સિતારમન, ગડકરી, સ્મૃતિ ઇરાની, જાવડેકર, પિયુષ ગોયલ સહિત ૨૪ મંત્રી કેબિનેટમાં : સમારોહમાં અનેક ઉદ્યોગપતિઓ, બોલિવૂડ કલાકારો તેમજ આઠ દેશોના વડાઓ અને પ્રતિનિધિઓ પધાર્યા સવારે સાત વાગ્યે મોદીએ ગાંધીજી, વાજપેયીને શ્રદ્ધાંજલિ પાઠવી, સાંજે શપથ લીધા બંધારણીય શપથવિધિને માન આપી કોંગ્રેસ પ્રમુખ રાહુલ, સોનિયા ગાંધી, મનમોહનસિંહ, કેજરીવાલ પણ જોડાયા નવી દિલ્હી, તા. 30 મે, 2019, ગુરૂવાર નરેન્દ્ર મોદીએ સતત બીજી વખત વડા પ્રધાન પદે શપથ ગ્રહણ કરી લીધા હતા. દિલ્હીમાં આવેલા રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં મોદી અને તેમના મંત્રીમંડળમાં સામેલ થનારા મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા હતા. સૌપ્રથમ મોદીએ બાદમાં રાજનાથસિંહ, ત્રીજા ક્રમે અમિત શાહે શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મોદી અને મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા. દરમિયાન આ શપથ બંધારણીય સમારોહ હોવાથી તેને માન આપીને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, મનમોહનસિંહ, અરવિંદ કેજરીવાલ સહીતના વિપક્ષના નેતાઓ પણ હાજર રહ્યા હતા. જે પણ મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા છે તેમાં કેબિનેટમાં રાજનાથસિંહ, અમિત શાહ, નિતિન ગડકરી, સદાનંદ ગૌડા, નિર્મલ...