મોદી સરકારના આ સાંસદ સાયકલ લઈને શપથ ગ્રહણ સમારોહમાં જશે

નવી દિલ્હી, તા.30 મે 2019, ગુરૂવાર

મોદી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા માટે જે સાંસદોને ફોન આવ્યો છે તેમાં મનસુખ માંડવિયાનો પણ સમાવેશ થાય છે.

જોકે માંડવિયાએ શપથ ગ્રહણ સમારોહમાં સાયકલ પર જવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યુ હતુ કે, મોદી અને અમિત શાહે મારા પર ફરી વિશ્વાસ મુકીને મને સરકારનો હિસ્સો બનવા માટે આમંત્રણ આપ્યુ છે તે માટે હું તેમનો આભારી છું.

તેમણે કહ્યુ હતુ કે, સમારોહમાં સાયકલ લઈને જવુ મારા માટે ફેશન નથી પણ સાયકલ ચલાવવાનુ મને પસંદ છે. સંસદમાં પણ હંમેશા હું સાયકલ પર જ જતો આવતો રહ્યો છુ. તેના કારણે પેટ્રોલની તો બચત થાય જ છે જે પણ સ્વાસ્થ્ય પણ સારુ રહે છે.

મનસુખ માંડવિયા ગુજરાતના સાંસદ છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો