મધ્ય-પૂર્વમાં સંકટની શ્રીલંકામાં ગંભીર અસર, એક લીટર પેટ્રોલ-ડીઝલના ભાવ 400 રૂપિયા પાર


Sri Lanka Petrol, Diesel, Kerosene Prices Hike : મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા ભયાનક સંઘર્ષની સીધી અસર હવે પડોશી દેશ શ્રીલંકા પર જોવા મળી રહી છે. રવિવારે શ્રીલંકા સરકારે ઈંધણના ભાવમાં ઝીંકેલા 25% સુધીના તોતિંગ વધારાએ જનતાની કમર તોડી નાખી છે. ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવ અને હોર્મુઝની ખાડી બંધ થવાને કારણે વૈશ્વિક તેલ પુરવઠા પર અસર પડી છે, જેના પગલે શ્રીલંકાએ એક જ અઠવાડિયામાં બીજી વાર ભાવ વધારો કરવો પડ્યો છે.

શ્રીલંકામાં પેટ્રોલ-ડીઝલ-કેરોસીનના ભાવમાં ધરખમ વધારો

નવા વધારા બાદ શ્રીલંકામાં ઓટો ડીઝલની કિંમત 303 રૂપિયાથી વધીને 382 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે, જ્યારે સુપર ડીઝલ 443 રૂપિયા સુધી પહોંચી ગયું છે.

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો