માતા હિરાબાએ ટીવી પર પુત્ર નરેન્દ્ર મોદીની શપથવિધિ જોઈ


ગાંધીનગર, તા. 30 મે 2019, ગુરૂવાર

ભારતના પ્રધાનમંત્રી તરીકે શપથ લેનારા નરેન્દ્ર દામોદરદાસ મોદીનું જ્યારે નામ લેવાયું ત્યારે ઉપસ્થિત મહેમાનોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. અને તેમને તાળીઓથી વધાવી લીધા હતા. 

જો કે મોદીના બીજી વખત પ્રધાનમંત્રી બનવાની સૌથી વધારે ખુશી મા હિરાબાના ચહેરા પર દેખાતી હતી. હિરાબાએ ગાંધીનગરમાં દિકરા નરેન્દ્રની શપથવિધિ જોઈ હતી. ખુશ થઈ તેમણે તાળીઓ પણ પાડી હતી.

નરેન્દ્ર મોદી  થોડા સમય પહેલા ભાજપને જીત મળ્યા બાદ પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવેલા ત્યારે માતા હિરાબાની મુલાકાત લીધી હતી. ચૂંટણી પ્રચારની શરૂઆત પહેલા પણ તેમણે માતા હિરાબાના આશિર્વાદ લીધા હતા.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો