્રેને ઈરાનના આ ભયાનક ડ્રોનનો તોડી પાડવાનો રસ્તો શોધી કાઢ્યો છે. હાલ યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કી સાઉદી અરેબિયામાં છે અને તેમણે સાઉદી અરેબિયા સાથે મોટી ડિફેન્સ ડીલ કરી છે. ડીલ મુજબ યુક્રેન સાઉદી સહિત મધ્ય-પૂર્વના પાંચ દેશો માટે ડ્રોન એન્ટી ડિફેન્સ સિસ્ટમ બનાવશે. આ ઉપરાંત યુક્રેને ‘શાહેદ ડ્રોન’ને તોડી પાડવામાં સંપૂર્ણ નિપૂણતા ધરાવતા નિષ્ણાંતોની ટીમ પણ મધ્ય-પૂર્વના દેશોમાં તહેનાત કરી દીધી છે.

મિડલ ઈસ્ટ યુદ્ધમાં મોટી રાહત, ટ્રમ્પે ઈરાનના ઊર્જા મથકો પરના હુમલા 10 દિવસ અટકાવ્યાં

Image
Iran War and Donald Trump : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં પ્રથમ વખત નરમાશ જોવા મળી રહી છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેઓ ઈરાનના ઊર્જા મથકો (Energy Sites) પર થનારા હુમલાઓને આગામી 10 દિવસ માટે સ્થગિત કરી રહ્યા છે. ટ્રમ્પના મતે, ઈરાન સરકારના અનુરોધ પર આ નિર્ણય લેવામાં આવ્યો છે જેથી બંને દેશો વચ્ચે ચાલી રહેલી વાતચીતને આગળ વધારવાની તક મળી શકે. ટ્રમ્પની સોશિયલ મીડિયા પોસ્ટ અને સમયમર્યાદા

50 હજાર સૈનિક, 200 ફાઈટર જેટ, 1000 કમાન્ડો ! શાંતિની વાતો વચ્ચે ઈરાન વિરુદ્ધ ટ્રમ્પનો 'સિક્રેટ પ્લાન'

Image
US President Donald Trump Secret War Plan : અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે છેલ્લા 27 દિવસથી ભયાનક યુદ્ધ ચાલી રહ્યું છે. એકતરફ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ યુદ્ધવિરામ માટે માની ગયા હોવાનું મનાઈ રહ્યું છે, તો બીજીતરફ તેમણે ઈરાન વધુ આક્રમક હુમલો કરવાનો પ્લાન તૈયાર કર્યો હોવાની માહિતી સામે આવી છે. તેમણે 50000 સૈનિકો, 200 ફાઈટર જેટ અને 1000 કમાન્ડોનો ઉપયોગ કરીને હુમલો કરવાનો પ્લાન બનાવ્યો છે.  ટ્રમ્પ સરકારનું કહેવું છે કે, ઈરાન મજબૂર થઈને હોર્મુઝ જળમાર્ગ ખોલી દે અને પોતાનો મિસાઈલ પ્રોગ્રામ અટકાવી દે, તે માટે આ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. અમેરિકાએ ઈરાનને 15 શરતોનો યુદ્ધવિરામ પ્રસ્તાવ પણ મોકલી દીધો છે.

'ભારત સહિત 5 મિત્ર દેશના જહાજો હોર્મુઝમાંથી પસાર થઈ રહ્યા છે..', ઈરાનના વિદેશમંત્રીનું મોટું નિવેદન

Image
USA and Israel vs Iran War : મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાને એક વ્યૂહાત્મક જાહેરાત કરી છે. ઈરાનના વિદેશ મંત્રી અરાઘચીએ સ્પષ્ટ કર્યું છે કે હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) માત્ર દુશ્મન દેશો અને તેમના સહયોગીઓ માટે જ બંધ છે. ભારત, ચીન, રશિયા, ઈરાક અને પાકિસ્તાન જેવા દેશોના જહાજોને આ મહત્ત્વપૂર્ણ જળમાર્ગ પરથી સુરક્ષિત પસાર થવાની મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં IAS અધિકારીઓની મોટી બદલી: જામનગર, સુરેન્દ્રનગર અને ગાંધીનગરને મળ્યા નવા કલેક્ટર

Image
Transfer of IAS officers in Gujarat: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આજે(25 માર્ચ) એક મહત્ત્વનું જાહેરનામું બહાર પાડીને રાજ્યના ત્રણ IAS અધિકારીઓની બદલી અને નિમણૂકના આદેશો આપવામાં આવ્યા છે. આ ફેરફારમાં જામનગર, સુરેન્દ્રનગર અને ગાંધીનગર જિલ્લામાં નવા કલેક્ટરની વરણી કરવામાં આવી છે. આ આદેશો રાજ્યપાલના હુકમથી અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્મા દ્વારા જારી કરવામાં આવ્યા છે. •   પી.

પીટ હેગસેથે કહ્યું એટલે મેં ઈરાન વિરુદ્ધ યુદ્ધ લડવાનો નિર્ણય કર્યો હતો : ડોનાલ્ડ ટ્રમ્પ

Image
Donald Trump and Iran War Reason : લગભગ બધું જ કરીને કશુ જ માથે ન રાખતા અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે ઇરાન સાથેના યુદ્ધનો ગાળિયો યુદ્ધમંત્રી પીટ હેગસેથના માથે નાખી દીધો છે. તેમણે જાહેરમાં જ જણાવ્યું હતું કે ઇરાન સાથેના યુદ્ધનો વિચાર જ પીટ હેગસેથનો હતો હેગસેથ મારા ગાઢ અને નજીકના સહયોગીઓમાં એક છે. અમે લશ્કરી અધિકારી સાથે ઇરાન અંગે ચર્ચા કરવા એકત્રિત થયા હતા ત્યારે જ હેગસેથે લશ્કરી ઉપાય સૂચવ્યો હતો.  આમ આજે આખા અમેરિકામાં ઇરાન સાથેના યુદ્ધની સામે આકરા પ્રતિભાવો પડી રહ્યા છે ત્યારે ટ્રમ્પે હવે તેમાથી બચવાના મરણિયા પ્રયત્નો આદરી દીધા છે. પીટ હેગસેથના માથે ઇરાન યુદ્ધનો નાખી દીધેલો ગાળિયો તેનું જ ઉત્તમ ઉદાહરણ છે.

યુદ્ધ વચ્ચે ઈન્ડોનેશિયાએ ટ્રમ્પને આપ્યો ઝટકો, કહ્યું- ‘1 અબજ ડૉલર નહીં આપીએ’

Image
Indonesia Rejects US's 'Board of Peace' Plan : વિશ્વના સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતા દેશ ઈન્ડોનેશિયાએ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ(US President Donald Trump)ની 'બોર્ડ ઑફ પીસ' પહેલના કાયમી સભ્ય બનવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે. આ મુદ્દે ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ પ્રબોવો સુબિયાન્તોએ રવિવારે પોતાના યુટ્યુબ ચેનલ પર એક નિવેદન જારી કરીને સ્થિતિ સ્પષ્ટ કરી હતી. અમે 1 અબજ ડૉલર આપવા કહ્યું જ નથી : ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ રાષ્ટ્રપ્રમુખ પ્રબોવો સુબિયાન્તો(Indonesia President Prabowo Subianto)એ જણાવ્યું કે, 'ઈન્ડોનેશિયાએ આ પહેલ હેઠળ માત્ર શાંતિ જાળવવા માટે સૈનિકો મોકલવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. અમે ક્યારેય એવું નથી કહ્યું કે અમે એક અબજ ડૉલરનું યોગદાન આપીશું.

પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો હોવાની ગુજરાત સરકારની સ્પષ્ટતા, અફવાઓથી દૂર રહેવા નાગરિકોને અપીલ

Image
Gujarat Government On Petrol-Diesel Shortage Rumors: છેલ્લા કેટલાક કલાકોથી ગુજરાતના વિવિધ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની અછત હોવાના સમાચારો વહેતા થયા છે, જેને પગલે પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આજે સોમવારે રાજ્ય સરકાર, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOCL) અને પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન દ્વારા સંયુક્ત નિવેદન જારી કરવામાં આવ્યું છે. સત્તાવાર સ્પષ્ટતામાં જણાવાયું છે કે રાજ્યમાં ઇંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને નાગરિકોએ ગભરાવાની જરૂર નથી. જાણીજોઈને પંપ બંધ રાખનાર ડીલરો સામે થશે કાર્યવાહી રાજ્યના અધિક મુખ્ય સચિવે કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો કોઈ પેટ્રોલ પંપ સંચાલક પાસે પૂરતો જથ્થો હોવા છતાં જાણીજોઈને પંપ બંધ રાખશે અથવા જનતાને હેરાન કરવાનો પ્રયાસ કરશે, તો તેની સામે સખત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ટ્રમ્પનો વધુ એક મોટો દાવો, 'અમે ઈરાનના ટોપ લીડર સાથે વાત કરી, 5 દિવસમાં થઈ શકે છે ડીલ'

Image
America Iran War: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક દાવો કર્યો છે કે, અમેરિકાએ ઈરાનના ટોપ લીડર સાથે વાત કરી છે. ટૂંક સમયમાં જ સમાધાન થવાની આશા છે. આજે ફોન પર વાતચીત થઈ શકે છે. તેઓ પણ ડીલ કરવા ઈચ્છે છે. ઈરાન પરમાણુ હથિયાર નહીં બનાવી શકે. ઈઝરાયલ અમારા નિર્ણયથી ખુશ થશે.

યુદ્ધ લાંબુ ખેંચાવાના સંકેત વચ્ચે ઊર્જા કટોકટીનો સામનો કરવા 'લોકડાઉન' માટે તૈયાર રહો!

Image
- જાપાન, દક્ષિણ કોરિયા સહિત એશિયાના દેશોમાં ઈંધણનું રેશનિંગ શરૂ, ઓસ્ટ્રેલિયાનો નાગરિકો પર બિનજરૂરી પ્રવાસ પર પ્રતિબંધ - એર ઈન્ડિયાની 2,500 ફ્લાઈટ સહિત દુનિયામાં 20,000થી વધુ ફ્લાઈટ્સ કેન્સલ થઈ હોવાના અહેવાલ - દુનિયાની સરકારોને ઓડ-ઈવન, હાઈવે પર સ્પિડ લિમિટ લાગુ કરવા, હવાઈ પ્રવાસ ઘટાડવા, વર્ક ફ્રોમ હોમના ઉપાયો માટે આઈઈએનું સૂચન Iran vs Israel and USA War Updates : મધ્ય-પૂર્વમાં અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર આક્રમણ કર્યા પછી તહેરાને દુનિયામાં ક્રૂડ ઓઈલનું સૌથી વધુ પરિવહન થતા સમુદ્રી માર્ગોમાંના એક હોર્મુઝની ખાડીની નાકાબંધી કરી દીધી છે, જેના પગલે ક્રૂડ ઓઈલનો ભાવ પ્રતિ બેરલ 112 ડોલર સુધી પહોંચી ગયો છે. આ યુદ્ધ નજીકના સમયમાં બંધ થાય તેવી કોઈ શક્યતા જણાતી નથી ત્યારે દુનિયા ઊર્જા સંકટનો સામનો કરી રહી છે. આ ઊર્જા સંકટનો સામનો કરવા માટે દુનિયામાં કોરોના મહામારી પછી ફરી એક વખત 'લોકડાઉન'ની સંભાવના વધી ગઈ છે.

મધ્ય-પૂર્વમાં સંકટની શ્રીલંકામાં ગંભીર અસર, એક લીટર પેટ્રોલ-ડીઝલના ભાવ 400 રૂપિયા પાર

Image
Sri Lanka Petrol, Diesel, Kerosene Prices Hike : મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા ભયાનક સંઘર્ષની સીધી અસર હવે પડોશી દેશ શ્રીલંકા પર જોવા મળી રહી છે. રવિવારે શ્રીલંકા સરકારે ઈંધણના ભાવમાં ઝીંકેલા 25% સુધીના તોતિંગ વધારાએ જનતાની કમર તોડી નાખી છે. ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવ અને હોર્મુઝની ખાડી બંધ થવાને કારણે વૈશ્વિક તેલ પુરવઠા પર અસર પડી છે, જેના પગલે શ્રીલંકાએ એક જ અઠવાડિયામાં બીજી વાર ભાવ વધારો કરવો પડ્યો છે. શ્રીલંકામાં પેટ્રોલ-ડીઝલ-કેરોસીનના ભાવમાં ધરખમ વધારો નવા વધારા બાદ શ્રીલંકામાં ઓટો ડીઝલની કિંમત 303 રૂપિયાથી વધીને 382 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે, જ્યારે સુપર ડીઝલ 443 રૂપિયા સુધી પહોંચી ગયું છે.

ઈરાન-ઈઝરાયલ યુદ્ધની રસોડા પર અસર: ગુજરાતી થાળી 20 ટકા મોંઘી, હોટલોએ વાનગીઓ ઘટાડી

Image
Iran-Israel War Impact: ઈરાન અને ઈઝરાયલનું યુદ્ધ બંધ થવાનું નામ નથી લેતું ત્યારે ઘરેલુ અને હોટલની ગુજરાતી થાળી મોંઘી થઈ ગઈ છે. સામાન્ય રીતે ગુજરાતીઓમાં અમુક પ્રસંગો કે તહેવારોમાં હોટલમાં જઈને ગુજરાતી થાળી આરોગવા જવાની એક રસમ છે. પરંતુ હાલમાં પ્રવર્તેલી એલપીજીની અછતને કારણે ગુજરાતી થાળી પર અંદાજિત વીસ ટકાનો વધારો જોવા મળ્યો છે. જે ઘણી હોટલો અને રેસ્ટોરન્ટોએ હાલમાં લાગુ કર્યો છે. ગુજરાતી થાળીનો ખર્ચ

ઈઝરાયલની ડિફેન્સ સિસ્ટમ ફેઈલ! 'લિટલ ઈન્ડિયા' કહેવાતા શહેર પર ઈરાનનો હુમલો, 100થી વધુ ઈજાગ્રસ્ત

Image
Israel-Iran War Escalates: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલું યુદ્ધ દિવસે ને દિવસે વધુ ગંભીર થઈ રહ્યું છે. ઈરાને ઈઝરાયલથી બદલો લેવા માટે ડિમોના શહેરમાં શનિવારે સાંજે મિસાઈલથી હુમલા કર્યા હતા. જેમાં 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની આશંકા છે. નોંધનીય છે કે ઈઝરાયલે ગઇકાલે જ ઈરાનના પરમાણુ કેન્દ્ર પર હુમલો કર્યો હતો, જે બાદ ઈરાને મિસાઈલો છોડી હતી. નોંધનીય છે કે ડિમોનામાં મોટી સંખ્યામાં ભારતીયો રહેતા હોવાથી આ શહેરને લિટલ ઈન્ડિયા પણ કહેવામાં આવે છે. ડિમોનામાં જ ઈઝરાયલના ન્યુક્લિયર રીએક્ટર પણ છે.

VIDEO : ઈરાનને છંછેડવું ઈઝરાયલને ભારે પડ્યું! ન્યૂક્લિયર સાઈટ પર બોમ્બમારાનો લીધો ભયાનક બદલો

Image
Israel's Secret Dimona Nuclear Plant Attack : ઈઝરાયલ અને ઈરાન યુદ્ધમાં ભયંકર તબાહી જોવા મળી રહી છે. ઈરાને આજે નેતન્યાહૂ અને ટ્રમ્પ કલ્પના પણ ન કરી શકે તેવો વળતો જવાબ આપ્યો છે. વાસ્તવમાં ઈઝરાયલે આજે ઈરાનના પાવર પ્લાન્ટ પર બોમ્બમારો કરીને ભારે તબાહી મચાવી હતી, તો ઈરાને પણ ઈઝરાયલના પરમાણુ કેન્દ્રને ટાર્ગેટ કરીને વળતો જડબાતોડ જવાબ આપ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે, ઈઝરાયેલની સૌથી સુરક્ષીત ગણાતી આયરન ડોમ પણ ઈરાનની મિસાઈલને રોકી શકી નથી. ઈરાની મિસાઈલ ભયાનક એર ડિફેન્સ સિસ્ટમને ચકમો આપી પરમાણુ કેન્દ્ર પર પડી

‘વર્ક ફ્રોમ હોમ કરો અને ઉડાનો ઘટાડો... ઓઇલ સંકટ દૂર થવામાં 6 મહિના લાગશે’, IEAનું મોટું નિવેદન

Image
IEA Report On Global Oil Crisis : પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને તેલ-ગેસના ભંડારો પર થઈ રહેલા હુમલાઓ વચ્ચે આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સી (IEA) એ વિશ્વને મોટી ચેતવણી આપી છે. આઈઈએના જણાવ્યા અનુસાર હવે માત્ર તેલનો પુરવઠો વધારવાથી આ સંકટનો ઉકેલ આવશે નહીં પરંતુ દુનિયાએ પોતાની આદતો બદલીને વપરાશ ઘટાડવા પર ધ્યાન આપવું પડશે. પુરવઠાનો અત્યાર સુધીનો સૌથી મોટો ઝટકો તેલના ભાવોને સ્થિર રાખવા માટે એજન્સીએ તાજેતરમાં 40 કરોડ બેરલ તેલનો જથ્થો બજારમાં મુક્યો હતો જે તેના ઇતિહાસનું સૌથી મોટું પગલું હતું. આમ છતાં આઈઈએનું માનવું છે કે આ માત્ર સામાન્ય તેલ સંકટ નથી પરંતુ અત્યાર સુધીનો સૌથી મોટો સપ્લાય શોક છે.

BREAKING: 'કાયરો અમે તમને યાદ રાખીશુ...', ઓઇલના વધતા ભાવોને લઈને NATO દેશો પર ભડક્યા ટ્રમ્પ

Image
Donald Trump Statement on NATO: ઈરાન યુદ્ધમાં સ્ટ્રેટ ઑફ હોર્મુઝ મામલે ઘેરાયેલા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ NATO દેશ પર ફરી ભડક્યાં છે. દુનિયાભરમાં વધતાં ડીઝલ-પેટ્રોલના ભાવોને લઈને નાટો દેશો પર ઠીકરું ફોડ્યું છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ સોશિયલ પર એક પોસ્ટ કરી છે અને નાટોના સાથીઓને ફટકાર લગાવી છે. ટ્રમ્પે કહ્યું કે, નાટોના દેશ પરમાણુ શક્તિવાળા ઈરાનને રોકવાની લડાઈમાં સામેલ નહોતા થવા ઈચ્છતા.

ઓઇલ સંકટ વચ્ચે 6 દેશો ઈરાન વિરુદ્ધ એકજૂટ, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અંગે લેવાયો મોટો નિર્ણય

Image
AI Image 

ઈન્સ્ટામાંથી એનક્રિપ્શન હટતાં 300 કરોડ યુઝર્સની પ્રાઈવસી જોખમમાં, 8 મેથી નવી પોલિસી લાગુ

Image
Instagram News : મેટા કંપનીએ ઈન્સ્ટાગ્રામના નવા અપડેટમાંથી એન્ડ ટુ એન્ડ એનક્રિપ્શન હટાવી દેવાની જાહેરાત કરી છે. તેના કારણે દુનિયાના કરોડો યુઝર્સ પર પ્રાઈવસનો ખતરો મંડરાયો છે. અત્યાર સુધી ઈન્સ્ટાગ્રામ મેસેજમાં જે વાતચીત થતી હતી એ મોકલનાર અને મેળવનાર બે જ યુઝર્સ વાંચી શકતા હતા. હવે આ ચિત્ર સદંતર બદલાઈ જશે. યુઝર્સના ડેટા મેળવીને પોતાની એઆઈ ટેકનોલોજી વધારે બહેતર બનાવવા માટે પગલું ભરાયું હોવાની શક્યતા છે.

ઈરાનમાં 7000 ઠેકાણા પર હુમલા, 120 જહાજો, 11 સબમરીનનો નાશ : અમેરિકાનો દાવો

Image
Biggest Attack on Iran : અમેરિકાના રક્ષા સચિવ પીટ હેગસેથે ઈરાન સામે ચાલી રહેલા સૈન્ય અભિયાનને લઈને એક અત્યંત મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે ઈરાન પર થઈ રહેલા અમેરિકી હુમલાઓ યોગ્ય દિશામાં છે અને તમામ ઓપરેશન પૂર્વ નિર્ધારિત યોજના મુજબ આગળ વધી રહ્યા છે. 7000 સ્થળો પર હુમલાનો દાવો રક્ષા સચિવના જણાવ્યા અનુસાર અમેરિકાએ અત્યાર સુધીમાં ઈરાનમાં અંદાજે 7000 જેટલા સ્થળોને નિશાન બનાવ્યા છે. તેમણે સંકેત આપ્યો છે કે આગામી સમયમાં હુમલાઓ વધુ તેજ કરવામાં આવશે અને અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કરવામાં આવી શકે છે.

LIVE: ગેસ ફીલ્ડ પર હુમલા બાદ ઈરાનના સાઉદી, કતાર અને યુએઈમાં રિફાઈનરી પર એટેક, કતાર-સાઉદીની ચેતવણી

Image
Iran PRESS TV US-Israel-Iran War Live : ઈરાન અને ઈઝરાયલ વચ્ચેનું યુદ્ધ હવે ભયાનક વળાંક લઈ રહ્યું છે.

ચીને અમેરિકા-ઈઝરાયલનું વધાર્યું ટેન્શન ! આવી રીતે કરી ઈરાનની મદદ, US રિપોર્ટમાં ખુલાસો

Image
China-Iran Relations : અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે છેલ્લા 19 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધ શરૂ થતા જ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ઈરાનને થોડા જ દિવસોમાં ઈરાનને હરાવી દઈશું, તેવો દાવો કર્યો હતો. જોકે હજુ સુધી ઈરાન બંને દેશો વિરુદ્ધ આક્રમકતાથી લડી રહ્યું છે. એટલું જ નહીં ઈરાન પડોશી દેશોમાં અમેરિકન સૈન્ય અડ્ડાઓને પણ નિશાન બનાવી રહ્યું છે, ત્યારે આ તમામ ઘટનાક્રમ વચ્ચે યુદ્ધમાં ચીન ઈરાનને મદદ કરી રહ્યું હોવાનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. ચીને ઈરાનને ડ્રોન-રોકેટ બનાવવા માટેનો કાચો માલ આપ્યો

'ઈઝરાયલના કહેવાથી ટ્રમ્પે યુદ્ધ કર્યું, ઈરાનથી જોખમ નહોતું..', અમેરિકાના ટોચના અધિકારીનું રાજીનામું

Image
Iran vs Israel-USA War Udpates : અમેરિકા અને ઈઝરાયલે મધ્ય-પૂર્વમાં ઈરાન સામે યુદ્ધ શરૂ કર્યું છે ત્યારે અમેરિકાના નેશનલ કાઉન્ટર ટેરરિઝમ સેન્ટરના વડા જો કેન્ટે પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું કે, અમેરિકાને ઈરાનથી કોઈ જોખમ નહોતું. ઈઝરાયલના કહેવાથી ટ્રમ્પે આ યુદ્ધ શરૂ કર્યું છે. પ્રમુખ ટ્રમ્પના સાથીઓનું પણ કહેવું છે કે ટ્રમ્પને આશા નહોતી કે ઈરાન આટલો જોરદાર હુમલો કરશે અને યુદ્ધ લાંબુ ચાલશે. અમેરિકાના નેશનલ કાઉન્ટર ટેરરિઝમ સેન્ટરના વડા જો કેન્ટે પોતાના પદ પરથી રાજીનામું આપવાની સાથે સોશિયલ મીડિયા પર લખ્યું કે, તેમનું હૃદય એ માનવા તૈયાર નથી કે ટ્રમ્પ સરકાર ઈરાન યુદ્ધનું સમર્થન કરે.

ઈરાન યુદ્ધમાં NATO દેશોએ સાથ ન આપતા ટ્રમ્પ ભડક્યા, રશિયા-ચીન પર પણ સાધ્યું નિશાન

Image
US-Iran War Update : અમેરિકા-ઈઝરાય અને ઈરાન વચ્ચે 18 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. NATOમાં અમેરિકા સહિત કુલ 32 દેશો સામેલ છે, જોકે આમાંથી એક પણ દેશોએ ઈરાન યુદ્ધમાં અમેરિકાનો સાથ આપ્યો નથી. અમેરિકાને રશિયા, ચીન, જાપાન, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ કોરિયાએ પણ મદદ કરવાનો ઈન્કાર કરી દીધો છે. આમ વિશ્વના સૌથી મોટા સંગઠન નાટોના દેશો અને અન્ય પાંચ દેશોએ ઈરાન યુદ્ધમાં સાથ આપાવનો ઈન્કાર કર્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ નિરાશ થયા છે. તમામ દેશોએ અમેરિકાને મદદ કરવાનો ઈન્કાર કરતા ટ્રમ્પ નારાજ

અફઘાનિસ્તાન પર ફરી પાકિસ્તાનની એરસ્ટ્રાઈક: હોસ્પિટલ પર બોમ્બવર્ષા, 400 મોતનો દાવો

Image
Pakistan Airstrikes in Kabul: એક તરફ ઈરાનમાં યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યાં બીજી તરફ ભારતના પડોશમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સંઘર્ષ સતત વધી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી પાકિસ્તાન વારંવાર અફઘાનિસ્તાન પર હવાઈ હુમલા કરી રહ્યું છે. એવામાં હવે અફઘાનિસ્તાનનો દાવો છે કે પાકિસ્તાને કાબુલમાં એક હોસ્પિટલ સહિત રહેણાંક વિસ્તારો પર હવાઈ હુમલા કર્યા છે. પાકિસ્તાનના આ હુમલામાં 400 લોકોના મોત થયા છે. જ્યારે 250થી વધુ ઈજાગ્રસ્ત છે. 

ઈરાન પર 7 હજારથી વધુ હુમલા કર્યા, નેવીના 100 જહાજો ડૂબાડી દીધા: ડોનાલ્ડ ટ્રમ્પનો નવો દાવો

Image
US Israel Iran War: મિડિલ ઈસ્ટ જંગને લઈને અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે આજે 16 માર્ચ 2026 નવો દાવો કર્યો છે કે ઈરાનની સૈન્ય તાકાત હવે ખતમ થઈ ચુકી છે. તેમણે જણાવ્યું કે ઈરાનમાં 7000થી વધુ સૈન્ય ઠેકાણાઓ પર હુમલા કરવામાં આવ્યા છે. ટ્રમ્પે ફરી એકવાર ફરી એક વાર મદદનો રાગ અલાપતા કહ્યું કે, 'અમે ઈચ્છીએ છીએ કે ચીન અને જાપાન આગળ આવે અને આ મામલે અમારી મદદ કરે.' એક્શન ઘણા વર્ષો પહેલા લેવાની જરૂરી હતી અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો કે, 'ઈરાની સરકારને સમાપ્ત કરવા માટે અમારું શક્તિશાળી સૈન્ય અભિયાન છેલ્લા કેટલાક દિવસોથી પૂરી તાકાત સાથે ચાલુ છે.